Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સામ્ સંપ્રતિ મહારાજા ચેટકને સાત કન્યાઓ હતી, જેમાંથી સૌથી નાની પુત્રી ચેલના મગધના મહાભૂપતિ શિશુનાગ વંશના બિબિંસાર ઊર્ફે પ્રેણિક મહારાજાને પરણી હતી. તેઓ બંને પ્રભુ મહાવીરનાં અનન્ય ભક્ત હતાં. ચેલના ઉપરાંત મહારાજા ચેટકને બીજી છ કન્યાઓ હતી જેઓના નામ પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, ચેષ્ટા તેમજ સુષા હતા. દીક્ષા લેનાર રાજકન્યાનું નામ સુચેષ્ઠા હતું.
મોટી રાજ્યકુમારી પ્રભાવતીનાં લગ્ન વિત્તભય નગરના રાજા ઉદાયન સાથે થયાં હતાં, કે જે સિધાવીરના મહાન્ પ્રદેશના સમ્રાટ ગણાતા હતા. મહારાજા ઉદાયન જેન ધર્મના મહાન અનુયાયી હતા. તેમણે અવન્તીના રાજા ચંડપ્રદ્યોતને લડાઈમાં હરાવ્યો હતો. ચંડપ્રદ્યોત સાથે ચેટકરાજાની ચોથી પુત્રી શિવાને પરણાવી હતી. બંને રાજાઓ ઐતિહાસિક પુરુષ તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે. મહારાજા ઉદાયન પ્રભુ મહાવીરના પરમ ભક્ત બની, સંસારને ત્યાગ કરી પ્રભુ મહાવીરના (રાજર્ષિ) હસ્તદીક્ષિત સાધુ થયા હતા. સાધુપણું અંગીકાર કરતી વેળાએ રાજ્યગાદી ઉપર પિતાના પુત્ર અલીચિને ન બેસાડતાં તેમણે પિતાના ભાણેજ કેશીકુમારને ગાદી અર્પણ કરી; કારણ કે તેઓ પિતાના પુત્રને પણ સંસારત્યાગ કરાવવા માગતા હતા.
મહારાજા ચેટકની ત્રીજી કન્યા પદ્માવતીને લગ્નસંબંધ એક સમયના જૈનધર્મના કેંદ્રસ્થાન તરીકે પ્રસિદ્ધિને પામેલ ચંપાનગરીના દધિવાહન રાજા સાથે થયો હતો. આ દંપતી જેનધર્મના મહાન્ ઉપાસક હતા.
આ દધિવાહનનું રાજ્યકુંટુબ ચેન સિદ્ધાન્તમાં અત્યંત રસ લેનારું હતું. પ્રભુ મહાવીરના પ્રથમ સાધ્વી તરીકે પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન પછી દીક્ષા લેનાર ચંદનબાળા તે દધિવાહન રાજાની પુત્રી જ હતી જેનું વર્ણન સતી ચંદનબાળાના નામથી ઈતિહાસમાં ગેરવતાને પાત્ર બન્યું છે. પ્રભુ મહાવીરના સમયમાં તેણી સાધ્વીસમુદાયમાં મુખ્ય હતી.
કૈલાંબીના રાજા શતાનિકે ચંપાનગરી ઉપર હલ્લો કર્યો ત્યારે ચંદના શતાનિકના સૈનિકના હાથથી પકડાઈ ગઈ, છતાં તેણીએ ધર્મ અને શિયળનું રક્ષણ સુંદર રીતે કર્યું. પછી તેને કૌશાંબીના ધનાવહ શેકીને ત્યાં વેચવામાં આવી. થોડો સમય ત્યાં તેણી સુખમય રહી. ધનાવહ શ્રેણી ચંદનબાળાના ઊંચ કેટીના સંસ્કારી જીવનથી આકર્ષાઈ તેનું પુત્રીવત્ મમતાથી પાલન કરતા હતો, જે વસ્તુ ધનાવહની પત્ની મૂળાને ઈર્ષારૂપ થઈ પડી અને તેણી શંકાની નજરે જોવા લાગી.
એક સમયે આ ઇર્ષાળુ મૂળાએ ચંદનાના વાળ ઉતરાવી, તેણીને શૃંખલાબદ્ધ કરી ભેંયરામાં પૂરી. આ સ્થિતિમાં તેણીને પ્રભુ મહાવીરનું અડદના બાકળાનું દાન દેવાને અમૂલ્ય લાભ મળે કે જેના વેગે તેણીના સતીત્વની ખાત્રી જગતને થઈ એટલું જ નહીં પણ તેને પ્રભુ મહાવીરની મુખ્ય સાધ્વીપણાને પણ લાભ મળે.
મૃગાવતીને લગ્નસંબંધ કેશબીના રાજા શતાનિકની સાથે થયો હતો. કલ્પસૂત્ર