Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
७०
સમ્રાટ્ સંપ્રતિ
કુમારે જવાબ આપ્યા : “ એન્નાતટ નગરથી. ” એન્નાતટ નગરનું નામ સાંભળી મહારાજા શ્રેણિક એકદમ વિચારમાં ઊંડા ઊતરી ગયા, અને વર્ષો પૂર્વેની જૂની સ્મૃતિ તેમની નજર સામે તરી આવી. ઘેાડીવારમાં સાવધ થઇ તેમણે પૂછ્યું : “ બુદ્ધિવંત, તું કાના પુત્ર છે?” અભયે નિડરતાથી જવાબ આપ્યા કે : “ પ્રજાપાળના. ” શ્રેણિકે ફ્રી પૂછ્યું : “ ત્યાંના ઇંદ્રદત્ત શેઠને તુ આળખે છે ? અથવા તેા એમના કુટુંબની તને કંઇક માહિતી છે? ”
tr
બુદ્ધિનિધાન કુમાર આ સમયે મહારાજા શ્રેણિકના ચહેરા ઉપર થતા ફેરફારા ખરાખર જોઇ શકયા. આટલા જ પ્રશ્ના પૂછતાં જ, મહારાજશ્રીની જીભ સુકાતી જતી તેણે જોઈ,
“ હુા. એમને તથા એમની પુત્રી સુનંદા અને તેમના અભય નામના પુત્રને પણ હુ સારી રીતે ઓળખું છું.
""
સુજ્ઞ વાચક, આ સમયે ઉપરના પ્રસ`ગને મળતી નીચેની ઘટના યાદ આવે છે. એક સમયે વઋષિના આશ્રમે તેમની પાળક રાજ્યકુમારી શકુંતલાના પુત્ર સિંહનાં બચ્ચાંઓ સાથે ગેલ કરી રહ્યો હતા તે સમયે તેના જન્મદાતા પિતા દુષ્યંતનું બાર વર્ષ બાદ શીકાર નિમિત્તે આગમન થતાં, શ્રાપવિમાચનના કારણે કુમારને જોતાં જ તેને પૂવૃત્તાન્ત યાદ આવ્યા અને પરિણામે તેને પત્ની અને પુત્રનેા મેળાપ વહેતા ચક્ષુપ્રવાહ વચ્ચે થયે.. તેવી જ જાતના કીસ્સા અહીં પણ અન્યા.
કુમાર અભયના સુખ સામું મહારાજા શ્રેણિક એકી ટસે જોઇ રહ્યા બાદ પૂછ્યું કે : વારુ ! એ પુત્ર રૂપમાં કેવા અને ઉમરમાં કેવા છે ?”
*
મહારાજાશ્રી તે કુમાર મારા સરખા રૂપાળા અને ઉમરલાયક છે. ”
“ ત્યારે હું કુમાર, તારે તેના પરિચય કયાંથી ?
રાજન્, અમે બન્ને અભિન્નહૃદય મિત્રા છીએ. ”
“ ત્યારે આ બુદ્ધિવંત કુમાર, તુ એકલા દેશાટને શા માટે નીકળ્યા ? ”
66
66
“ મહારાજાશ્રી મને એકલેા ન માનશેા, મારા હૃદયમિત્ર અભય ને તેની માતા
પણ સાથે આવેલાં છે અને નગર બહારના ઉદ્યાનમાં અમે સર્વે ઊતર્યો છીએ. ”
“ જી અભય અને તેની માતા અત્રે આવ્યાં છે ? ” આટલું જ ખાલતાં મહારાજા શ્રેણિક ગળગળા થઈ ગયા. તેણે કુમારને કહ્યું કે: “ કુમાર, ચાલ હું તારી સાથે આ જ ક્ષણે ત્યાં આવવા ઇચ્છું છું.
“ મહારાજાશ્રીની આજ્ઞા મારાથી કેમ લેાપાય? ” એવી રીતે ચતુરાઈપૂર્વક કુમારે