Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૬૫
વિશ્વવંદ્ય વિભુ મહાવીર પ્રભુ મહાવીરને નંદીવર્ધન નામે મોટા ભાઈ અને સુદર્શના નામની બહેન હતાં. મહાવીરનું લગ્ન યશોદા નામની કૌડિન્ય ગોત્રની કન્યા સાથે થયું હતું. યશદાથી તેમને એક પુત્રી ઉત્પન્ન થઈ હતી, જેનું નામ પ્રિયદર્શના હતું અને તેનાં લગ્ન રાજ્યપુત્ર જમાલી સાથે કરવામાં આવ્યાં હતાં, કે જે પાછળથી પ્રભુ મહાવીરનો શિષ્ય બન્યું હતું.
પ્રભુ મહાવીરે ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહી ઈ. સ. પૂર્વે પ૬૦ના ગાળામાં પ્રવજ્યા અંગીકાર કરી હતી. આ સમયે ગોતમ બુદ્ધની વય લગભગ બાવન વર્ષની હતી. જે સમયે મહાત્મા બુદ્ધ ધિસત્વ નામના જ્ઞાનની પ્રાપ્તિ બાદ બોદ્ધ ધર્મના પ્રચારાર્થે ઉત્તર અને પૂર્વ હિંદમાં વિચરતા હતા ત્યારે પ્રભુ મહાવીરને તેંતાલીસ વર્ષની વયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ સમયે મહારાજા શ્રેણિકને રાજ્યસન પર બિરાજમાન થયે લગભગ ૩૩ વર્ષો થયાં હતાં, એટલે કે આ સમયે મહારાજા શ્રેણિકની અવસ્થા લગભગ ૫૩ વર્ષની હતી. આ હિસાબે પ્રભુ મહાવીર તેમના કરતાં લગભગ દશ વર્ષે નાના હતા. - આ કાળે મેં ઉત્તર અને પૂર્વ હિંદમાં પગપેસારો કર્યો હતો, જેથી બુદ્ધના પંથને અનુસરનારા અનેક દીક્ષિત શિષ્યની પણ મહાત્મા બુદ્ધને પ્રાપ્તિ થઈ હતી. મહારાજા શ્રેણિકે ગૌતમ બુદ્ધ સાથે પરિચય ઓછો રાખ્યા હતા, જેના કારણભૂત તેમની જૈન ધર્માનુયાયી મહારાણી ચેલણ દેવી હતી.
એક સમયે મહારાજા શ્રેણિકને શિકાર અથે જંગલમાં જતાં અનાથી મુનિ (રાજ્યકુમાર) નામે એક યુવાન દિવ્ય કાન્તિશાળી જ્ઞાની જેન મુનિને ભેટે થયો હતો. તેમણે મહારાજાશ્રીને એવા સચોટ શબ્દોમાં અસરકારક રીતે પ્રતિબંધ આપે કે જેની અસરને પરિણામે મહારાજા શ્રેણિકે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. આ ઘટના પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન પૂર્વે બની હતી. પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તેમણે ત્રીશ વર્ષના કેવળીપર્યાયમાં ઉત્તર અને પૂર્વ હિંદના પર્યટનમાં લગભગ ઘણું ચાતુર્માસ રાજ્યગૃહીમાં કરેલા હોવાના કારણે રાજ્યગ્રહીના રાજ્યકુટુંબ સાથે સમસ્ત મગધ જૈન ધર્મમય બન્યું હતું, જેમાં મહારાજા શ્રેણિક તે પ્રભુના પરમ અનુરાગી અને ચુસ્ત શ્રાવક બન્યા હતા.