Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહાત્મા ગૌતમબુદ્ધના ઉપદેશની અસર ને સેંકડે પશુઓને મળેલું અભયદાન ૫૫ “રાજન ! હું અને તમે બધા આ જગતનાં ઘેટાએ છીએ. ઉપરાંત આ બધી સભા ઘેટાનું ટેળું છે. તેમાં કોઈ ભરવાડ નથી, જેના અંગે અજ્ઞાન સાભિમાનીની જેમ સોને આમતેમ રખડવું પડે છે. જેવી રીતે આ નિર્દોષ ઘેટાનાં ગળા ઉપર છરી મૂકતાં તે “બેં, બેં,” કરી પિતાને બચાવ માગે છે, એવી જ રીતે અજ્ઞાન મનુષ્યરૂપી મોટાં ઘેટાઓ પણ મરણની છરી નીચે રડી-રડી છૂટવા પ્રયાસ કરે છે.
રાજન ! તું એમ સમજતો હોઈશ કે આ અવાચક પશુ અજ્ઞાની અને અણસમજુ હશે. તારી આ માન્યતામાં ભયંકર ભૂલ થાય છે. જેવી રીતે રાજવી, એક ત્રીસ વર્ષની યુવાન વયને પુરુષ જેના સર્વે અવયવ અપંગ છે એટલે તેને મુખ છે છતાં વાચા નથી, બે ખાંધા છે છતાં બન્ને હસ્ત નથી, બન્ને જાધે છે છતાં પગ નથી–આવા કાંતિવાન નવયુવાનના શરીર ઉપર ગમે તેટલા ઘા કરવામાં આવે છે તે યુવાન સમજુ અને જ્ઞાની આત્મા કદાપિ કાળે નિર્દયતાથી ઘા કરનારને રોકી શકશે? અથવા તો તે તેનો વિરોધ કરી શકશે ખરે? માત્ર તે દુર્ભાગી આત્મા પૂર્વસંચિત કર્મોનાં ફળ તરીકે ભયંકર રીતે અસહાતાથી વેદનાએ સહન કરી અમ્રપાત કરતો આજંદતાથી મૃત્યુને શરણભૂત થશે કે બીજું કાંઈ? શું મહારાજ ! મગધાધિપતિ! આ નિર્દોષ અપંગ પુરુષ કલેવરમાં અને આ નિર્દોષ અવાક્ ઘેટાઓમાં તને કઈ રીતે ફરક દેખાય છે? જે આ ઘેટાઓને આ રીતના ક્રિયાકાંડથી મોક્ષ મળે છે એવી રીતની સમજ થતી હતી તે તેઓ કદાપિ કાળે બચાવ અર્થે આટલે આક્રંદ કરત ખરાં? રાજન ! જીને અજ્ઞાની સમજવા તેમાં ભયંકરમાં ભયંકર ભૂલ છે. એકેન્દ્રિયથી લગાવી પંચેન્દ્રિય સુધીના જીવાત્માઓ એક જ સરખા છે. પંચેન્દ્રિય જીવાત્માઓમાં મનુષ્યજન્મની પ્રાપ્તિ અવાક્ અને નિર્દોષ જીવોના રક્ષણ અને ઉગ્ર તપશ્ચર્યા અને દેહદમનથી ઊંચકેટિનું મનુષ્યજીવન પ્રાપ્ત કરી મોક્ષગતિ પ્રાપ્ત કરવા અર્થે થયેલ છે.
રાજન ! આ રીતના કકળાટમય પશુયજ્ઞથી કદાપિ કાળે પાપપુંજ દેવાતા જ નથી. જગતનું વિશ્વગણિત નિત્યક્રમ પ્રમાણે ચાલે છે. જેમાં કરેલી દરેકે દરેક નાની મોટી ભૂલને દંડ ભરવો જ પડે છે. તે જ પ્રમાણે હે રાજવી ! અસંખ્યાતા આત્મબળિના ચગે કરી તારે કઈ રીતે ઉદ્ધાર થઈ શકશે તેને તે તું જ્ઞાનબળે કંઈક ખ્યાલ કર ! “ દયા ધર્મનું મૂળ છે અને સર્વે જીવાત્મા ઉપર સરખો પ્રેમ અને સમાન ભાવ એ જ સાચે મનુષ્ય ધર્મ છે. ” તને ટૂંકમાં આટલે જ બોધ આપી તારા ભલા અથે, મગધના ઊદ્વાર અથે, સાચા અહિંસામય ધર્મને સમજાવી કહું છું કે આ યજ્ઞ તત્ક્ષણ બંધ કર અને નિર્દોષ સેંકડો પશુઓને બંધનમુક્ત કરી તેમને અભયદાન આપ.”
ગીરાજના શાન્ત અને પ્રભાવશાલી વસ્તૃત્વની અસર મહારાજા સાથે સંમત સભા ઉપર સચોટ થઈ અને આખી સભા આ જાદુભર્યા શબ્દોથી સ્તબ્ધ બની ગઈ. માત્ર યજ્ઞકાંડ કરનારા પુરોહિતેની આંખના ખૂણું લાલ બન્યા.