Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૫ મું.
આગમ રહસ્ય (ચાલુ) સુજ્ઞ વાચક, ત્રીજા-ચોથા પ્રકરણમાં પીસ્તાલીશ આગમસૂત્રોનાં નામને હકીક્ત અમો રજૂ કરી ગયા છીએ. એ આગમાં વર્તમાન ઉપલબ્ધ સંખ્યાના આગમો તરીકે વિદ્યમાન છે. પૂર્વે વેતાંબર સંપ્રદાય તરફથી ચોરાશી આગમોની સંખ્યા જણાવવામાં આવતી હતી, એટલે બાકીના ઓગણચાલીશ પ્રાચીન સૂત્રો વિષે ખાસ તપાસની જરૂર છે. સાથેસાથે આ આગમસૂત્રો કઈ રીતે ભંડારેમાં ગુંચવાયા છે તેના સંશોધનની પણ ખાસ જરૂરીઆત છે. સબબ આ આગમસૂત્રના પીસ્તાલીશ અંગેનું વર્ણન ચોથા પ્રકરણમાં દર્શાવ્યું છે તે જોતાં બાકીના ઓગણચાલીસ સૂત્રે જે ઉપલબ્ધ થાય તે જૈનદર્શનનાં પ્રાચીન તો પર ઘણે જ નૂતન પ્રકાશ પડી શકે તેમ છે; માટે અમારી જેમ સમાજના હિતસ્વીઓને ખાસ નમ્રતાપૂર્વક અરજ છે કે તેઓએ આ દિશામાં શોધખોળ ચાલુ રાખવી. આગમ એટલે શું?
મૂળ શબ્દ અહંત ( આહંત) છે. આ અહંત શબ્દ જેના તીર્થકર, હૈદ્ધાના બુદ્ધ અને વૈષ્ણવોના વિષ્ણુ એમ ત્રિવિધ અર્થ યુક્ત છે, અને આ શબ્દ ત્રણે સંપ્રદાયને લાગુ પડે છે.
જે આગમ સૂત્રેને દ્ધ સંપ્રદાયના તેમજ વૈષ્ણવ સંપ્રદાયના અને જેના પ્રાચીન ગ્રંથ એ અર્થ કરીએ તો કાંઈ અસ્થાને ન ગણાય; પરન્તુ જૈન સંપ્રદાયે પિતાના પ્રાચીન ગ્રંથને આગમ નામ આપવાથી “આગમ” શબ્દ એ જેનેને પારિભાષિક શબ્દ ગણાય છે. બાકી આગમ એટલે ત્રણે ધર્મના પ્રાચીન ગ્રંથ આ પ્રમાણે અર્થ થાય છે.
મૂર્તિપૂજક વેતાંબર સંપ્રદાયના ઉપલબ્ધ આગમોની સંખ્યા ૪૫ ની છે, તેવી જ રીતે સ્થાનકવાસી અને તેરાપંથીઓના કથનાનુસારની આગમ–સંખ્યા ૩૨ ની છે. '