Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૨ જુ.
બિંબિસારનું દેશાટન, કહેવાની જરૂરિયાત નથી કે ત્યારબાદ પ્રયાસને પરિણામે મહારાજાશ્રીનાં લગ્ન છેડા દિવસેમાં ભિક્ષુકન્યા સાથે થઈ ગયાં, અને મહારાજાશ્રીનાં અંત:પુરના સુવર્ણ પાંજરે એક વધુ નિર્દોષ મેના પુરાઈ. કાળે કરી થોડા જ દિવસમાં તિલકાવતી રાણીને એક પુત્ર થયે, જે પુત્રની અવસ્થા રાજ્યકુમાર બિંબિસાર જેટલી જ સમાન હતી. આ પ્રમાણે મહારાજા પ્રસેનજીતને બરાબર સે પુત્ર થયા. રાજ્યગાદી માટે રાજ્યપની પરીક્ષા–
એક દિવસ પાટવીકુંવર અર્થે રાજ્યગાદીને નિશ્ચય પિતાની વૃદ્ધાવસ્થાને અંગે મહારાજાશ્રીએ ભરસભામાં જાહેર કીધે. તે જ રાત્રિએ મહારાજાશ્રીનું ચિત્ત હરનારી તિલકાવતીએ લગ્નસમયે પિતાને થનારા પુત્રને રાજ્યગાદીનું આપવાનું આપેલ વચન યાદ કરાવ્યું.
કૈકેયી અને કૌશલ્યા જે આ પ્રસંગ મહારાજાશ્રીની નજર સામે ઊભું રહે. આ સમયે રણવાસની દેવાંગનાઓ પિતાના બુઝાતા આત્મદીપક પ્રસંગે ભયંકર દાવાનળ સરખી મહારાજાશ્રીને જણાવા લાગી.
આ કાળના નૃપતિઓ પિતાને દેવાંશી માનતા હતા અને ભાગ્યેજ વચનભંગ કરતા હતા. મહારાજા હરિશ્ચંદ્ર જેટલી વચન-ટેક તો આ કાળે નહાતી છતાં દેવાંશી રાજાએ વચનાથે મરી ફીટતા. અહિં પણ તેમજ બન્યું. પાટવી કુંવર બિંબિસારને દેશવટે
બીજે દિવસે રાજ્યકુમારની પરીક્ષા નિમિત્તે અલગ અલગ ત્રણ પ્રકારની ભૂહરચ