Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૬ હું.
મહાત્મા ગીતમબુદ્ધનાં ઉપદેશની અસર # સેકડા પશુઓને મળેલું અભયદાન.
રાજ્યગૃહીની નજદિકમાં વિંધ્યાચળની પાંચ પવ તમાળાઓ જેવી કે:–(૧) વિપુલાચલ,(૨) રગિરિ (૩) ઉદયગિરિ, (૪) સુવર્ણગિરિ, (૫) વૈભારગિરિ કે જ્યાં પ્રાચીન ભવ્ય દેવાલય આવેલા હતા અને તેના પર અધ્યાત્મસેવીઓનું નિવાસસ્થાન હતું. અહીં કેટલાક ચેાગીઓ, તપસ્વીઓ, જટાધારી અને મંત્રસાધકા ઇશ્વરચિંતન તથા સાધના કરી રહ્યા હતા. કાઇ જપમાં, તે કોઇ તપમાં મશગૂલ હતા. આ પ્રમાણે આખીએ શિખરમાળાએ ચેાગી, સંન્યાસી, ઉપાસકા અને સાધકાથી ડગલે અને પગલે ભરાયેલ દેખાતી. અનેક ચેાગીરાજો પાસે પેાતાનાં દુ:ખાની કથની કહેતા આદર્શ મુમુક્ષ્ા સંસાર જીતવાના પ્રયત્ન કરતા.
વિંધ્યાચળ પર્વતની રત્નગિરિ નામની ટેકરી ઉપરથી પ્રભાતસમયે એક યુવાન તપસ્વી જેના સુકેામળ દેહ અને તરી આવતા લાવણ્ય ને શાન્ત મુખમુદ્રા ઉપરથી તે કાઈ ત્યાગી રાજ્યકુમાર વૈરાગ્યવાસિત ભાવનાવડે સંસારત્યાગી બન્યા હાય તેમ દેખાઇ આવતુ હતુ. આ તપસ્વીના ટેકરી ઉપર ચાલવાના પરિચય ન હેાવાના કારણે તેના પગા અસ્થિર રહેતા, છતાં અગમ્ય કારણેાસર આ આત્માભિમુખ મુમુક્ષુએ રાજીખુશીથી સંસાર ત્યાગ કર્યા હતા.
ટેકરીના નીચેના ઢાળાવવાળા માર્ગે ટેકરી ઉપરથી નીચે ઉતરતા અચાનક એને કાને પશુના કરુણ સ્વરે સંભળાયા. અવાજ સાંભળી આ મુમુક્ષુનું હૃદય કરુણામય બન્યું, અને તે ડુંગરતળેટીની નીચેથી જતાં ઘેટાનાં ટોળાંને જોઇ તે તરફ દોડી ગયા. આ ઘેટાંનાં ઢાળામાંથી એક લંગડાતાં ઘેટાના મચ્ચાંને તેના માલીક સાર–મારીને પણ આગળ ચલાવતા હતા.
યુવાને વચમાં પડી ઘેટાનાં ખચ્ચાંને ઊંચકી, પેાતાના પેટસરસા ચાંપી તેના પ્રત્યે પુત્રવત્ પ્રેમ દર્શાયેા. નિર્દોષ ઘેટાનાં બચ્ચાંએ પેાતાના તારણહારની ગાદમાં જતાં જ આક્રંદ કરવું મૂકી દઈ જ્ઞાની આત્મા તરીકે અભયદાન માગતું ન હોય ! તેવી રીતે નીચે ડાક નાખી દઇ શાન્ત પડ્યું.