Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પર
સમ્રાટું સંપ્રતિ આ પ્રસંગે એક એવી ઘટના બની કે જેના અંગે પશુયજ્ઞમાં નિર્દોષ અવા પ્રાણીઓને જે ભેગ અગ્ય રીતે દેવાતું હતું તેમાંથી સદાને માટે નિર્દોષ પ્રાણીઓને અભયદાન મળ્યું.
સુજ્ઞ વાચક, જગતના નિયમ પ્રમાણે જ્યારે જ્યારે પરમ પવિત્ર પૃથ્વી માતા ઉપર ભયંકરમાં ભયંકર પાપાચરણે થાય છે ત્યારે ત્યારે તારણહાર મહાન વિભૂતિઓને અવતારી પુરુષ તરીકે જન્મ થાય છે. તે જ પ્રમાણે આ કાળે મહારાજા શ્રેણિકના રાજ્યાભિષેક નિમિત્તે દેવાતા હજારે નિર્દોષ પશુઓના રક્ષણ મહાન વિભૂતિ ઐતમબુદ્ધને રાજ્યદરબારે અણીના પ્રસંગે એક ત્યાગી ભિક્ષક તરીકે એવી રીતના પ્રતિબંધક તરીકે કુદરતે મોકલી આપ્યા કે જેના અંગે યજ્ઞની પ્રજવલિત થયેલ અગ્નિશિખાઓને પશુહમને બદલે વૃત, શ્રીફળ, આદિથી સંતેષ પમાડી મગધાધિપતિને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી, જેનું વૃત્તાન્ત હવે પછીના પ્રકરણમાં છે.