Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૪૩
બિંબિસારનું દેશાટન આ પ્રમાણે દેશ-પરદેશનાં માણસની આવજાને અંગે બેન્નાતટ નગર વૈભવશાલી અને રંગીલું બન્યું હતું. રાશી બજારો અને વિવિધ પ્રજાના વસવાટનું આ બંદર ભારતના કીર્તિસ્તંભ તરીકે ગણાતું. અનેક નવયુવાને પિતાના ભાગ્ય-પરીક્ષાથે અહિં આવતા. ગોપાળકુમાર ઇદ્રદત શેઠને ત્યાં–
ગેપાળ અને વૃદ્ધ વણિક વેપારી વહાણમાંથી ઊતરતાં, બંદર કિનારે ઊભેલ ઈન્દ્રદત્ત શ્રેણીએ વૃદ્ધ વેપારી સન્મુખ જોઈ પૂછ્યું કે–“કેણ અનરાજછ? કયાંથી? અને કઈ તરફ?” વૃદ્ધ વણિકે જવાબ આપે કે–“ગિરિત્રજથી આવું છું અને હજી આગળ જવું છે.”
સાથે આ યુવાન કોણ છે?” ઇંદ્રદત્ત પુનઃ પ્રશ્ન કર્યો ત્યારે વૃદ્ધ વણિકે જણાવ્યું કે –“શ્રેષ્ટિવર્ય! આ યુવાન સાથે હતું એટલે જ અમે સલામત છીએ. શું તેની વીરતા? આ યુવાને ભાલાના ઘાથી ભયંકર જળઘેડાને દરિયાની તળે બેસાડી અમારું રક્ષણ કર્યું છે. એને અમે જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછે છે.”
ઈન્દ્રદત્ત શેઠે યુવાન સન્મુખ નજર કરતાં તેની આંખો આ મુસાફરીમાં રાજ્યતેજ નિહાળતાં ડરી ગઈ, અને તેને અનરાજ શેઠ સાથે પોતાના મહેમાન થવા આગ્રહ કર્યો. તુરત જ અનરાજ અને ગોપાળ ઇંદ્રદત્ત શેઠને ત્યાં ગયા.
X
તારાકી જતમાં ચંદ્ર છૂપે નહિ, સૂર્ય છૂપે નહિ બાદલ છાયા, રીડ પડે રજપૂત છૂપે નહિ, દાતા છૂપે નહિ મગન ઘર આયા, ચંચળ નારીકે નયન છૂપે નહિ, પ્રીત છૂપ નહિ પૂઠ દીખાયા,
કહત “કબીરા સુણે શાહ અકબર, “કર્મ” છૂપે નહિ ભભૂત લગાયા.” આજે આ શું? ઈન્દ્રદત્ત શેઠની દુકાન ઉપર એકદમ ઘરાકોને દરેડે ક્યાંથી પડવા માંડયો? ઇંદ્રદત્ત શેઠે આટલી બધી ઘરાકી જોઈ આ ભાગ્યાત્માનાં પગલાંને પ્રભાવ ગણી ગોપાળની તેણે સુંદર આગતાસ્વાગતા કરવા માંડી. ગોપાળે. પોતાના પ્રવાસનું કારણું “નોકરીની શેષ” એટલું જ જણાવ્યું. તેના વિનયયુક્ત ઉચ્ચ કેટિના ભાવથી ઈંદ્રદત્ત શેઠ આકર્ષાયા અને ગપાળને સુખેથી પિતાને ત્યાં જ રહી પુત્રતુલ્ય જીવન ગાળવા જણાવ્યું.
ઇંદ્રદત્ત શેઠ આ સમયે લગભગ વૃદ્ધાવસ્થાએ પહેચેલા હતા. તેને સુનંદા નામે અપ્સરાના રૂપને પણ ભૂલાવે તેવી રૂપગુણસંપન્ન એક પુત્રી હતી. આ પુત્રીને ચોસઠ કળાયુક્ત આદર્શ ગૃહિણી ગ્ય સંસ્કારીને શિક્ષણથી વિનીત બનાવી પુત્રના અભાવનું દુઃખ પુત્રીથી સતાવ્યું હતું.
લગભગ ગોપાળ બે વર્ષ ત્યાં રહ્યા હશે તે સમય દરમિયાન ત્યાં આગળ દેવકીનંદ નામના પ્રસિદ્ધ સાર્થવાહનું વહાણ બેન્નાતટ નગરે તેજતરીના જથ્થાની ખરીદી અર્થે આવી