Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૩૪
સમ્રાટું સંમતિ મરિચી નામથો ઉત્પન્ન થયેલ. તેણે પ્રભુ રૂષભદેવ પાસે દીક્ષા લીધી, પરંતુ કુળમદના કારણે ગર્વમાં આવી જઈ, જૈન સાધુનો વેશ મૂકી ત્રિદંડી સ્વરૂપે પ્રસિદ્ધ થયા. શરૂઆતમાં તે પ્રભુ રૂષભદેવના શાસનની તે પ્રરૂપણ કરતા અને જૈન સાધુઓ પ્રત્યે પ્રેમ રાખતા, પરંતુ પાછળથી તેમણે પોતાના પંથની સવિશેષ પ્રરૂપણું કરી અને પરિણામે અનંત સંસાર વધાર્યો.
પ્રભુ રૂષભદેવની પાટપરંપરામાં વિનીતાનગરીને વિષે બીજા અજિતનાથ તીર્થકર થયા. તેમના કાળમાં સગર નામે બીજા ચક્રવતી થયા. તેઓ પિતાના પુત્ર અને બહાળા કુટુંબ પરિવાર સાથે તીર્થયાત્રા કરતાં અષ્ટાપદ પર્વતની પાસે આવ્યા. અષ્ટાપદની યાત્રા કરતાં એનાં ભવ્ય મંદિરો જે પોતાના પૂર્વજોની કીર્તિનું રક્ષણ કરવા સગર-પુત્રએ અષ્ટાપદપર્વતની ફરતી દંડ રત્નથી ખાઈ કરી ગંગા નદીનું પાણી તે તરફ વાળ્યું.
સગરચક્રવતીના પુત્રોના આ કાર્યથી ભુવનપતિના નાગકુમારના ભુવને માં પાણી પડવાથી ખળભળાટ થયે ને પરિણામે નાગકુમારના ઈન્દ્ર (ભુવનેન્વે) પિતાની દષ્ટિજવાળાથી સગરચક્રવર્તીના સર્વ કુમારોને બાળી ભસ્મ કર્યા અને ગંગાને પ્રવાહ એ તે ખળભળાટમય બનાવી મૂક્યો કે જેના પુર-પ્રવાહથી ગામે, ગ્રામ્યજને અને મોટાં મોટાં નગરને ભયંકર નુકસાન થયું. આથી સગર રાજાએ પિતાના પાત્ર ભગીરથને ભુવનેન્દ્રને પ્રસન્ન કરવા, ગંગાતટે ઉગ્ર તપશ્ચર્યા કરવા આજ્ઞા કરી. તેણે ઉગ્ર તપશ્ચર્યાથી ભુવનેન્દ્રને પ્રસન્ન કરી ગંગાજીને પિતાની પાછળ પાછળ લાવી સમુદ્ર સાથે મેળવી દઈ લોકેનું સંકટ દૂર કર્યું, તેમજ પોતાના પિતા તેમજ કાકા વિગેરેને પુનર્જીવન પ્રાપ્ત કરાવ્યું. ત્યારથી ગંગા જાહ્નવી અથવા ભાગીરથીના નામે પ્રસિદ્ધિને પામી.
બીજા તીર્થકર શ્રી અજિતનાથના મેક્ષગમન પછી શ્રી સંભવનાથ નિર્વાણ એમ વિશ તીર્થંકર પર્યન્ત કેટલાએ કાળ ચોથા આરાને પસાર થયે, જેમાં ઐતિહાસિક નેંધવા લાયક આત્મપ્રભાવિક પ્રમાણભૂત વસ્તુઓ ઘણી ય બની ગઈ જેની સાથે ઈતિહાસને સંબંધ ન હોવાથી વશમાં તીર્થકરના સમયકાળથી આપણે જેનગ્રંથોના આધારે ઇતિહાસની નેધ નીચે પ્રમાણે લઈ શકીએ.
આ વિશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી મગધદેશની રાજગૃહી નગરીમાં ઉત્પન્ન થયા. તેમના સમયમાં હસ્તિનાપુર નગરમાં પદ્મનાભ રાજા રાજ્ય કરતું હતું. તેને વિષણુકુમાર અને મહાપદ્ય નામે બે પુત્રો હતા, જેમાં મહાપદ્મ છ ખંડ પૃથ્વીને જીતી નવમા ચક્રવર્તીનું પદ પ્રાપ્ત કર્યું.
શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થકાળમાં સનાતનધર્મપ્રવર્તક રામ, લક્ષમણ, રાવણ આદિ એતિહાસિક મહાપુરુ થયા છે, કે જેના અંગે રામાયણની રચના થઈ છે. વળી તે કાળની રામરાજ્ય તરીકેના સનાતન યુગની નૈધ ખાસ ગ્રંથારૂઢ થઈ છે, એટલું જ નહિ પણ આ અવતારી