Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૩૬
સમ્રાટ્ સંપ્રતિ
થયેલ અવતારી મહાપુરુષ શ્રી રામચ'દ્રજી જેએનું યુદ્ધ રાવણની સાથે થયેલું હતું તેના અંગે આ મહાપુરુષ, ગૈાતમ, વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા સનાતનધર્મના મહાન્ ઋષિઓએ સનાતનધર્મ ના ફેલાવા કર્યો કે જે ચારે દિશામાં વૃદ્ધિને પામ્યા.
યુગાદિ પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવના કાળથી પ્રારંભી ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વ - નાથના કાળ સુધી સનાતનધર્મમાં યજ્ઞાનું બળ વધવા લાગ્યું. સાથેસાથે જૈનધર્મને પાળનારી પ્રજા સનાતનધર્મ પ્રેમી બની. રાજ્યધર્મ તરીકે આ કાળ સુધી જૈનધમે જે સુદર પ્રગતિ કરી હતી તેમાં ઊણપ આવી અને સનાતનધર્મ વધુ પ્રમાણમાં ફેલાવા લાગ્યા.
શ્રી કૃષ્ણ વાસુદેવ જેવા અવતારી મહાપુરુષના જ રાજ્યકુટુંબમાં શ્રી નેમિનાથ જેવા ખાવીશમા તીર્થંકરે જૈન ધર્મના ડંકા વગાડયેા.
ત્યારબાદ પંજાબ અને પાંચાલ દેશના કાંપિલ્યપુર નામના નગરમાં બ્રહ્મદત્ત નામે ભરતખંડના બારમા યાને છેલ્લા ચક્રવતી રાજા થયા, જે છ માસમાં છ ખંડ પૃથ્વી તાએ કરી ભરતક્ષેત્રના છેલ્લા સાર્વભામ બન્યા.