________________
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
હતું. દરિયાઈ વેપારને લીધે બંદર તરીકે પ્રખ્યાત થયું. દેશવિદેશના વેપારીઓ અહીંવેપાર માટે આવતા હતા. હેમચંદ્રાચાર્ય અને હીરવિજયસૂરિ જેવા સંતો, મહંતો તથા કવિઓએ ખંભાતના ઈતિહાસને દીપાવ્યો છે. ખંભાતની જાહોજલાલી અદ્વિતીય હતી. આ નગરી રાધિક મહાપુરુષોથી પરિપૂર્ણ હતી તેમજ તે સમયે તે વિદ્યાનું મથક' હતી. આ નગરી મહાત્મા મુનિઓથી વાસિત હોવાથી કલ્યાણકારી તેમજ ચિત્તને પ્રસન કરનારી હતી. તે સમયે દિલ્હીની ગાદી પર જહાંગીર બાદશાહ હતા અને ખંભાત નગરના ધણી ખુરમ સુબા હતા. જે ન્યાય નીતિમાન હતા. કવિ ઋષભદાસ ખંભાતના વતની હતા. કવિએ પોતાની રાસકૃતિઓમાં પોતાની માતૃભૂમિની મહત્તા અને વિશાળતાનું સુરેખ વર્ણન કર્યું છે. ખંભાતનું સાંસ્કૃતિક વર્ણન: ભરત બાહુબલિરાસ (ઈ.સ. ૧૬રર)માં કવિ કહે છે
જિહાં માનવનો વાસો, પહોંચે સહુ કોની આશો; ભૂખ્યા કો નવિ જાય, ઘરે ઘોડા, ગજ, ગાય. મંદિર મોટાં છે આહિ, બહુ ઋદ્ધિ દીસે છે ત્યાંહિ; ઈદ્ર સરીખા તે લોક, કરતા પાત્રનો પોષો. ઘર ઘર સુંદર નારી, દેખી રંભા એ હારી; વસે વ્યવહારીઆ બહોળા, પહોચે મન તણા ડહોળા. વહાણ વખાર વ્યાપારી, વૃષભ વહેલ તે સારી; સાયર તણાં જળ કાળાં, આવે મોતી પરવાળાં. નગર ગ્રંબાવટી સારો, દુખિયા નર નો આધાર;
નિજ પુર મૂકી આવે, તે અહીં બહુ ધન પાવે. ખંભાત બંદર ગુજરાતનું જનસંખ્યાની દષ્ટિએ અતિગીચ વસ્તીવાળું છે. અહીં વિદેશીઓએ આવીને વસવાટ કર્યો છે. અહીં આવેલા લોકોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અહીં કોઈ નિર્ધન રહેતું નથી, તેમજ કોઈ ભૂખ્યું રહેતું નથી. લોકો મહેનત કરી શ્રીમંત બને છે. તેમના ઘરે ઘોડા, હાથી, અને ગાય જેવું કિંમતી પશુધન પણ હોય છે. અહીં વિશાળ અને ભવ્ય જિનમંદિરો છે. ખંભાત નગરી વૈભવશાળી છે. અહીંના લોકો દેખાવમાં ઈદ્ર જેવા સ્વરૂપવાન છે. અહીંની સ્ત્રીઓ પણ રંભા કરતાં પણ વધુ સ્વરૂપવાન છે. આ નગરી સુશ શ્રાવકોથી અલંકૃત છે, તેમજ ત્યાં ધનવાન શ્રેષ્ઠીઓ વસે છે. તેઓ ગરીબ લોકોને આર્થિક મદદ કરે છે. અતુ ગરીબો શ્રીમંતોની અનુકંપા, સહાયતા અને મીઠી નજર ઈચ્છે છે. તે નગરમાં ઘણાં વહાણો, વખારો, વ્યાપારીઓ અને બળદગાડીઓ છે. ખંભાત નગર ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલું બંદર છે. તે વેપારનું મથક છે. ખંભાત બંદર દરિયાકાંઠે હોવાથી સમુદ્રની લહેરો અને નિર્મળ પાણીથી શોભી રહ્યું છે. ત્યાં મોતી અને પરવાળાંનો વ્યાપાર પણ થાય છે. આવી સમૃદ્ધ નગરીમાં જે મનુષ્ય પોતાનું વતન છોડી વ્યાપાર માટે અહીં