________________
પ્રકરણ - ૨
કવિ ઋષભદાસનું જીવન અને કવત
આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ;
જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ.’’
..
૧૫
વિક્રમના સત્તરમા શતકના પૂર્વાર્ધના ગૃહસ્થ શ્રાવક કવિ ઋષભદાસે ઉપરોક્ત ચૈત્ય વંદનની પ્રસિદ્ધ પંક્તિઓની રચના કરી છે. તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ તરીકે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સત્તરમી સદીના એ ગૃહસ્થ કવિની કૃતિઓ એટલી ઉત્તમ અને ભાવસભર હતી કે સામાન્ય રીતે સાધુ ભગવંતો એ રચેલા સ્તવનો અને સજઝાયો મંદિરો કે ઉપાશ્રયમાં ધાર્મિક અનુષ્ઠાનો બોલતી વખતે બોલાય પરંતુ આપણા ચારિત્રનાયક કવિ ઋષભદાસ અતિ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ ચારિત્ર્યશીલ આત્મા હોવાને કારણે તેમની લખેલી સ્તુતિઓ લગભગ સાડા ત્રણસો વર્ષ પૂર્વે પણ ચૈત્યવંદનની ક્રિયા વખતે બોલાતી હતી. એટલું જ નહિ પરંતુ હાલ વર્તમાન કાળે પણ લોકજીભે ભાવપૂર્વક બોલાય છે. આવા પવિત્ર શ્રાવક કવિનું જીવન ચરિત્ર આ પ્રકરણમાં આલેખન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તે પહેલાં ગુજરાતની સમકાલીન પરિસ્થિતિ વિષે વિચારીએ.
ભારતદેશમાં ગુર્જરદેશ સંસ્કારની દૃષ્ટિએ ગૌરવશાળી ભૂમિ હતી તો નગરીમાં અણહિલપુર પાટણ પ્રતિષ્ઠા પામી શકે તેવી નગરી હતી. ચાવડા વંશના તેજસ્વી અને શૂરવીર રાજકુમાર વનરાજે સં.૮૦૨ માં અણહિલપુર પાટણની સ્થાપના કરી. વનરાજ પછી ચાવડા વંશના છ રાજવીઓ આ પાટણની ગાદીએ આવ્યા. ત્યાર પછી સોલંકી યુગની શરૂઆત થઈ. સોલંકી રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસનકાળમાં ગુજરાતનું ગૌરવ વધ્યું તેમજ હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ અને કુમારપાળ જેવા સમર્થ રાજાઓના કારણે ગુજરાતનું એક એક ગામડું સમૃદ્ધ બન્યું. ચાવડા અને સોલંકી રાજાઓના હાથમાંથી પાટણની ધૂરા લવણપ્રસાદ આદિ છ રાજાઓની સત્તા સુધી અણનમ રહી. ત્યાર પછી કરણ વાઘેલા નામના છેલ્લા રાજાના હાથમાંથી પાટણનું રાજ્ય વિદેશીઓએ ઝૂંટવી લીધું. ધીમે ધીમે પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખીલજી જેવા ધર્માંધ મુસ્લિમોએ પોતાનો પગદંડો જમાવ્યો,, તેથી પ્રાચીન રાજવીઓની કીર્તિગાથા દર્શાવતા સ્થાપત્યો ભસ્મીભૂત થયા.
છ
પાટણ સંવત ૧૩૭૫માં લગભગ નામશેષ બન્યું. ચૌદમી શતાબ્દીમાં આ ભગ્ન પાટણની નજીકમાં નવું પાટણ નિર્માણ થયું. મુસ્લિમ યુગના આ પાટણે ઘણાં તડકા છાયા જોયા. ત્યાર પછી ફરી જૈનત્વનો સુવર્ણયુગ છવાઈ ગયો. ધીમે ધીમે જૈન મંદિરોની સ્થાપના થઈ. આ પાટણની સાથે જ અમદાવાદ, ભરૂચ, સુરત આદિ શહેરો વિકાસ પામી રહ્યા હતા.
ગુર્જરી ભૂમિમાં ખંભાતનું સ્થાન અદ્વિતીય હતું. ગુજરાતનાં પ્રાચીન નગરોમાં તે એક સમૃદ્ધ શહેર