________________
ILL આપૃચ્છા સામાચારી
“કાર્યને વિશે આપૃચ્છા કરવી” એવા આવશ્યકનિર્યુક્તિના વચનો દ્વારા તથા “સાધુ જ્યારે કંઈ પણ કામ કરવાની ઈચ્છાવાળો બને ત્યારે આપૃચ્છા કરે” એવા ચૂર્ણિના વચનો દ્વારા તમામે તમામ કાર્યોમાં આપૃચ્છા કરવાની વિધિ નક્કી થાય છે.
અમે જે આપૃચ્છાના લાભો બતાવેલા કે “ગુરુ વિધિનું કથન કરે, શિષ્યને જ્ઞાનપ્રાપ્તિ થાય...વગેરે” એ લાભો બધે જ નથી થતા. અમુક જ ઠેકાણે થાય છે. અને અમુક ઠેકાણે થનારા એ લાભોનું નિરૂપણ અમે જે કરીએ છીએ એ તો શિષ્યોને એ લાભો સાંભળીને આપૃચ્છા કરવામાં ઉત્સાહ વધે એ માટે છે. એટલે હવે વિવિજ્ઞ=દરેક કાર્યની આપૃચ્છામાં એ પ્રત્યેક ગુણો=લાભો ન દેખાય એટલા માત્રથી તે તે કાર્યોમાં નહિ દેખાતા એ લાભો તે કાર્યમાં આપૃચ્છાની પ્રવૃત્તિ પ્રત્યે પ્રતિબંધક બનતા નથી. અર્થાત્ તે તે કાર્યોમાં એ પ્રત્યેક લાભો ન દેખાતા હોય તો પણ સાધુઓ જિનાજ્ઞા પાલનાદિ મુખ્ય લાભોને નજર સામે રાખીને ત્યાં અવશ્ય આપૃચ્છા કરે જ છે.
આ જ અહીં રહસ્ય છે. ।।૫ગા
આપૃચ્છા સામાચારીનું ગુજરાતી વિવેચન સંપૂર્ણ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૨૧