________________
અને સરળતાથી સમજાય તેવા આશયથી જ એ શ્રુતસ્કંધાની કલ્પના મેં કરી છે. અથવા તે પૂજ્ય અભયદેવસૂરિજીએ પૈાતે જ પુસ્તકાન્તરે એ શ્રુતસ્કંધાની નોંધ લીધી છે, તેથી તેનું અનુકરણ જ મારાથી કરાયુ' છે.
-
આવી મંગલમયી પ્રવૃત્તિમાં મને પ્રેરિત કરનારા મારા કલ્યાણ મિત્રસમા સ્વ. મનસુખલાલ તારાચ'દ મહેતા-અમરેલી નિવાસી તથા શેડ ચંદનમલજી નાગારી છેટી સાદડી મેવાડ નિવાસી ઉપરાંત મલાડ, વરલી તથા મુંબઇના દરેક ટ્રસ્ટી અને ભાગ્યશાળીઓના ઉપકાર ભૂલી શકાય તેમ નથી. સાધના મુદ્રણાલય-ભાવનગરને પણ ભૂલાય તેમ નથી.
મારી સહૃદય વિનંતીને માન્ય કરી પરમ પૂ. જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયકીર્તિ દ્રસૂરીશ્વરજી મ. સાહેબે (લબ્ધિલક્ષ્મણ શિશુ) પ્રેસ મેટરને તથા છપાયેલા ક્ર્માને અક્ષરશઃ જેયા પછી ઉપધાન જેવી પ્રવૃતિમાં ગળાડુબ હોવા છતાં પણ પ્રસ્તાવના લખી મેકલાવી છે તે માટે તેઓશ્રીના ઉપકાર માનવા જો ભૂલી જાઉં તે મારા જેવા કૃતઘ્ર બીજો કેણુ ? મારા માટે એ શબ્દો લખ્યા છે તેમાં તેમની સજ્જનતા, ઉદારતા અને પરોપકારવૃત્તિ સાફ સાફ દેખાઈ આવે છે.
જૈનાચાય શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા., વિજયજીવનરત્નસૂરીશ્વરજી મ. સા., વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા. અને વિજયરૂચકચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના આશીર્વાંદો મેળવ્યા પછી કહીશ કે સારા કાર્યની કદર કરવાવાળાએ પણ હતાં, છે અને રહેશે. તે સૌ આચાય ભગવંતા, પદવીધરો,