________________
३४० ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वलनादीनि 'लोके द्विप्रकाराणि भवन्ति 'द्रव्याणि' वस्तूनि, 'वैडूर्यस्तत्र मणिः अभाव्योऽन्यद्रव्यैः'-काचादिभिरिति गाथार्थः ।। ७३४ ॥ स्यान्मतिः
जीवो अणाइनिहणो, तब्भावणभाविओ अ संसारे ।
खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥ ७३५ ॥ वृत्तिः- 'जीवो'ऽप्येवंभूत एव भविष्यति, न पार्श्वस्थादिसंसर्गेण तद्भावं यास्यतीति, एतच्च असद्, यत:-'जीवः' प्राग्निरूपितशब्दार्थः, स हि 'अनादिनिधनः', अनाद्यपर्यन्त इत्यर्थः, 'तद्भावनाभावितश्च' पार्श्वस्थाद्याचरितप्रमादादिभावनाभावितश्च 'संसारे' तिर्यग्नरनारकामरभवानुभूतिलक्षणे, ततश्च तद्भावनाभावितत्वात् ‘क्षिप्रं' शीघ्रं 'स 'भाव्यते' प्रमादादिभावनया आत्मीक्रियते 'मीलनदोषानुभावेन' संसर्गदोषानुभावेनेति गाथार्थः ।। ७३५ ॥
अंबस्स य निंबस्स य, दोण्हंपि समागयाइं मूलाई ।
संसग्गीएँ विणट्ठो, अंबो निबत्तणं पत्तो ॥ ७३६ ॥ वृत्तिः- अथ भवतो दृष्टान्तमात्रेण परितोषः ततो मद्विवक्षितार्थप्रतिपादकोऽपि दृष्टान्तोऽस्त्येव, श्रृणु, तिक्तनिम्बोदकवासितायां भूमावाम्रवृक्षः समुत्पन्नः, पुनस्तत्र 'आम्रस्य च निम्बस्य च द्वयोरपि 'समागते' एकीभूते 'मूले', ततश्च 'संसक्त्या' सङ्गत्या 'विनष्टः आम्रो निम्बत्वं प्राप्तः', तिक्तफल: संवृत्त इति गाथार्थः ।। ७३६ ॥
અહીં ઉત્તર આપે છે–
દ્રવ્યો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. અન્યના સંગથી અન્ય જેવા બની જાય તે ભાવુક (-ભાવ્ય). અન્યનો સંગ થવા છતાં અન્ય જેવા ન બને તે અભાવુક (-અભાવ્યો. આમ્રવૃક્ષ વગેરે ભાવુક દ્રવ્યો છે. નલસ્તંબવૃક્ષ વગેરે અભાવુક દ્રવ્યો છે. વેડૂર્યમણિ અન્ય કાચ વગેરેથી ભાવિત ન કરી શકાય તેવો અભાવુક દ્રવ્ય છે.
કદાચ કોઈને વિચાર આવે કે જીવ પણ અભાવુક જ હશે, જેથી પાસત્થા આદિના સંગથી પાસત્થા આદિ જેવો નહિ બની જાય, પણ તેમ નથી. કારણ કે જીવ અનાદિ અનંત છે, અને સંસારમાં રહેલ જીવ પાસત્થા આદિના સંગથી પાસત્થા આદિએ આચરેલ પ્રમાદાદિ ભાવોથી ભાવિત બને છે, આથી તે સંસર્ગદોષના પ્રભાવથી જલદી પ્રમાદાદિ ભાવોથી ભાવિત કરાય છે. હવે બીજી વાત. તમને માત્ર દૃષ્ટાંતથી સંતોષ થાય છે. એથી જેમ તમારા વિવક્ષિત અર્થને સાધક દૃષ્ટાંત તમારી પાસે છે, તેમ અમારા વિવક્ષિત અર્થનો સાધક દાંત પણ અમારી પાસે છે જ. તે દષ્ટાંત તમે સાંભળો. કડવા લીમડાના પાણીથી વાસિતભૂમિમાં આમ્રવૃક્ષ ઉત્પન્ન થયું, એ બંને વૃક્ષનાં મૂળિયાં ભેગાં થયાં. તેથી આંબો લીમડાના સંગથી કડવો = કડવા ફલવાળો थयो. [७३४-७३५-७३६]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org