________________
५७० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'कालोचितगुणरहितः' सन् 'यश्च स्थापयति' गणधरशब्दं, 'तथा निविष्टमपि' सन्तं 'नानुपालयति सम्यगे'नमेव 'विशुद्धभावः' सन् 'स्वशक्त्या', सोऽपि महापाप इति गाथार्थः ॥ १३२० ॥
આ ગુણો જેનામાં ન હોય તેને, જે સાધુ-સાધ્વીનો ગચ્છ સોંપે છે ગચ્છાધિપતિપદ અથવા પ્રવર્તિનીપદ (= મહત્તરિયાપદ) આપે છે, અને જે (અયોગ્ય હોવા છતાં) યશની ઈચ્છાથી તેનો સ્વીકાર કરે છે, તે આજ્ઞાભંગ (અનવસ્થા, મિથ્યાત્વ, સંયમવિરાધના) વગેરે દોષો પામે છે. [૧૩૧૮] જે ગણધર શબ્દને ગૌતમસ્વામી આદિ મહાપુરુષોએ ધારણ કર્યો છે, તે ગણધરશબ્દને જાણવા છતાં અયોગ્યમાં સ્થાપે છે, અર્થાત્ અયોગ્યને ગણધર બનાવે છે, તે મહાપાપી મૂઢ છે. [૧૩૧૯] કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે ગણધરશબ્દને પોતાનામાં મૂકાવે છે, અને લીધેલા પણ ગણધરપદને જે વિશુદ્ધભાવથી સ્વશક્તિ મુજબ પાળે નહિ, તે પણ મહાપાપી છે. [૧૩૨૦]
एव पवत्तिणिसद्दो, जो वूढो अज्जचंदणाईहिं ।
जो तं ठवइ अपत्ते, जाणंतो सो महापावो ॥ १३२१ ।। वृत्तिः- ‘एवं प्रवर्त्तिनीशब्दः' आर्यामधिकृत्य 'यो व्यूढः आर्याचन्दनाद्याभिः' प्रवर्त्तिनीभिः 'यस्तं स्थापयत्यपात्रे जानानः' सन् ‘स महापापः'-तद्विराधक इति गाथार्थः ॥ १३२१ ॥
कालोचिअगुणरहिआ, जा अ ठवावेइ तह णिविटुंपि ।
णो अणुपालइ सम्म, विसुद्धभावा ससत्तीए ॥ १३२२ ॥ वृत्तिः- 'कालोचितगुणरहिता' सती'या च स्थापयति' प्रवर्तिनीशब्द तथा निविष्टमपि' सन्तं 'नानुपालयति सम्यगे'नमेव विशुद्धभावा' सती स्वशक्त्या' साऽवि महापापेति गाथार्थः ।। १३२२ ।।
એ પ્રમાણે જે પ્રવર્તિની શબ્દ શ્રીચંદના વગેરે ઉત્તમ સાધ્વીઓએ ધારણ કર્યો છે, તે પ્રવર્તિની શબ્દને જાણવા છતાં અયોગ્યમાં સ્થાપે છે, અર્થાત્ અયોગ્યને પ્રવર્તિની બનાવે છે, તે મહાપાપી છે-પ્રવર્તિની પદનો વિરાધક બને છે. [૧૩૨૧] કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે પ્રવર્તિની શબ્દને પોતાનામાં મૂકાવે છે, અને લીધેલા પણ પ્રવર્તિની પદને જે વિશુદ્ધભાવથી સ્વશક્તિમુજબ પાળે નહિ, તે પણ મહાપાપિણી છે. [૧૩૨૨] इहैव दोषमाह
लोगम्मि अ उवघाओ, जत्थ गुरु एरिसा तहिं सीसा ।
लट्ठयरा अण्णेसिं, अणायरो होइ अ गुणेसु ॥ १३२३ ॥ वृत्तिः- ‘लोके चोपघातो' भवत्येतत्स्थापने,'यत्र गुरुवः 'ईदृशा' अनाभोगवन्त: 'तत्र शिष्याः 'लष्टतराः' शोभनतरा इत्यतिशयवचनम्, एवं च क्रियमाणे ऽन्येषां' प्राणिनां 'अनादरो भवति च गुणेषु' गणधरादिसम्बन्धिषु, तदभावेऽपि तत्पदसिद्धेरिति गाथार्थः ।। १३२३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org