________________
૬૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'यत्पुनरपरिशुद्धं' समयनीत्या 'मृन्मयघटतुल्यम'सारं हि 'तज्ज्ञेयं फलमात्रसाधकमेव' यथाकथञ्चित्, 'न सानुबन्धं शुभफले' तदितरवदिति गाथार्थः ॥ १६०७ ॥
અન્ય ભાવના કહે છે–
તે જ પ્રમાણે પ્રવચનના સારભૂત સૂક્ષ્મ પદાર્થોને શાસ્ત્રોક્ત વિધિથી વિચારે. એ સૂક્ષ્મપદાર્થો (નું ચિંતન) પ્રશસ્ત ભાવના જનક છે. એ સૂમપદાર્થો (ના ચિંતન)થી અકરણનિયમ અને અનુબંધહાસ એ બે શુદ્ધ ફલોની પ્રાપ્તિ થાય છે. [૧૬૦૪] (અકરણનિયમ વિષે કહે છે.) (Vરસાવદ્યાવિનયન =) બીજાઓ પાપમાં પાડવાનો પ્રયત્ન કરે છતાં, પ્રશસ્ત ભાવનાઓના ચિંતનથી પાપનો જે સ્વયં ત્યાગ થાય = પાપ ન કરવામાં આવે, પ્રશસ્ત ભાવનાઓની પ્રધાનતાવાળો તે પાપત્યાગ અકરણનિયમનો = પાપ અકરણનો (પાપત્યાગનો) અવંધ્ય હેતુ છે. (પાપનો ત્યાગ કર્યા પછી આપત્તિમાં પણ તે પાપ ન કરવું એને અકરણનિયમ કહેવાય છે.) [૧૬૦૫] (અનુબંધહાસ વિષે કહે છે.) જે અનુષ્ઠાન (સમયશુદ્ધચી =) શાસ્ત્રની શુદ્ધિથી અર્થાત્ શુદ્ધશાસ્ત્રમાં વિહિત હોવાથી, પરિશુદ્ધ છે, પૂર્વાપર યોગથી સંગત છે, અર્થાત્ ત્રિકોટિથી પરિશુદ્ધ છે, તે અનુષ્ઠાન સુવર્ણ ઘટ સમાન છે અને (એથી) નિયમા સદાય ઈષ્ટફલવાળું = મોક્ષની સાધનાના અનુબંધ (= પરંપરા) વાળું છે. (આવા અનુષ્ઠાનથી શુભફલના અનુબંધની વૃદ્ધિ થાય છે અને અશુભફળના અનુબંધનો હ્રાસ થાય છે.) [૧૬૦૬] પણ જે અનુષ્ઠાન શાસ્ત્રનીતિથી અપરિશુદ્ધ છે, તે અનુષ્ઠાન માટીના ઘડા સમાન અસાર જાણવું. આ અનુષ્ઠાન ગમે તે રીતે માત્ર ફળસાધક છે, શુદ્ધ અનુષ્ઠાનની જેમ શુભફલના અનુબંધવાળું નથી. [૧૬૦૭] ૧. કર્મનો બંધ અને અનુબંધ એ બેમાં અનુબંધનું જ મહત્ત્વ વધારે છે. કર્મનો બંધ અનુબંધ સહિત હોય તો જ તેનું મહત્ત્વ છે, અનુબંધ
રહિત કર્મબંધનું મહત્ત્વ નથી. જીવનો સંસાર કર્મબંધના અનુબંધથી ચાલે છે, કર્મબંધથી નહિ. સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાયઃ દરેક જીવે અનંતવાર શુભકર્મનો બંધ કર્યો છે, પણ તે બંધ અનુબંધ રહિત કર્યો. અશુભ કર્મનો બંધ અનુબંધ સહિત કર્યો. આથી જ સંસારનો અંત ન આવ્યો. પણ જો અશુભકર્મનો અનુબંધ તૂટી જાય અને શુભ કર્મનો અનુબંધ થાય તો જીવ થોડા જ કાળમાં મોક્ષમાં જતો રહે. માટે જ મહાપુરુષો કહે છે કે- કર્મોના અનુબંધવાળા આ સંસારમાં મનુષ્યભવ પામીને કર્મનો સર્વથા નાશ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ, એમ કરવાથી જ મનુષ્યભવ સફલ બને છે. કદાચ પ્રબળ કપાયાદિ દોષોના કારણે કર્મનો સર્વથા નાશ ન થઈ શકે તો પણ અશુભ કર્મના અનુબંધનો નાશ થાય અને શુભ કર્મનો (પુણ્યાનુબંધી પુણ્યનો) અનુબંધ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ.
અશુભ કર્મનાઅનુબંધનો નાશ અને શુભકર્મનો અનુબંધજિનાજ્ઞાપૂર્વક કરેલાં અનુષ્ઠાનોથીજ થાય. માટે જ અહીં“શાસ્ત્રની શુદ્ધિથી, પરિશુદ્ધ અને ત્રિકોટિથી પરિશુદ્ધ (અર્થાતુ જિનાજ્ઞાપૂર્વક થતું) અનુષ્ઠાન સુવર્ણપટ સમાન છે અને મોક્ષની સાધનાના અનુબંધવાળું છે,” એમ કહ્યું, અને “શાસ્ત્રની શુદ્ધિથી રહિત (અર્થાતુ જિનાજ્ઞાથી રહિત) અનુષ્ઠાન માટીના ઘડા સમાન અસાર છે” એમ કહ્યું.
જેમ માટીનો ઘડો ભાંગે તો નકામો જાય છે, પણ સોનાનો ઘડો ભાંગે તો પણ નકામો જતો નથી. કેમ કે સુવર્ણનો ભાવ ઉપજે છે. અથવા તેને સાંધીને ઉપયોગમાં લઈ શકાય છે, તેમ જિનાજ્ઞાપૂર્વક થતું અનુષ્ઠાન કદાચ તેવા પ્રકારના કર્મોદયથી ભગ્ન થઈ જાય તો પણ અનુષ્ઠાન કરવાનો ભાવ જતો નથી.
“અનુષ્ઠાન ભગ્ન બને તો પણ તેનો ભાવ જતો નથી” એ વિષયની ઘટના ત્રણ રીતે થઈ શકે છે : (૧) સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગ્દર્શનથી રહિત બને તો પણ ક્યારે ય કર્મના ઉત્કૃષ્ટ રસનો અને (સાત કર્મોની) અંત:કોડાકોડિ
સાગરોપમથી અધિક સ્થિતિનો બંધ થતો નથી. આનો અર્થ એ થયો કે ઉત્કૃષ્ટ રસ બંધ-સ્થિતિ બંધની નિવૃત્તિ રૂ૫ ભાવ
જતો નથી. તથા એ આત્મા ભવિષ્યમાં શુભ આલંબન વગેરેનો યોગ થતાં અવશ્ય ફરી સમ્યકત્વ પામે છે. (૨) સર્વવિરતિ કે દેશવિરતિને પામેલો જીવ તેવા પ્રકારના કર્મોદયથી સર્વવિરતિ કે દેશવિરતિની ક્રિયાથી સર્વથા રહિત બને,
તો પણ સમ્યગ્દર્શન ગુણ હોવાથી સર્વવિરતિ કે દેશવિરતિની ક્રિયા કરવાના ભાવ જતા નથી. (૩) સાધુ વગેરે તેવા પ્રકારના કર્મોદયથી શાસ્ત્રવિહિત અમુક અમુક ક્રિયા ન કરી શકે તો પણ તે ક્રિયા કરવાનો ભાવ જતો
નથી. ક્રિયા ન કરી શકવા બદલ તેના હૃદયમાં અપાર દુઃખ હોય છે.
પ્રયત્ન કરવો જોઈએ
સની દિથી જિનાલાપૂર્વકથા) નાક કરેલાં અનુષ્ઠાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org