Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 367
________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાદપોપગમન (અનશન)માં સમભાવના કારણે સર્વત્ર (દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં) અનાસક્ત તે મહાત્માનિર્જીવ ભૂમિમાં શ૨ી૨દંડની જેમ લાંબુ રહે તેવી સ્થિતિમાં રહીને જીવનપર્યંત (હાલવું, પડખું ફેરવવું વગેરે) કોઈ ચેષ્ટા કર્યા વિના વૃક્ષની જેમ સ્થિર રહે છે, યાવત્ ઉન્મેષ વગેરે પણ ન કરે, અર્થાત્ આંખની પાપણો પણ ન હલાવે. [૧૬૧૭] મોક્ષનું શ્રેષ્ઠ કારણ એવા આ અનશનને પ્રાયઃ પ્રથમસંધયણવાળા જ અને શુભ ભાવવાળા જ મહાપ્રતાપી ઋષિઓ સ્વીકારે છે, બીજાઓ નહિ. [૧૬૧૮] પ્રસ્તુત વિષયના અનુસારે અહીં આ નિર્વ્યાધાત પાદપોપગમન અનશન કહ્યું. બીજું 'સવ્યાઘાત પણ પાદપોપગમન હોય છે એમ વીતરાગ ભગવંતોએ શાસ્ત્રમાં કહ્યું છે. [૧૬૧૯] કોઈ ગીતાર્થ સિંહ વગેરેથી પરાભવ પામે ત્યારે સ્થિર ચિત્તવાળા બનીને આયુષ્યના ઉપક્રમને જાણીને જો આયુષ્ય પહોંચતું હોય-થોડુંક અધિક હોય તો પાદપોપગમન અનશન કરે છે. [૧૬૨૦] તેવું સંઘયણ ન હોવાના કારણે જે સાધુ આ પ્રમાણે પાદપોપગમન કરવાને સમર્થ ન હોય તે પોતાના આયુષ્ય પ્રમાણે થોડો કાલ સંલેખના કરીને, [૧૬૨૧] મનને સંવેગથી ભાવિત બનાવીને, આલોચનાથી આત્માને નિઃશલ્ય કરીને, પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રોક્તવિધિથી ઇંગિતમરણ કે ભક્તપરિજ્ઞાને કરે.[૧૬૨૨] इंगिणिमरणविहाणं, आपव्वज्जं तु विअडणं दाउ । संलेहणं च काउं, जहासमाही जहाकालं ॥ १६२३ ॥ ૬૬૦ ] वृत्ति:- 'इङ्गितमरणविधानमे 'तद्-' आप्रव्रज्यमेव' प्रव्रज्याकालादारभ्य 'विकटनां कृत्वा संलेखनां च कृत्वा यथासमाधि' द्रव्यतो भावतश्च 'यथाकालमि 'ति गाथार्थः ॥ १६२३ ॥ पच्चक्खड़ आहारं चउव्विहं णियमओ गुरुसमीवे । इंगिअदेसम्म तहा, चिट्ठपि हु इंगिअं कुणइ ॥ १६२४ ॥ વૃત્તિ:- ‘પ્રત્યાઘ્યાતિ ‘આહારમ્’ ઞશનાવિ ‘ચતુર્વિધ નિયમતો', 1 ત્રિવિધ, ‘ગુરુસમીપે, કૃતિવેશે તથા પરિમિતાં‘વેણમપીડિતાં રોતીતિ' ગાથાર્થ: ॥ ૧૬૨૪ ।। उव्वत्तइ परिअत्तइ, काइअमाईसु होइ उ विभासा । किच्वंपि अप्पणच्चिअ, जुंजइ नियमेण धिइबलिओ ॥ १६२५ ॥ वृत्ति:- 'उद्वर्त्तते परावर्त्तते' कायेन, 'कायिक्यादिषु भवति विभाषा', प्रकृतिसात्म्यात् करोति वा न वा 'कृत्यमप्यात्मनैव युङ्क्ते' उपधिप्रत्युपेक्षणादि 'नियमेन धृतिबली' स भगवानिति गाथार्थः ।। १६२५ ।। भत्तपरिणावि हु, आपव्वज्जं तु विअडणं देइ । पुव्वि सीअलगोऽवि हु, पच्छा संजायसंवेगो ॥ १६२६ ॥ ૧. પાદપોપગમનના નિર્વ્યાઘાત અને સવ્યાઘાત એમ બે ભેદ છે. વ્યાઘાતથી રહિત હોય તે નિર્વ્યાઘાત. વ્યાઘાતથી સહિત હોય તે સવ્યાઘાત. વ્યાઘાત એટલે નાશ, અર્થાત્ વ્યાધિ, વિદ્યુત્પાત, સર્પદંશ, સિંહનો ઉપદ્રવ વગેરેથી આયુષ્યનો જલદી નાશ તે વ્યાઘાત છે. આવા વ્યાઘાતના કારણે થતું પાદપોપગમન સવ્યાઘાત છે, વ્યાઘાત વિના થતું પાદપોપગમન નિર્વ્યાઘાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402