________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ ૬૮૨
[૧૬૮૩] અહીં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે- સંકિલષ્ટ ચિત્ત વગેરે દોષવાળો સાધુ કેવી રીતે થાય ? અહીં ઉત્તર આ પ્રમાણે છે- તેવો જીવ પણ પ્રાયઃ ગુરુકર્મપરિણતિથી સાધુ થાય છે અને મોટા ભાગે દ્રવ્ય સાધુ હોય છે. [૧૬૮૪] આનું જ સમર્થન કરે છે- ગુરુકર્મથી પ્રમાદ થાય છે, પ્રમાદ અતિશય ભયંકર છે. કારણ કે પ્રમાદથી બીજાઓ તો ઠીક, અનેક ચૌદ પૂર્વધરો પણ અનંતકાય વનસ્પતિમાં (= નિગોદમાં) વસે છે=ઉત્પન્ન થાય છે. [૧૬૮૫] તથા યથાવસ્થિત પદાર્થોનો બોધ કરાવનારું જ્ઞાન કષ્ટથી પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન મેળવ્યા પછી “આ આ પ્રમાણે જ” એવી ભાવના (= શ્રદ્ધા) કષ્ટથી થાય છે, અને ભાવિતમતિ પણ જીવ કોઈ રીતે કર્મપરિણતિના કારણે કષ્ટથી શબ્દ આદિ વિષયોથી વિરાગ પામે છે–શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્તિ અટકાવે છે. કારણ કે વિષયોમાં પ્રવૃત્તિ (અનાદિ કાલથી) આત્મસાત્ થઈ ગઈ છે. (અહીં ક્રમશઃ જ્ઞાન-શ્રદ્ધા-ચારિત્રની દુર્લભતા વર્ણવી છે.) [૧૬૮૬]
एवं गुरुकर्म्मपरिणतेः क्लिष्टचित्तादिभावोऽविरुद्धः, द्रव्यश्रमणमाह
अने उ पढमगं चिअ चरित्तमोहक्खओवसमहीणा । पव्वइआ ण लहंती, पच्छावि चरित्तपरिणामं ॥ १६८७ ॥
वृत्ति:- 'अन्ये तु प्रथममेव ' - आदित एवारभ्य चारित्रमोहनीययक्षयोपशमहीना: ', चारित्रमन्तरेणैव 'प्रव्रजिताः', द्रव्यत एवम्भूताः सन्तो 'न लभन्ते पश्चादपि' तत्रैव तिष्ठन्त‘શ્ચારિત્રપરિણામ' પ્રવ્રખ્યાસ્વતત્ત્વ-રૂપમિતિ ગાથાર્થ: ।। ૧૬૮૭ ||
एतदेवाह -
मिच्छद्दिट्ठीआवि हु, केई इह होंति दव्वलिंगधरा ।
तास कहण हुंती, किलिट्ठचित्ताइआ दोसा ॥। १६८८ ॥
वृत्ति:- 'मिथ्यादृष्टयोऽपि', अपिशब्दादभव्या अपि, 'केचनेह' - लोक शासने वा भवन्ति ‘દ્રવ્યતિકૃદ્યારિળો’-વિડમ્બન્નાયા:, ‘તત્' તસ્માત્ ‘તેષામે 'વધ્રૂતાનાં ‘થં ન મન્તિ ?', भवन्त्येव, 'क्लिष्टचित्तादयो दोषाः ' प्रागुपन्यस्ता इति गाथार्थः || १६८८ ॥
આ પ્રમાણે ગુરુકર્મપરિણતિના કારણે (દ્રવ્યસાધુઓમાં) ક્લિષ્ટ ચિત્તાદિ ભાવો વિરુદ્ધ નથી. દ્રવ્યસાધુનું
વર્ણન કરે છે—
બીજાઓ તો પ્રારંભથી જ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી રહિત = ચારિત્રના પરિણામ વિના જ દીક્ષિત થાય છે, દ્રવ્યથી દીક્ષિત બનેલા તે પછી પણ ત્યાં જ (દ્રવ્યચારિત્રમાં જ) રહે છે, પ્રવ્રજ્યાના સ્વતત્ત્વ રૂપ ચારિત્રપરિણામને પામતા નથી. [૧૯૮૭] આ જ કહે છે- લોકમાં કે શાસનમાં કોઈ મિથ્યાદષ્ટિઓ અને અભવ્યો પણ મોટા ભાગે લિંગની વિડંબના કરનારા દ્રવ્યલિંગધારી થાય છે. તેથી આવા તેમને પૂર્વે કહેલા ક્લિષ્ટચિત્ત વગેરે દોષો કેમ ન હોય ? હોય જ. [૧૬૮૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org