________________
૬૬૬ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
છે, બીજાની વાત દૂર રહી, પણ પોતાના ગુરુને જાણવા છતાં (ભોજનાદિના) દાન વગેરેથી તૃપ્ત કરતા નથી, તથા તે અત્યંત કૃતકૃત્ય જ છે, આ પ્રમાણે બોલવું એ કેવલીનો અવર્ણવાદ છે. અતિનિષ્ઠિતાર્થ = અત્યંત કૃતકૃત્ય એ શબ્દ લૌકિક ગર્હાનો સૂચક છે.
(કેવલી માટે આ પ્રમાણે બોલવું યોગ્ય નથી. કારણ કે) અભવ્યોને અને કોરડુ મગ સમાન ભવ્યોને કોઈથી પ્રતિબોધ પમાડી શકાતો નથી. કારણ કે તેમને પ્રતિબોધ પમાડવાનો કોઈ ઉપાય નથી. આથી કેવલી બધાને પ્રતિબોધ પમાડી શકતા નથી, આથી જ બધાને એકસરખો ઉપદેશ આપતા નથી, કેવલી ગુણોથી ગુરુથી પણ મહાન હોવાથી ગુરુને (સેવાદિથી) તૃપ્ત કરતા નથી, કેવલી વાસ્તવિક કૃતકૃત્ય છે. તેથી તેઓને હવે ગુરુસેવાદિ કંઈ કરવાનું હોતું નથી. [૧૬૩૮] धर्माचार्यावर्णमाह
जच्चाईहिं अवणं, विहसइ वट्टइ णयावि उववाए ।
अहिओ छिद्दप्पेही, पगासवाई अणणुलोमो ॥। १६३९ ॥ दारं ॥
વૃત્તિ:- ‘નાત્યાવિમિઃ' સદ્ધિસદ્ધિર્વા ‘અવર્ણમ્' અશ્વાયારૂપું ‘વિમાષત' અનેધા દ્રવીતિ, ‘વર્ત્તતે ન ચાવ્યુપપાતે'-ગુરુસેવાવૃત્તાં, તથા ‘અહિત: છિદ્રપ્રેક્ષી' ગુરોરેવ, ‘પ્રાણવાની' सर्वसमक्षं तद्दोषवादी, 'अननुलोम:' प्रतिकूल इति धर्म्माचार्यावर्णवादः, जात्यादयो ह्यकारणमत्र, गुणाः कल्याणकारणं, गुरुपरिभवाभिनिवेशादयस्त्वतिरौद्रा इति गाथार्थः ॥ १६३९ ॥
.
ધર્માચાર્યના અવર્ણવાદને કહે છે—
શુદ્ધજાતિ, શુદ્ધકુલ વગેરે ન હોય કે હોય તો પણ અનેક રીતે આચાર્યનો જાતિ-કુલ વગેરે સંબંધી અવર્ણવાદ બોલે, ગુરુસેવા કરવાની વૃત્તિ ન હોય, ગુરુનું અહિત કરે (= અનુચિત કરે), ગુરુના દોષો જુએ, સર્વ સમક્ષ ગુરુના દોષો કહે, ગુરુ પ્રત્યે પ્રતિકૂલ વર્તે, આ પ્રમાણે ધર્માચાર્યનો (ગુરુનો) અવર્ણવાદ છે. અહીં જાતિ, કુલ વગેરે કલ્યાણનું કારણ નથી, ગુણો કલ્યાણનું કારણ છે. ગુરુનો પરાભવ કરવાનો રસ વગેરે દોષો અત્યંત ભયંકર છે. [૧૬૩૯]
साध्ववर्णमाह
अविसहणा तुरियगई, अणाणुवित्ती अ अवि गुरूणंपि ॥ खणमित्तपीइरोसा, गिहिवच्छलगा य संचइआ ॥। १६४० ॥ दारं ॥
वृत्ति:- 'अविषहणा: ' न सहन्ते कस्यचिद् अपि तु देशान्तरं यान्ति, ' अत्वरितगतयो'
૧. શિષ્ય કેવલી બની જાય તો ગુરુને આહાર-પાણી લાવી આપવા વગેરે રીતે ગુરુની ભક્તિ ન કરે. આથી અહીં ‘ગુરુને તૃપ્ત કરતા નથી' એમ કહ્યું છે.
૨. અર્થાત્ અહીં ‘કૃતકૃત્ય' શબ્દ ગર્હ અર્થમાં છે. જેમ કોઈ શ્રીમંત પોતાના ગરીબ સગાને ત્યાં ન જાય તો ગરીબ સગો તેને કહે છે કે- તમે હવે બહુ મોટા માણસ થઈ ગયા એટલે અમારા ધરે ક્યાંથી આવો ? અહીં બહુ મોટા માણસ થઈ ગયા એ ગર્હા=વ્યંગ અર્થમાં છે. તેમ અહીં કેવલી ‘કૃતકૃત્ય થઈ ગયા’ એથી હવે તેમને બીજાની જરૂર શી છે ? જેથી ગુરુ વગેરેને ભોજનાદિથી તૃપ્ત કરે, એમ ગર્હ અર્થમાં કૃતકૃત્ય શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org