Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 331
________________ ૬૨૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વેદવારને આશ્રયીને કહે છે જિનકલ્પના સ્વીકારના કાલે સ્ત્રીવેદ સિવાય, પુરુષવેદ કે નપુંસકવેદ એ બેમાંથી કોઈ એક વેદ હોય. આ વેદ શુદ્ધ અસંક્લિષ્ટ હોય. પૂર્વમતિપત્ર તો અધ્યવસાયભેદથી વેદ સહિત હોય કે વેદ રહિત પણ હોય. [૧૪૯૭] ઉપશમશ્રેણીમાં જ વેદનો ઉપશમ થતાં તે વેદરહિત થાય, નહિ કે વેદનો ક્ષય થતાં. કારણ કે જિનકલ્પીને તે જન્મમાં કેવલજ્ઞાનની પ્રતિષેધ છે. (વેદનો ક્ષય થતાં અવશ્ય કેવલજ્ઞાન થાય.) [૧૪૯૮] कल्पद्वारमधिकृत्याह ठिअमट्ठिए अ कप्पे, आचेलक्काइएसु ठाणेसुं । सव्वेसु ठिआ पढमो, चउ ठिअ छसु अद्विआ बिइओ ॥ १४९९ ॥ वृत्ति:- ‘स्थितेऽस्थिते च कल्पे' एष भवति, न कश्चिद्विरोधः, अनयोः स्वरूपमाह‘મવેત્તવયવસ્થાનેષુ' વસ્યાખન્નક્ષng‘સર્વેy' શસ્વ‘સ્થિતા પ્રથમ તિ સ્થિતત્ત્વ, 'चतुर्पु स्थिता' इति शय्यातरराजपिण्डकृतिकर्मज्येष्ठपदेषु स्थिताः मध्यमतीर्थकरसाधवोऽपि 'षट्सु अस्थिताः'-आचेलक्यादिष्वनियमवन्त इति 'द्वितीय:'-अस्थितकल्प इति गाथार्थः ॥ १४९९ ॥ કલ્યદ્વારને આશ્રયીને કહે છે જિનકલ્પી સ્થિત અને અસ્થિત એ બંને કલ્પમાં હોય. આમાં કોઈ વિરોધ નથી. બંને કલ્પનું સ્વરૂપ કહે છે. જેમનાં લક્ષણો હવે કહેવાશે તે આચેલક્ય વગેરે દશેય સ્થાનોમાં પહેલા અને છેલ્લા જિનના સાધુઓ સ્થિત (= નિયત) હોવાથી તેમનો કલ્પ સ્થિતકલ્પ છે. મધ્યમ તીર્થકરોના સાધુઓ પણ શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ અને જયેષ્ઠ પદ એ ચારમાં સ્થિત (= નિયત) હોય છે, પણ આચેલક્ય વગેરે છ માં અસ્થિત (= અનિયત) હોવાથી તેમને કલ્પ અસ્થિત કલ્પ છે. [૧૪૯૯]. स्थानान्याह आचेलक्कु देसिअसिज्जायर रायपिंड किइक"म्मे । वय जिट्ट पडिक्कमणे , मा संपज्जोसवण'"कप्पे ॥१५०० ॥ वृत्तिः- 'आचेलक्यौद्देशिकशय्यातरराजपिंडकृतिकर्माणि' पञ्च स्थानानि, तथा 'व्रतज्येष्ठप्रतिक्रमणानि' त्रीणि, 'मासपर्युषणाकल्पौ' द्वे स्थाने इति गाथार्थः ॥ १५०० ।। તે (આચારનાં) સ્થાનોને કહે છે– આચેલક્ય, ઔદેશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણા એ દશ (આચારનાં) સ્થાનો છે. [૧૫૦૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402