Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
६४६ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
જ સમજવો, અશુદ્ધ નહિ. અહીં સ્વ-પરનો ઉપકાર શુદ્ધ જ ઈષ્ટ છે, માટે જ શાસ્ત્રમાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પ વિહારનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. [૧૫૬૮] પોતાને થયેલું અજાતકલ્પ અને અસમાપ્તકલ્પ વિહારનું સ્મરણ ગ્રંથકાર અહીં કહે છે- વીતરાગ ભગવંતોએ અગીતાર્થોના (કે ગીતાર્થની નિશ્રા વિનાના સાધુઓના) વિહારને અજાતકલ્પ કહ્યો છે, તથા શેષકાળમાં પાંચ સાધુઓથી ઓછા અને ચોમાસામાં સાત સાધુઓથી ઓછા સાધુઓના વિહારને અસમાપ્તકલ્પ કહ્યો છે. [૧૫૬૯] પ્રતિષિદ્ધનો ત્યાગ કરનારા સાધુઓનો સ્થવિરવિહાર શુદ્ધ હોય. પ્રતિષિદ્ધનું સેવન કરવામાં સંસારની અતિશય વૃદ્ધિ કરનાર આજ્ઞાભંગરૂપ દોષ થાય. [૧૫૭૦] અહીં પ્રાસંગિક વિસ્તાર આટલો બસ છે. બુદ્ધિમંત પુરુષે આ પ્રમાણે ઉક્તનીતિથી સ્વવિષયમાં નિયત થયેલી બંનેની પ્રધાનતા જાણવી, અર્થાત્ પોતપોતાના વિષયમાં બંને પ્રધાન છે. [૧૫૭૧]
अब्भुज्जयमरणं पुण, अमरणधम्मेहिं वण्णिअं तिविहं । पायवइंगिणिमरणं, भत्तपरिण्णा य धीरेहिं ॥। १५७२ ॥
वृत्ति:- 'अभ्युद्यतमरणं पुनः 'अमरणधर्म्मभिः ' तीर्थकरें वर्णितं त्रिविधं, पादपेङ्गितमरणं भक्तपरिज्ञा च, धीरैः' अमरणधर्म्मभिरिति गाथार्थः ॥ १५७२ ॥
संलेहणापुरस्सर- मेअ पाएण वा तयं पुव्विं ।
वोच्छं तओ कमेणं, समासओ उज्जयं मरणं ॥ १५७३ ॥
वृत्ति:- 'संलेखनापुरस्सरमेतत् प्रायशः', पादपविशेषं मुक्त्वा, 'ततो पूर्वं वक्ष्ये' संलेखनां, 'ततः क्रमेणोक्तरूपेण 'समासतोऽभ्युद्यतमरणं' वक्ष्य इति गाथार्थः ॥ १५७३ ॥ સંલેખના
ધીર તીર્થંકરોએ અભ્યુદ્યત મરણ પાદપોપગમન, ઇંગિતમરણ અને ભક્તપરિજ્ઞા એમ ત્રણ પ્રકારનું કહ્યું છે. [૧૫૭૨] પાદપોપગમન વિના અભ્યુદ્ઘત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક હોય છે, માટે પહેલાં સંલેખના કહીશ, પછી ઉક્ત ક્રમપ્રમાણે સંક્ષેપથી અભ્યુદ્ઘત મરણ કહીશ. [૧૫૭૩] चत्तारि विचित्ता, विगईणिज्जूहिआइं चत्तारि ।
संवच्छरे उ दोणि उ, एगंतरिअं च आयामं ॥ १५७४ ॥
वृत्ति:- 'चतुर: ' संवत्सरान् 'विचित्राणि' तपांसि करोति, षष्ठादीनि, तथा ' विकृतिनिर्व्यूढानि' निर्विकृतिकानि ' चत्वारि', एवं ' संवत्सरौ द्वौ च ' तदूर्ध्वं ' एकान्तरितमेव च' नियोगतः 'आयामं' तपः करोतीति गाथार्थः ॥ १५७४ ||
इविगिट्ठो अ तवो, छम्मासे परिमिअं च आयामं । अण्णेऽवि अ छम्मासे, होइ विगिद्वं तवोकम्मं ॥। १५७५ ॥
वृत्ति:- 'नातिविकृष्टं च तपः ' - चतुर्थादि ' षण्मासा'न्करोति, तत ऊर्ध्वं 'परिमितं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402