________________
૬૨૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અશુચિને સાફ કરવાનો પ્રસંગ આવે) વળી વાયુ આદિ ધાતુના વિકાર થાય, માટે ઉત્સર્ગ માર્ગે તેવું તજે અને ઓદનાદિ ગ્રહણ કરે. આ ઉત્સર્ગ સમજવો. તત્ત્વથી તો શારીરિક પ્રવૃતિને અનુકૂળ વાલ, ચણા વગેરે તે જિનકલ્પિકને કથ્ય સમજવા. [૧૪૫૫] ૨૬ પ્રતિમા દ્વારનો વિધિ કહે છે- જિનકલ્પી માસિકી વગેરે પ્રતિમાઓ અને “શરીરને ન ખંજવાળવું” વગેરે અભિગ્રહો ન લે. કારણ કે (જિનકલ્પના આચારોનું પાલન કરવાથી) તે વિશેષ રૂપે અભિગ્રહમાં રહેલો છે. [૧૪પ૬] મૂલ દ્વારગાથાના બનત્વ એ પદનું વિવરણ કરે છે- મૂલદ્વારગાથામાં કહેલ જિનકલ્પ એ દ્વાર શ્રત, સંઘયણ વગેરે બધા દ્વારોનો વિષય છે, અર્થાત્ એ બધાં દ્વારો જિનકલ્પીનાં છે. જિનકલ્પસંબંધી શ્રત વગેરે જે મર્યાદા કહી છે તે અપવાદ રહિત=એકાંતરૂપ છે. [૧૪૫૭] ૨૭ માસકલ્પ દ્વારનો વિશેષ અર્થ કહે છે. એક ક્ષેત્રમાં એક માસ રહે. ભિક્ષાઘરોની છ શેરીઓ (= ભાગ) કલ્પ. આધાકર્મ વગેરે દોષો ન લાગે એટલા માટે દરરોજ 'અપ્રતિબદ્ધપણે એક એક શેરીમાં (= ભાગમાં) ભિક્ષા માટે ફરે. [૧૪૫૮] व्याख्याता तृतीया द्वारगाथा, साम्प्रतमत्र प्रासङ्गिकमाह
कह पुण होज्जा कम्मं, एत्थ पसंगेण सेसयं किंपि ।
वोच्छामि समासेणं, सीसजणविबोहणट्ठाए ॥ १४५९ ॥ वृत्तिः- 'कथं पुनर्भवेत् कर्मास्य' अटतः?, अत्र प्रसङ्गेन शेषं किमप्येतद्वक्तव्यतागतमेव 'वक्ष्यामि समासेन', किमर्थमित्याह-'शिष्यजनविबोधनार्थ 'मिति गाथार्थः ॥ १४५९ ॥
आभिग्गहिए सद्धा, भत्तोगाहिमग बीह तिअ पूई । चोअग निव्वयणंति अ, उक्कोसेणं च सत्त जणा ॥१४६०॥
[સરછોડા ] वृत्तिः- 'आभिग्रहिके' जिनकल्पिक उपलब्धे 'श्रद्धो पजायते आगार्याः, तत्र 'भक्तोद्ग्राहिमक'त्ति सा एतदुभयं करोति, 'द्वितीये'ऽहनि 'त्रीन्' दिवसान् ‘पूति', तद्भावनां वक्ष्यामः, अत्रान्तरे 'चोदको निर्वचनमिति च' भवति, 'उत्कृष्टतश्च'-उत्सर्गपदेन 'सप्त जना' एते एकवसतौ भवन्तीति गाथासमुदायार्थः ॥ १४६० ।।
ત્રીજી વારગાથાનું વ્યાખ્યાન કર્યું. હવે અહીં પ્રાસંગિક કહે છે–
અહીં પ્રસંગથી ભિક્ષા માટે ફરતા જિનકલ્પીને આધાકર્મ વગેરે દોષો કેવી રીતે લાગે તે કહીશ, અને શિષ્યોને વિશેષ બોધ થાય એ માટે જિનકલ્પ સંબંધી જ બીજાં પણ કંઈક સંક્ષેપથી કહીશ.[૧૪૫૯]. (બિપિ સિદ્ધા-) અભિગ્રહવાળા જિનકલ્પીનો યોગ થતાં ગૃહસ્થ સ્ત્રીને તેના પ્રત્યે શ્રદ્ધા થાય. (પત્તો દિમ7-) આથી તે (જિનકલ્પી માટે) ભોજન અને અવગાહિમ એ બે તૈયાર કરે, (વીર
૧. આસક્તિ કે મમત્વ કર્યા વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org