________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[५९७
एतदेवाह
तइआएँ अलेवाडं, पंचण्णयरी' भयइ आहारं ।
दोण्हण्णयरी' पुणो, उवहिं च अहागडं चेव ॥१४१२ ॥ वृत्तिः- 'तृतीयायां' पौरुष्या मलेपकृतं'-वल्लादि‘पञ्चान्यतरया' पुनरेषणया भजते' सेवते 'आहारं, द्वयोरन्यतरया पुनरे'षणया उपधिंच' भजते, यथाकृतं चैवो'पधि, नान्यां, तत्रौघत एवैषणा आहारस्य सप्त, यथोक्तम्-"संसट्ठाऽसंसट्ठा, उद्धड तह होइ अप्पलेवा य । उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया ॥१॥ तत्थ पंचसु गहो, एक्काए अभिग्गहो असणस्स एक्काए चेव पाणस्स, वस्त्रस्य त्वेषणाश्चतस्रो, यथोक्तम्-उद्दिट्ट पेह अंतर उज्झियधम्मा चउव्विहा भणिआ । वत्थेसणा जईणं, जिणेहिं जिअरागदोसेहिं ॥ १ ॥ एत्थंपि दोसु गिण्हइ"त्ति गाथाभावार्थः ॥ १४१२ ।।
આ જ વિષયને કહે છે–
ત્રીજી પરિસિમાં અલેપકૃત વાલ વગેરે આહાર લે, અને (છેલ્લી) પાંચમાંથી કોઈ એક એષણાથી આહાર લે. તથા (ઉપધિની ચાર એષણામાંથી) બેમાંથી કોઈ એક એષણાથી ઉપાધિ લે, યથાકૃત જ ઉપાધિ લે, અન્ય નહિ. સામાન્યથી આહારની એષણા સાત છે. કહ્યું છે કે
संसट्ठाऽसंसट्ठा, उद्धड तह होइ अप्पलेवा य । उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया ।
“અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ધતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉજિઝતધર્મા એમ સાત એષણાઓ છે. તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હોવાથી એ ક્રમ છે. મૂળ ગાથામાં છંદોભંગ ન થાય એટલા માટે સંસૃષ્ટા પહેલાં કહી છે.”
૧. અસંસૂખા- ગૃહસ્થના નહિ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી. ૨. સંસૃષ્ટાગૃહસ્થના ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી. ૩. ઉદ્ધતા- ગૃહસ્થે પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલા આહારને તે બીજા વાસણથી જ લેવો. ૪. અલ્પલેપા- અહીં અલ્પશબ્દ અભાવ અર્થમાં છે. લેપરહિત પૌંઆ વગેરે લેવું. ૫. અવગૃહીતા- ભોજન વખતે ખાવાની ઈચ્છાવાળાને થાળી આદિમાં આપેલું ભોજન તે થાળી આદિથી જ લેવું. ૬. પ્રગૃહીતાભોજન વખતે ખાવાની ઈચ્છાવાળાને આપવા માટે પીરસનારે કે ખાનારે હાથ આદિમાં લીધું હોય તે હાથમાંથી જ ભોજન લેવું. ૭. ઉક્ઝિતધર્મા- જે આહાર સારો ન હોવાથી તજવા લાયક હોય અને બીજા મનુષ્યો વગેરે પણ જેને ઈચ્છે નહિ તેવો (તુચ્છ) આહાર લેવો. અથવા જેમાંથી અર્ધા ભાગ તજી દીધો હોય તે આહાર લેવો.
૧. ગૃહસ્થના પહેલાંથી જ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લે તો તેને ધોવા વગેરેથી પશ્ચાત્કર્મ દોષ સાધુને ન લાગે. આથી
અસંસૃષ્ટથી સંસ્કૃષ્ટ ભિક્ષા વિશેષ શુદ્ધ છે. એ પ્રમાણે ઉદ્ધતા આદિમાં પણ પૂર્વ એષણાની અપેક્ષાએ પછી પછીની એષણામાં વિશેષ શુદ્ધિ યથાયોગ્ય સ્વયં સમજી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org