________________
૨૧૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते બાંધવામાં કામ આવે. કૃત્તિ=દાવાનલનો ભય વગેરે પ્રસંગે જમીન ઉપર પાથરીને ઊભા રહેવામાં કામ આવે.
પટ્ટશ્ચિકસંથારો અને ઉત્તરપટ્ટો.
આ બધી ઉપાધિ મધ્યમ અને ઔપગ્રહિક છે. તદુપરાંત સાધ્વીઓને મધ્યમ ઉપધિમાં વારક પણ હોય છે. વારક એટલે પાણી રાખવાનું નાની ઘડી જેવું સાધન. તેમને આજુ-બાજુ વસતિવાળા જ ઉપાશ્રયમાં રહેવાની અનુજ્ઞા છે. આથી (આ લોકો અશુચિ છે એવી નિંદા થાય તેમ હોય ત્યારે) લઘુનીતિ કર્યા પછી શુદ્ધિ માટે પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. વારકમાં પાણી રાખે.[૮૩૫-૮૩૬]. एनमेवोत्कृष्टमभिधातुमाह
अक्खग संथारो वा, एगमणेणंगिओ अ उक्कोसो ।
पोत्थगपणगं फलगं उक्कोसोवग्गहो सव्वो ॥ ८३७ ॥ વૃત્તિ - “ક્ષ:'- વન્દ્રનાથ, “તારશ' વિશિષ્ટ રૂાદવિક્રોનેશિ '-નૈઋસ્વિમર્યાદિ, ‘૩ષ્ટ' સ્વરૂપેણ, તથા “પુસ્તવિં ', तद्यथा-गण्डिकापुस्तकः (? कं) छिवाटीपुस्तकः कच्छविपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटकश्चेति, तथा 'फलकं' पट्टिका समवसरणफलकं वा, 'उत्कृष्ट' इति प्रक्रान्तापेक्षया 'औपग्रहिक' उपधिः 'सर्व' રૂત્યક્ષાદ્રિઃ સર્વ પતિ પથાર્થ: | ૮રૂ૭ //
ઔપગ્રહિક ઉત્કૃષ્ટ ઉપધિને જ કહે છે
અક્ષ સ્થાપનાચાર્ય માટે ઉપયોગી ચંદનક (શંખ જેવા) જીવના ક્લેવરો. સંથારોઃપાટ. તેના એકાંગિક અને અનેકાંગિક એમ બે ભેદ છે. એકાંગિક નેતર વગેરેના એક જ પાટિયાથી બનાવેલ. અનેકાંગિક=અનેક પાટિયાને કે નાની નાની લાકડીઓ વગેરેને દોરી વગેરેથી બાંધીને બનાવેલ. પુસ્તકપંચક–પાંચ પ્રકારની આકૃતિવાળા પુસ્તકો. તે આ પ્રમાણે- (૧) ચંડિકા=જે જાડાઈપહોળાઈમાં સમાન અને લંબાઈમાં વધારે (=લંબચોરસ) હોય. (૨) કચ્છપી=જે બંને બાજુ છેડે પાતળું, વચ્ચે પહોળું અને જાડાઈમાં ઓછું હોય. (૩) મુષ્ટિકા ચાર આંગળ લાંબું કે ગોળ હોય, અથવા ચારે ય બાજુ ચાર આંગળ પ્રમાણ (ચોરસ) હોય. (૪) સંપુટફલક=જેને ઉપર નીચે બંને બાજુ લાકડાની કે કાગળની પાટલીઓ હોય, અથવા જે વેપારીઓને ઉધાર વસ્તુ લખવા માટેની પાટી જેવું હોય. (૫) છીવાડી=છેદપાટી, જે થોડા પાનાં હોવાથી જાડાઈમાં અલ્પ હોય, અથવા લાંબું કે ટુંકું અને પહોળું હોય. એ પ્રમાણે પુસ્તકપંચક ઔપગ્રહિક ઉપધિરૂપ હોય છે.
ફલક=લખવાની પાટી, અથવા સાધુસમુદાયમાં વપરાતું તેવું પાટિયું. આ બધી જ ઉપધિ ઉત્કૃષ્ટ ઔપગ્રહિક છે. [૮૩૭] ૧. પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોમાં આ ત્રણ ઉપરાંત ખલગ અને કોષ એ બે મળીને પાંચ ચર્મ કહ્યા છે. ખલગ=પગરખાં. પગના તળિયા ફાટેલા હોય વગેરે પ્રસંગે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોષ =કોથળી. નરેણી વગેરે વસ્તુઓ રાખવા વગેરેમાં કામમાં
આવે છે. ૨. પુસ્તકપંચકનું વર્ણન પ્ર. સા. ગા. ૬૬૪ થી ૬૬૮ના આધારે તથા ધ. સં. ભાગ બીજાના આધારે લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org