________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[૪૮૭ वृत्तिः- एकान्तेन तु नित्योऽविकारी अनित्यो वा निरन्वयी कथं नु वेदयते स्वकृतं ?, नैवेत्यर्थः, कथमित्याह-एकस्वभावत्वान्नित्यस्य, तदनन्तरनाशतश्चैवानित्यस्येति गाथार्थः ।। १०९४ ।।
જેમ યુવાને કરેલી ચોરીનું ફળ વૃદ્ધ ભોગવે છે તેમ જીવ મનુષ્યાદિ ભવમાં કરેલ પુણ્યાદિનું ફળ દેવાદિભવમાં જઈને અનુભવે છે. કારણ કે મનુષ્ય વગેરે જ દેવ આદિ બને છે. આમ આત્મા પરિણામી હોય તો સ્વકૃત ભોગ વગેરે બધું ય ઉપચાર વિના બરોબર ઘટે છે. આત્મા નિત્ય વગેરે કોઈ એક સ્વરૂપવાળો હોય તો ન ઘટે. [૧૦૯૩] જો આત્મા એકાંતે નિત્ય-અવિકારી હોય અથવા એકાંતે અનિત્ય =નિરન્વયે વિનાશી હોય તો સ્વકૃત કર્મનું ફળ કેવી રીતે ભોગવે? ન જ ભોગવે. કારણ કે એકાંતે નિત્ય આત્મા એક જ સ્વરૂપવાળો છે. (ફળ ભોગવે તો એક જ સ્વરૂપવાળો ન રહે.) એકાંતે અનિત્ય આત્મા કર્મ કર્યા પછી તુરત નાશ પામે છે. તો ફળ કોણ ભોગવે? [૧૦૯૪].
जीवसरीराणंपि हु, भेआभेओ तहोवलंभाओ ।
मुत्तामुत्तत्तणओ, छिक्कम्मि पवेअणाओ अ ।। १०९५ ।। वृत्तिः- 'जीवशरीरयोरपि भेदाभेदः', कथञ्चिद् भेदः कथञ्चिदभेद इत्यर्थः, तथोपलम्भात्' कारणात्, 'मूर्त्तामूर्त्तत्वात्' तयोः अन्यथा योगाभावात्, ‘स्पृष्टे' शरीरे ‘प्रवेदनाच्च', न चामूर्तस्यैव પર્શ તિ થાર્થ: ૨૦૧૬
જીવ અને શરરીમાં પણ ભેદભેદ છે, અર્થાત્ જીવ અને શરીર કથંચિત્ ભિન્ન=ાદા છે, અને કથંચિત્ અભિન્ન=એક પણ છે. કારણ કે તે પ્રમાણે અનુભવ થાય છે. શરીર મૂર્ત છે અને જીવ અમૂર્તિ છે. હવે જો બંને સર્વથા જુદા હોય તો વિરોધી એ બેનો યોગ કેવી રીતે થાય ? ન થાય. તથા શરીરને સ્પર્શ થતાં તેનો અનુભવ આત્માને થાય છે. જો શરીર અને આત્મા તદ્દન જુદા જ હોય તો શરીરને સ્પર્શ થતાં આત્માને તેનો અનુભવ ન થાય. કેવળ અમૂર્ત આત્માને સ્પર્શ થઈ શકે નહિ. એથી સિદ્ધ થાય છે કે શરીર અને આત્મા કથંચિત અભિન્ન છે = એક છે. [૧૦૯૫]
उभयकडोभयभोगा, तयभावाओ अ होइ नायव्वो ।
बंधाइविसयभावा, इहरा तयसंभवाओ अ ॥ १०९६ ॥ वृत्तिः- 'उभयकृतोभययोगात्' कारणात् 'तदभावाच्च' भोगाभावाच्च 'भवति ज्ञातव्यः' जीव-शरीरयोर्भेदाभेदः, 'बन्धादिविषयभावात्' कारणाद्, 'इतरथा' एकान्तभेदादौ તસમ્ભવીષ્ય' વન્ધાદ્યસામવતિ ગાથાર્થઃ | ૨૦૧૬ ||
ઉભયકૃત ઉભયભોગ અને બંધાદિ વિષયભાવ એ બે કારણોથી શરીર અને આત્મા કથંચિત ભિન્ન=જુદા છે અને કથંચિત્ અભિન્ન=એક છે. ઉભયકૃત ઉભયભોગ એટલે આત્માએ કરેલું શરીર ભોગવે છે અને શરીરે કરેલું આત્મા ભોગવે છે. બંધાદિવિષયભાવ એટલે બંધાદિનું થવું=જો શરીર અને આત્મા સર્વથા ભિન્ન હોય તો ઉભયકૃત ઉભયભોગ અને બંધાદિવિષયભાવ થઈ શકે નહિ=ઘટી શકે નહિ. [૧૦૯૬].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org