________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा ]
[५१९
આ વિષયમાં દષ્ટાંત કહે છે–
જેમકે કાઉસ્સગ્નમાં રહેલા સાધુને કોઈએ મોહથી પાણીમાં નાખી દીધા. અહીં સાધુની કાયા પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્તિ છે. કારણ કે (પાણીના જીવો માટે) કાયા ક્ષાર છે. છતાં તે મહાત્મા અવિચલિતભાવવાળા = સમભાવવાળા હોવાથી પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત નથી. [૧૧૭૪] दार्खान्तिकयोजनामाह
एवं चिअ मज्झत्थो, आणाई कत्थई पयतो ।
सेहगिलाणादिऽट्ठा, अपवत्तो चेव नायव्वो ॥ ११७५ ॥ वृत्तिः- 'एवमेव मध्यस्थः' सन् 'आज्ञातः क्वचित् प्रवर्त्तमानः'-वस्तुनि 'शिक्षकग्लानाद्यर्थमा'लम्बनाद् 'अप्रवृत्त एव ज्ञातव्यः' तत्त्वत इति गाथार्थः ।। ११७५ ।।
ઉક્ત દાંતની ઘટના કહે છે
એ જ પ્રમાણે સમભાવમાં રહેલા સાધુ જિનાજ્ઞા પ્રમાણે નવદીક્ષિત, ગ્લાન આદિ માટે (પુષ્ટ) આલંબનથી ફવચિત્ દ્રવ્યહિંસામાં પ્રવૃત્તિ કરતા હોવા છતાં પરમાર્થથી અપ્રવૃત્ત જ જાણવા. [૧૧૭૫]
आणापरतंतो सो, सा पुण सव्वण्णुवयणओ चेव ।
एगंतहिआ विज्जग-णाएणं सव्वजीवाणं ॥ ११७६ ॥ वृत्तिः- 'आज्ञापरतन्त्रोऽसौ'-प्रवर्तकः, सा पुनः सर्वज्ञवचनत एव' आज्ञा एकान्तहिता' वर्त्तते, वैद्यकज्ञातेन' हितम्, एतदपि यथावत्सर्वजीवानां', दृष्टादृष्टोपकारादिति गाथार्थः ।। ११७६ ।।
(આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત અપ્રવૃત્ત કેમ છે તે જણાવે છે-).
તે (દ્રવ્યહિંસાદિમાં પ્રવૃત્ત) સાધુ આજ્ઞાને આધીન છે અને તે આજ્ઞા સર્વજ્ઞનું વચન હોવાથી જ વૈદ્યના દૃષ્ટાંતથી સર્વજીવોને એકાંતે હિત કરનારી છે, અર્થાત્ જેમ વૈદ્યકશાસ્ત્ર કોઈકનું જ હિત કરતું નથી, કિંતુ એમાં કહ્યા મુજબ જે કોઈ વર્તે તે બધાનું હિત કરે છે. તેમ સર્વજ્ઞની આજ્ઞા પણ કોઈ અમુકનું જ હિત કરતી નથી, કિંતુ આજ્ઞા પ્રમાણે જે કોઈ વર્તે તે સર્વનું હિત કરે છે. જિનાજ્ઞા પ્રમાણે વર્તવાથી આલોક અને પરલોકમાં લાભ થતો હોવાથી જિનાજ્ઞા હિતકર છે. (આ લોકમાં ધનાદિની પ્રાપ્તિ અને રાગાદિ દોષોની હાનિ વગેરે લાભ થાય છે. પરલોકમાં સ્વર્ગાદિની પ્રાપ્તિ અને વિરાગભાવ વગેરે લાભ થાય છે.) [૧૧૭૬].
भावं विणावि एवं, होइ पवित्ती ण बाहए एसा । सव्वत्थ अणभिसंगा, विरईभावं सुसाहुस्स ।। ११७७ ॥
૧, Uતા યથાવત્ એ સ્થળે તપ એટલે fહતfu, અને યથાવત્ એટલે યોગ્ય રીતે એવો અર્થ છે. વૈદ્યકશાસ્ત્ર અને જિનવચન
હિતY = હિતકર છે, પણ તે યથાવત્ = યોગ્ય રીતે હિતકર છે, ગમે તે રીતે નહિ. યોગ્ય રીતે એટલે આજ્ઞા પ્રમાણે વર્તે તો. વૈદ્યકશાસ્ત્ર અને જિનવચન પણ આજ્ઞા પ્રમાણે વર્તવામાં આવે તો જ હિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org