________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[ ૧૨૭
ઉત્તર-શ્રાવકધર્મની જેમ કોઈ અમુક ભાંગાથી સર્વવિરતિનો સ્વીકાર થતો હોયતોઆ (સંયોગી) ભાંગા કહેવા જોઈએ, પણ તેમછે નહિ. શીલાંગના કોઈ એક પણ ભાંગાની સત્તા બીજા બધા ભાંગાસાથે હોયતો જ હોય છે. જો અઢાર હજારમાંથી એક પણ ભાંગો ન હોય તો સર્વવિરતિ જન થાય, અર્થાત્ બધા ભાંગા હોય તો જ સર્વવિરતિ થાય. આ હકીકત ૧૧૭૦મી વગેરે ગાથાઓમાં જણાવે છે.)
બુદ્ધિમાન પુરુષોએ અઢાર હજાર ભાંગાઓમાં નીચે પ્રમાણે રહસ્ય જાણવું. વિવક્ષિત કોઈ એક શીલાંગ પણ તે સિવાયના બીજા બધા શીલાંગો=ભાંગા હોય તો જ સુપરિશુદ્ધ=નિરતિચાર હોય. (આ પ્રમાણે આ શીલાંગો સમુદિત જ હોય છે. આથી અહીં બે વગેરેના સંયોગથી થતા ભાંગા કહ્યા નથી, કિંતુ સર્વપદોના છેલ્લા ભાંગાના આ અઢાર હજાર ભાંગા કહ્યા છે. જેમ “ત્રિવિધત્રિવિધે”=મન, વચન, કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું એના નવ ભાંગા થાય છે, તેમ યોગ વગેરે બધા પદોના “આહારાદિ ચાર સંજ્ઞાથી રહિત, પાંચ ઇંદ્રિયોના સંવર સહિત અને ક્ષમાદિ દશવિધ ધર્મસંપન્ન પૃથ્વીકાયાદિ દશસંબંધી હિંસાને મન-વચન-કાયાથી ન કરે, ન કરાવે અને ન અનુમોદ” એ છેલ્લા ભાંગાના ૧૮૦૦૦ ભેદો થાય છે. તે અહીં જણાવ્યા છે. કારણ કે ઉક્ત છેલ્લા ભાંગાથી જ સર્વવિરતિનો સ્વીકાર થાય છે, અને તેના ૧૮૦૦૦ ભેદો છે.
શીલાંગના સુપરિશુદ્ધ (નિરતિચાર) એવા વિશેષણથી એ જણાવ્યું કે વ્યવહારથી સર્વવિરતિના પાલનમાં કોઈક શીલાંગ સુપરિશુદ્ધ ન હોય તો પણ અપરિશુદ્ધ શીલાંગો હોય છે. નિશ્ચયનયથી તો એકના પણ અભાવમાં-એકની પણ અપરિશુદ્ધિ હોય તો બધાનો અભાવ થાય છે. આ રીતે જ સંજવલન કષાયનો ઉદય ચરિતાર્થ થાય છે. કારણ કે તે ચારિત્રના એક દેશના ભંગનું કારણ છે. આથી જ જે સાધુ “હું લવણનું ભક્ષણ કરું” એવી ઈચ્છા કરે તેણે “આહારસંન્નારહિત, રસનેંદ્રિયસંવૃત્ત, સંતોષસંપન્ન મનથી પૃથ્વીકાયની હિંસા ન કરે” એ ભાંગાનો શીલાંગનો ભંગ કર્યો. તેની શુદ્ધિ પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તથી થાય છે. અન્યથા જો કોઈ એક શીલાંગના અભાવમાં બીજા અપરિશુદ્ધ પણ શીલાંગો ન હોય=બધા જ શીલાંગોનો અભાવ થતો હોય, તો તે ભાંગાના ભંગની શુદ્ધિ મૂળ પ્રાયશ્ચિત્તથી જ થાય.) [૧૧૭] निदर्शनमाह
एक्को वाऽऽयपएसो, संखेअपएससंगओ जह उ ।
एअंपि तहा णेअं, सतत्तचाओ इहरहा उ ॥ ११७१ ॥ वृत्तिः- 'एकोऽप्यात्मप्रदेशो'ऽत्यन्तसूक्ष्मो ऽसङ्ख्येयप्रदेशसङ्गतः'-तदन्याविनाभूतो 'यथैव', केवल-स्यासम्भवाद्, एतदपि' शीलाङ्ग तथा ज्ञेयम्'-अन्याविनाभूतमेव, स्वतत्त्वत्यागः 'इतरथा तु' केवलत्वे, आत्मप्रदेशत्वशीलाङ्गत्वाभाव इति गाथार्थः ॥ ११७१ ॥
આ વિષે દષ્ટાંત કહે છે
જેવી રીતે આત્માનો અત્યંત સૂક્ષ્મ એક પણ પ્રદેશ અસંખ્યાતપ્રદેશોથી યુક્ત જ હોય છે, એકલો હોતો નથી. તેવી જ રીતે આ શીલાંગ પણ અન્ય સઘળા શીલાંગોથી યુક્ત જ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org