________________
૧૩૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
પૂર્વપક્ષ-બલિ આદિ કરવામાં જે થોડો (ભગવદ્ બહુમાનરૂ૫) ભાવ થાય છે તે જ ભગવાનને અનુમત છે. (પણ દ્રવ્યસ્તવ અનુમત નથી) ઉત્તરપક્ષ- ભાવલેશ દ્રવ્યસ્તવ વિના બીજા યોગથી થતો નથી. આથી અર્થાપત્તિથી દ્રવ્યસ્તવ પણ અનુમત છે. [૧૨૧૫]. एतदेवाह
कज्जं इच्छंतेणं, अणंतरं कारणंपि इट्ठं तु ।
जह आहारजतत्ति, इच्छंतेणेह आहारो ॥ १२१६ ॥ वृत्ति:- 'कार्यमिच्छताऽनन्तरं'-मोक्षफलकारि 'कारणमपीष्टमेव' भवति, कथमित्याह'यथाऽऽहारजां तृप्तिमिच्छता इहलोके आहार' इष्ट इति गाथार्थः ॥ १२१६ ॥
આ જ કહે છે
કાર્યની ઈચ્છાવાળાને અનંતર (જનાથી સીધું કાર્ય થાય તે) કારણની ઈચ્છા થાય જ છે. જેમકે આ લોકમાં ભૂખ શમાવવાની ઈચ્છાવાળાને આહારની ઈચ્છા થાય જ છે. (અર્થાત્ કાર્યની ઈચ્છામાંઅનુમતિમાં તેના અનંતર કારણની ઈચ્છા-અનુમતિ રહેલી જ હોય છે. આથી દ્રવ્યસ્તવ ભાવલેશનું અનંતર કારણ હોવાથી ભાવલેશની અનુમતિમાં દ્રવ્યસ્તવની અનુમતિ રહેલી જ છે. એટલે ભગવાનને ભાવલેશ અનુમત હોવાથી દ્રવ્યસ્તવ પણ અનુમત જ છે એ સિદ્ધ થાય છે.) [૧૨૧૬] भवनादावपि विधिमाह
जिणभवणकारणादिवि, भरहाईणं न वारिअं तेणं ।
जह तेसिं चिअ कामा, सल्लविसाईहिं वयणेहिं ।। १२१७ ॥ वृत्तिः- 'जिनभवणकारणाद्यपि' द्रव्यस्तवरूपं 'भरतादीनां' श्रावकाणां 'न वारितं तेन' भगवता, 'यथा 'तेषामेव' भरतादीनां 'कामाः शल्यविषादिभिर्वचनै 'निवारिताः, 'सल्लं कामा વિí »ામ' તિ થાર્થ: | ૧૨૧૭ |.
જિન ભવનનિર્માણ આદિમાં પણ ભગવાનની અનુમતિ છે એ કહે છે
શ્રી આદિનાથ ભગવાને ભરત આદિને જેમ શલ્ય, વિષ ઈત્યાદિ વચનોથી વિષયભોગનો નિષેધ કર્યો, તેમ દ્રવ્યસ્તવરૂપ જિનભવનનિર્માણ આદિનો નિષેધ કર્યો નથી. જો આદિનાથ ભગવાનને જિનભવનનિર્માણ આદિ અનુમત ન હોત તો તેનો પણ વિષયભોગની જેમ નિષેધ કર્યો હોત.
શલ્ય વગેરે વચનો આ પ્રમાણે છેसल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । કાને સ્થાન મામા નંતિ કુTછું Il (ઉત્તરા. ૯-૫૩) “વિષયો શલ્ય સમાન છે, વિષયો ઝેર સમાન છે, વિષયો આશીવિષ સર્પ સમાન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org