________________
૧૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते છે. યાતનાથી ધર્મની વૃદ્ધિ થતી હોવાથી યતના ધર્મવૃદ્ધિકારિણી છે. તેનાથી બધી રીતે કલ્યાણ થતું હોવાથી યતના એકાંત સુખાવહા (= એકાંતે સુખ લાવનારી) છે. [૧૨૬૨] જિનેશ્વરોએ યતનાથી પ્રવૃત્તિ કરતા જીવને પરમાર્થથી શ્રદ્ધા, બોધ અને આસેવનની વિદ્યમાનતાથી અનુક્રમે સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રનો આરાધક કહ્યો છે. તે આ પ્રમાણે- યતનાની શ્રદ્ધા હોવાથી સમ્યકત્વનો, યતનાનું જ્ઞાન હોવાથી જ્ઞાનનો અને શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક યતનામાં પ્રવૃત્તિ હોવાથી ચારિત્રનો આરાધક બને છે. [૧૨૬૩] આ યતના અનુબંધથી = ફલથી નિયમા તેના (= હિંસાના) અધિક દોષોનું નિવારણ કરનારી છે, અને એથી બુદ્ધિમાન જીવે યતનાને પરમાર્થથી નિવૃત્તિપ્રધાન જાણવી, અર્થાત્ યતનાથી પરિણામે હિંસાદિ પાપોની નિવૃત્તિ થાય છે. એથી યતનામાં નિવૃત્તિની પ્રધાનતા છે. [૧૨૬૪] જિનભવનનિર્માણ વગેરેમાં પરિણત (અચિત્ત) પાણી વાપરવું, જિનમંદિર માટે જરૂરી કાષ્ઠ વગેરે સામગ્રી (પૂર્વે કહ્યું તેવી) શુદ્ધ વાપરવી, એ યતના છે. જો કે પ્રાસુક પાણી વાપરવામાં ધનવ્યય ઘણો થાય, તો પણ એ બધો ધનવ્યય ધર્મનો હેતુ બને છે. કારણ કે ધનનો સારા સ્થાને ઉપયોગ થાય છે. [૧૨૬૫] प्रसङ्गमाह
एत्तो च्चिअ निद्दोसं, सिप्पाइविहाणमो जिणिंदस्स ।
लेसेण सदोसपि हु, बहुदोसनिवारणत्तेणं ॥ १२६६ ॥ वृत्तिः- 'अत एव' यतनागुणात् 'निर्दोषं शिल्पादिविधानमपि जिनेन्द्रस्य' आद्यस्य નેશે સોપમપિ' સન્ “વહુલોu'નિવાર, “નિવારત્વેના'નુવશ્વ ત થાર્થ: I ૨૨૬૬ II
પ્રાસંગિક કહે છે–
યતના ગુણથી જ શ્રી આદિનાથ ભગવાને આપેલું શિલ્પકલા આદિનું શિક્ષણ કંઈક દોષિત (= સાવદ્ય) હોવા છતાં નિર્દોષ (= નિરવદ્ય) છે. કારણ કે તેનાથી ઘણા દોષો દૂર થાય છે. ઘણા દોષો દૂર થવાના કારણે એ શિક્ષણ પરિણામે નિર્દોષ છે.
(પ્રશ્ન- શિલ્પકલા આદિના શિક્ષણથી ઘણા દોષો કેવી રીતે દૂર થાય છે?
ઉત્તર- જો ભગવાન શિલ્પકલા, રાજનીતિ આદિનું શિક્ષણ ન આપે તો લોકો ધન આદિ માટે એક-બીજાને મારી નાખે, એક-બીજાનું ધન લઈ લે, પરસ્ત્રીગમન આદિ દોષોનું સેવન કરે, આવા અનેક મોટા મોટા ગુનાઓ સતત થાય, લોકમાં ભારે અંધાધૂંધી ચાલે. આથી લોક શાંતિમય જીવન જીવી ન શકે. પરિણામે આલોક બગડવા સાથે પરલોક પણ બગડે. શિલ્પકલા, રાજનીતિ વગેરેના શિક્ષણથી તે ગુનાઓ રોકી શકાય છે.) [૧૨૬૬]
૧. ૧૨૬૨ અને ૧૨૬૩ એ બે ગાથાઓ ઉપદેશ પદમાં ક્રમશઃ ૪૬૯ અને ૪૭૦ છે. ૨. હારિભદ્રીય અષ્ટક ૨૮ મું સંપૂર્ણ. ૩. ૧૨૬૬ થી ૧૨ ૬૯ ગાથાઓ સાતમા પંચા. માં ક્રમશઃ ૩પ થી ૩૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org