________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५५५
થાય અને એથી બીજો પણ કોઈ લાભ થાય એવો નિયમ નથી. આથી પૂજા વગેરેમાં થતી હિંસા દોષિત જ જાણવી. કારણ કે તેનાથી કોઈને ય લાભ થતો નથી. [૧૨૭૨] अत्रोत्तरम्
उवगाराभावेऽवि हु, चिंतामणिजलणचंदणाईणं ।
विहिसेवगस्स जायइ, तेहिंतो सो पसिद्धमिणं ॥१२७३ ॥ वृत्तिः- 'उपकाराभावेऽपि' विषयादेः 'चिन्तामणिज्वलनपूजना( चन्दना )दिभ्यः' सकाशात् 'विधिसेवकस्य' पुंस: 'जायते तेभ्य' एव 'स' उपकारः, 'प्रसिद्धमेतल्लो'क इति गाथार्थः ॥ १२७३ ॥
इअ कयकिच्चेहितो, तब्भावे णत्थि कोइवि विरोहो ।
एत्तोच्चिअ ते पुज्जा, का खलु आसायणा तीए ? ॥ १२७४ ॥ वृत्तिः- ‘एवं 'कृतकृत्येभ्यः' पूज्येभ्यः सकाशात् 'तद्भावे' उपकारभावे 'नास्ति कश्चिद्विरोध' इति, 'अत एव' कृतकृत्यत्वाद् गुणात् 'ते' भगवन्तः 'पूज्याः ', एवं च 'का खल्वाशातना 'तया'-पूजयेति गाथार्थः ॥ १२७४ ॥
अहिगणिवित्तीवि इहं, भावेणाहिगरणा णिवित्तीओ ।
तइंसणसुहजोगा, गुणंतरं तीऍ परिसुद्धं ॥ १२७५ ॥ वृत्तिः- 'अधिकनिवृत्तिरप्यत्र'-पूजादौ भावेनाधिकरणानिवृत्तेः' कारणात्, 'तदर्शनशुभयोगात् गुणान्तरं 'तस्यां' पूजायां 'परिशुद्धमि'ति गाथार्थः ॥ १२७५ ॥
ता एअगया चेव, हिंसा गुणकारिणित्ति विन्नेआ ।।
तह भणिअणायओ च्चिय, एसा अप्पेह जयणाए ॥ १२७६ ॥ वृत्तिः- 'तत्' तस्मात् 'एतद्गताऽपि' पूजागताऽप्येवं 'हिंसा गुणकारिणी विज्ञेया, तथा भणितन्यायत एव'-अधिकनिवृत्त्यादें रेषा'-हिंसा' ऽल्पेह यतनये'ति गाथार्थः ॥ १२७६ ॥
અહીં પૂર્વપક્ષનો ઉત્તર આપે છે–
ચિંતામણી, અગ્નિ, ચંદન વગેરેની સેવા કરવાથી ચિંતામણી વગેરેને કોઈ ઉપકાર=લાભ થતો નથી, આમ છતાં ચિંતામણી વગેરેની વિધિપૂર્વક સેવા કરનાર પુરુષને ચિંતામણી વગેરેથી જ લાભ થાય છે. આ બિના લોકમાં પ્રસિદ્ધ છે. [૧૨૭૩] એ પ્રમાણે કૃતકૃત્ય પૂજયોથી પૂજકને લાભ થવામાં કોઈ વિરોધ નથી. તીર્થકરો કૃતકૃત્ય હોવાથી જ પૂજ્ય છે. આમ તીર્થકરોની પૂજાથી શી આશાતના છે? કોઈ જ આશાતના નથી. [૧૨૭૪] પૂજા વગેરેમાં ભાવથી અધિકરણથી નિવૃત્તિ થતી હોવાથી અધિક દોષોની નિવૃત્તિ પણ થાય છે. જિનદર્શનમાં મન-વચન-કાયા શુભ બની જતા હોવાથી જિનપૂજામાં (કર્મક્ષય, પુણ્યનો અનુબંધ, રાગાદિની હાનિ વગેરે) અન્ય સુવિશુદ્ધ લાભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org