________________
૧૪૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નિવૃત્તિ કરાવે છે એ દૃષ્ટિએ પણ) શાસ્ત્રવિહિતમાં તત્પર જીવની (= જીવથી થતી) નિદાનરહિત પીડા પણ ઈષ્ટ છે = યોગ્ય છે. આ પીડાથી (= પીડાવાળા દ્રવ્યસ્તવથી, માત્ર આલોક અને પરલોકના સુખો નથી મળતાં, કિંતુ મોક્ષ પણ મળે છે. [૧૨૫૧] આથી આ પીડામાં (= પીડાવાળા દ્રવ્યસ્તવમાં) અધર્મ નથી, કારણ કે એનાથી (વિશેષ) લાભ થાય છે. આ વિષે પૂર્વોક્ત વૈદ્યનું દૃષ્ટાંત અન્ય લાભ થવાના કારણે યુક્ત પણ છે. આ વિગત પૂર્વે (૧૨૨૯મી ગાથામાં) જણાવી છે. અવિધિથી કરવાથી અન્ય લાભ ન થાય તો વૈદ્યને પણ પીડા કરવામાં અધર્મ જ થાય. [૧૨૫૨]
ण य वेअगया एवं, सम्मं आवयगुणण्णिआ एसा ।
ण य दिट्ठगुणा तज्जुय-तयंतरणिवित्तिआ नेव ॥१२५३ ॥ वृत्तिः- 'न च वेदगता'ऽ प्येवं'-जिनभवनादिगतहिंसावत् 'सम्यगापद्गुणान्विता एषा'-हिंसा, तामन्तरेणापि जीवानां भावापदोऽभावात्, 'न च दृष्टगुणा', साधुनिवासादिवत्, तथाऽनुपलब्धः, 'तद्युक्ततदन्तरनिवृत्तिदा'-हिंसायुक्तक्रियान्तरनिवृत्तिदा नैव', न हि प्राक् तद्वधપ્રવૃત્તા યાજ્ઞિ1 રૂતિ થાર્થ: || રબરૂ |
ण अ फलुद्देसपवित्तिउ, इअं मोक्खसाहिगावित्ति । ___मोक्खफलं च सुवयणं, सेसं अत्थाइवयणसमं ॥१२५४ ॥
વૃત્તિ - “ર ૨ પત્નોદેશપ્રવૃત્તિત “રૂ' દિક્ષા બોક્ષાધિપતિ', “તું वायव्यमजमालभेत भूतिकाम' इत्यादिश्रुतेः, 'मोक्षफलं च 'सुवचनं' स्वागम इत्यर्थः, 'शेषमर्थादिवचनसमं', फलभावेऽप्यर्थशास्त्रादितुल्यमिति गाथार्थः ॥ १२५४ ॥
વૈદિક હિંસા પણ જિનભવનાદિ સંબંધી હિંસાની જેમ ભાવ આપત્તિને દૂર કરવાના ગુણવાળી નથી, કારણ કે તેના વિના પણ જીવોની ભાવઆપત્તિઓ દૂર થઈ શકે છે. તથા જેમ જિનમંદિરની હિંસામાં સાધુનિવાસ વગેરે પ્રત્યક્ષ લાભો થાય છે, તેમ વૈદિક હિંસામાં પ્રત્યક્ષ કોઈ લાભો થતા નથી. કારણ કે તેમાં જોવામાં આવતું નથી. તથા વૈદિક હિંસા બીજી હિંસાયુક્ત ક્રિયાથી નિવૃત્તિ આપનારી બનતી નથી. કારણ કે જે યાજ્ઞિકો પહેલાં જીવોનો વધ કરવામાં પ્રવૃત્ત હતા તે યાજ્ઞિક સાધુ બની જતા નથી. [૧૨૫૩] સ્વર્ગાદિ ભૌતિક ફલના ઉદ્દેશથી હિંસામાં પ્રવૃત્તિ થતી હોવાથી વૈદિક હિંસા મોક્ષને સાધી આપનારી પણ બની નથી.
પ્રશ્ન- સ્વર્ગાદિ ભૌતિક ફલના ઉદ્દેશથી હિંસામાં પ્રવૃત્તિ થાય છે તેમાં પ્રમાણ શું છે?
ઉત્તર- “થત વાયવ્યમનHIBત મૂતિH: સંપત્તિની ઈચ્છાવાળાએ શ્વેત બકરાનો વાયવ્યખૂણામાં ઘાત કરવો.” વગેરે શ્રુતિ આમાં પ્રમાણ છે. જેમાં મોક્ષરૂપ ફલ માટે ક્રિયાનું વિધાન હોય એ સુશાસ્ત્ર છે. બાકીનાં શાસ્ત્રો અર્થશાસ્ત્ર સમાન છે. તેવાં શાસ્ત્રોથી ભૌતિક લાભ થતો હોય તો પણ અર્થશાસ્ત્ર વગેરે તુલ્ય છે. (અર્થાત્ તેવાં શાસ્ત્રો વાસ્તવિક ધર્મશાસ્ત્રો નથી.) [૧૨૫૪] ૧. અવિધિથી કરવાથી જેમ દ્રવ્યસ્તવ કરનારને અધર્મ થાય તેમ વૈદ્યને પણ અધર્મ થાય એમ ‘પણ' શબ્દનો અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org