________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[૫૪૩
પ્રામાણિકતા વિષે જે પ્રમાણે અલ્પ-બહુત્વ છે તે પ્રમાણે જ બીજા બધા ક્ષેત્રોમાં પણ અલ્પ-બહત્વ જાણવું. આમાં (= અલ્પ-બહત્વનું ક્ષેત્રાંતોમાં અનુમાન કરવામાં) લોકત્વ' વગેરે હેતુઓ છે. આ બરોબર નથી. કારણ કે તેવા (એક ક્ષેત્રમાં જે રીતે અલ્પ-બહુત હોય તે રીતે બધા જ ક્ષેત્રોમાં હોય એવા) નિયમનો અભાવ છે. [૧૨૩૬] જેમકે 'અગ્રાહાર ગામમાં જેમ બ્રાહ્મણો ઘણા દેખાય છે તેમ શુદ્રો ઘણા દેખાતા નથી. અગ્રાહારમાં ઘણા બ્રાહ્મણો દેખાવા માત્રથી ભિલ્લાલ્લી વગેરે બીજા સ્થળે પણ ઘણા બ્રાહ્મણો છે એવો નિર્ણય ન થાય. [૧૨૩૭] उपपत्त्यन्तरमाह
ण य बहुगाणवि एत्थं, अविगाणं सोहणंति निअमोऽअं। ___ण य णो थेवाणं हु, मूढेअरभावजोएण ॥ १२३८ ॥ वृत्तिः- 'न च बहूनामप्यत्र'-लोके ऽविगानम्'-एकवाक्यतारूपं शोभनमिति नियमोऽयं, न च न स्तोकानामपि' न शोभनमेव, कुत इत्याह-'मूढेतरभावयोगेन' बहूनामपि मूढव्यापारभावात् स्तोकानामपि चाभावादिति गाथार्थः ॥ १२३८ ॥
ण य रागाइविरहिओ, कोऽवि पमाया विसेसकारित्ति ।
जं सव्वेऽविअ पुरिसा, रागाइजुआ उ परपक्खे ॥१२३९ ॥ वृत्तिः- 'न च रागादिविरहितः' सर्वज्ञः 'कश्चित् प्रमाता विशेषकारीति' य एवं वेद वैदिकमेव प्रमाणं नेतरदिति, कुत इत्याह-'यत्सर्व एव पुरुषाः' सामान्येन ‘रागादियुक्ता एव, परपक्षे' सर्वज्ञानभ्युपगमादिति गाथार्थः ।। १२३९ ॥
તથા લોકમાં જે વિષે ઘણાઓની એકવાક્યતા હોય તે સારું જ હોય એવો પણ નિયમ નથી, અને થોડાઓની પણ એકવાક્યતા હોય એ ખરાબ જ હોય એવો પણ નિયમ નથી. કારણ કે ઘણા પણ લોકો મૂઢ હોય અને થોડા પણ લોકો મૂઢ ન હોય. [૧૨૩૮] તથા વિશેષકારી (=પ્રમાણ-અપ્રમાણનો ભેદ પાડી શકે તેવો), યથાર્થ જાણકાર અને રાગાદિથી રહિત સર્વજ્ઞ એવો કોઈ નથી કે જે વેદમાં કહેલું જ પ્રમાણ છે, અન્ય નહિ, એવું જાણતો હોય. કારણ કે સામાન્યથી બધા જ રાગાદિથી યુક્ત જ છે. પર (વેદિક) પક્ષમાં કોઈ મનુષ્ય સર્વજ્ઞ હોતો નથી એવી માન્યતા છે. આથી અહીં સર્વજ્ઞ નથી એમ જે કહ્યું તે વૈદિક સિદ્ધાંતની દષ્ટિએ સમજવું. જૈન સિદ્ધાંતની દષ્ટિએ નહિ.) [૧૨૩૯]. दोषान्तरमाह
एवं च वयणमित्ता, धम्मादोसा ति मिच्छगाणंपि । घाएंताण दिअवरं, पुरओ णणु चंडिकाईणं ॥ १२४० ॥
૧. પૂર્વે “અગ્રાહાર' નામનું પ્રસિદ્ધ કોઈ ગામ હતું એમ પ્રાકૃત કોશના આધારે જણાય છે. અથવા અગ્ર એટલે શ્રેષ્ઠ, અગ્રાહાર એટલે
શ્રેષ્ઠ ભોજન, અગ્રાહારમાં=શ્રેષ્ઠ ભોજન કરવામાં એવો અર્થ પણ થઈ શકે. અથવા અગ્રાહાર એટલે ઉચ્ચ જીવન, અગ્રાહારમાંsઉચ્ચ જીવન જીવનારાઓમાં એવો અર્થ પણ થઈ શકે. આમ છતાં અહીં ‘ગામનું નામ' એ અર્થ વધારે સંગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org