________________
૧૨૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'भावं विनाऽप्येवम्'- उक्तवद् 'भवति प्रवृत्तिः' कचित्, 'न बाधते चैषा सर्वत्रानभिष्वङ्गात्कारणाद्विरतिभावं सुसाधो 'रिति गाथार्थः ॥ ११७७ ।।
(ભાવ વિના હિંસાદિમાં થતી પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરતી નથી એ કહે છે...)
ઉક્ત રીતે અવિરતિના પરિણામ વિના પણ ક્યારેક (આજ્ઞા પરતંત્રતાથી) દ્રવ્યહિંસાદિમાં પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર આદિમાં પ્રતિબંધ = રાગભાવ રહિત હોવાથી સુસાધુના સર્વસાવદ્યથી નિવૃત્તિ રૂપ વિરતિના પરિણામને ખંડિત કરતી નથી. [૧૧૭૭]
उस्सुत्ता पुण बाहइ, समइविगप्पसुद्धावि णिअमेणं ।
गीअणिसिद्धपवज्जण-रूवा णवरंणिरणुबंधा ॥११७८ ॥ વૃત્તિ - “તૂત્રા પુનઃ' પ્રવૃત્તિ ઉત્તે’ વિરતિભાવે ‘સ્વનિવિજ્યશMાડપિ', तत्त्वतोऽशुद्धत्वात्, “नियमेन' बाधते 'गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा, नवरं' प्रवृत्तिरनभिनिवेशाद्धेतो निरनुबन्धा'-अनुबन्धकर्म रहितेति गाथार्थः ।। ११७८ ।।
इअरा उ अभिणिवेसा, इअरा ण य मूलछिज्जविरहेणं ।
होएसा एत्तोच्चिअ, पुव्वायरिआ इमं चाहु ॥ ११७९ ॥ वृत्तिः- 'इतरा तु' गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा प्रवृत्तिः 'अभिनिवेशात्' मिथ्याभिनिवेशेन 'इतरा' सानुबन्धा, 'न च मूलच्छेद्यविरहेण'-चारित्राभावमन्तरेण 'भवत्येषा'-सानुब्धा प्रवृत्तिः, 'अत एव' कारणात् 'पूर्वाचार्याः'-भद्रबाहुप्रभृतयः 'इदमाहु'र्वक्ष्यमाणमिति गाथार्थः ।। ११७९ ।।
(આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત કરે છે એ જણાવે છે...)
પણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ પોતાની મતિકલ્પનાથી નિર્દોષ હોવા છતાં અવશ્ય વિરતિભાવને ખંડિત કરે છે. સૂત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ પ્રજ્ઞાપનીય અને અપ્રજ્ઞાપનીય એમ બે પ્રકારે છે. સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને અન્ય ગીતાર્થ સાધુ “આ પ્રવૃત્તિ સૂત્રવિરુદ્ધ છે માટે તમે ન કરો” એમ રોકે તો જે સાધુ “આપ કહો છો તે બરોબર છે” એમ સ્વીકાર કરે તો તે સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ પ્રજ્ઞાપનીય છે, તે સિવાયના સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ અપ્રજ્ઞાપનીય છે. તેમાં પ્રજ્ઞાપનીયની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ નિરનુબંધ છે = અશુભ કર્મના અનુબંધથી રહિત છે. કારણ કે વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર સાધુ અભિનિવેશ રહિત હોવાથી રોકનાર ગીતાર્થના વચનનો સ્વીકાર કરીને સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરે છે. [૧૧૭૮] અપ્રજ્ઞાપનીય સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ અભિનિવેશવાળી હોવાથી સાનુબંધ = અશુભ કર્મના અનુબંધવાળી છે. કારણ કે ગીતાર્થના રોકવા છતાં તેના વચનનો સ્વીકાર ન કરવાથી શાસ્ત્રીય પ્રવૃત્તિ ન કરે. આ અપ્રજ્ઞાપનીય સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ મૂલથી ચારિત્રનો છેદ (= અભાવ) થયા વિના ન થાય. આથી જ પૂજયપાદ શ્રીભદ્રબાહુ સ્વામી વગેરેએ 'નીચે પ્રમાણે કહ્યું છે. [૧૧૭]
૧. ઓઘનિ. ગા. ૧૨૨, પ્ર. સા. ગા. ૭૭૦, પંચા. ૧૨ ગા. ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org