________________
૪૬૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
૨ દલશુદ્ધિ દ્વારા ભૂમિશુદ્ધિ કહી. હવે કાષ્ઠાદિ (દલી શુદ્ધિ કહે છે
જિનમંદિર બંધાવવામાં ઉપયોગી કાર્ડ વગેરે વસ્તુઓ તે શુદ્ધ છે કે જે વ્યંતરાધિષ્ઠિત જંગલ, સ્મશાન વગેરે સ્થળેથી ન લાવેલી હોય, (કારણ કે ત્યાંથી લાવવામાં વ્યંતરો ગુસ્સે થઈને જિનમંદિરને અને તેના કરાવનાર વગેરેને હાનિ પહોંચાડે.) બળદ વગેરેને મારીને ( શારીરિક કષ્ટ કે માનસિક સંતાપ પમાડીને) લાવેલી ન હોય, અને ઈંટ વગેરે વસ્તુઓ સ્વયં તૈયાર કરાવેલી ન હોય. [૧૧૧૭]
तस्सवि अ इमो नेओ, सुद्धासुद्धपरिजाणणोवाओ ।
तक्कहगहणाओ जो, सउणेअरसन्निवाओ उ ॥ १११८ ॥ वृत्तिः- 'तस्यापि चायं'-वक्ष्यमाणो 'ज्ञेयः शुद्धाशुद्धपरिज्ञानोपायः' काष्ठादेः, क इत्याह-'तत्कथाग्रहणादौ' प्रस्तुते 'यः शकुनेतरसन्निपात एव', तत्र नान्दीशब्दादयः शकुनाः, ફતરે બીના રૂતિ ગાથાર્થ: / ૨૨૨૮ |
(દલ અને ભૂમિની શુદ્ધિ-અશુદ્ધિને જાણવાનો ઉપાય-)
કાષ્ઠાદિ દલ (અને ભૂમિ)ને ખરીદવાની વાત ચાલતી હોય કે તેની ખરીદી થતી હોય વગેરે પ્રસંગે શુકન કે અપશુકન જે થાય તે જ કાષ્ઠાદિ દલ (અને ભૂમિ)ની શુદ્ધિ-અશુદ્ધિ જાણવાનો ઉપાય છે, અર્થાત્ શુકન થાય તો (દલ-ભૂમિ) શુદ્ધ છે, અને અપશુકન થાય તો અશુદ્ધ છે. તેમાં નંદી વગેરેના શબ્દો શુકન છે, અન્ય અપશુકન છે. [૧૧૧૮] एतदेवाह
नंदाइ सुहो सद्दो, भरिओ कलसोऽथ सुंदरा पुरिसा ।
सुहजोगाइ अ सउणो, कंदिअसद्दाइ इअरो उ ॥ १११९ ॥ વૃત્તિઃ- “નાજાવઃ ગુમ: બ્રિ:' માનન્દ્ર, તથા “મૃત: વનર:' રામોદ્દેદ, મથા 'सुन्दराः पुरुषाः' धर्मचारिणः, शुभयोगादिश्च' व्यवहारलग्नादिः, शकुनो' वर्त्तते, आक्रन्दितશબ્દાવર્તિતઃ'- આપશન તિ નાથાર્થ: | ૨૨૨૬ /
આ (= શુકન-અપશુકન) જ કહે છે–
બાર પ્રકારના વાજિત્ર રૂપ નંદી વગેરેના શુભ=આનંદકારી શબ્દો, શુભ=પાણી વગેરેથી ભરેલો કળશ, સુંદર=ધર્મચારી પુરુષો અને વ્યાવહારિક મેષાદિ શુભ લગ્ન વગેરે શુકન (= ઈષ્ટકાર્યની સિદ્ધિ થશે એમ જણાવનારાં નિમિત્તો) છે. આકંદનનો અવાજ વગેરે અપશુકન છે. [૧૧૧૯] उक्ता दलशुद्धिः, विधिशेषमाह
सुद्धस्सऽवि गहिअस्सा, पसत्थदिअहम्मि सुहमुहुत्तेणं । संकामणम्मिवि पुणो, विनेआ सउणमाईआ ॥ ११२० ॥ दारं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org