________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५०१
યોગ્ય મૂલ્ય થતું હોય તે સંખ્યા વગેરેથી નક્કી કરે, પણ કારીગરને કે પોતાને છેતરે નહિ.
(ભાવાર્થ- દોષિત શિલ્પી બિંબ ઘડવાથી મળેલા પૈસાનો પરસ્ત્રી, દારૂ, જુગાર આદિ વ્યસનમાં ઉપયોગ કરે. આથી જો તેને મૂલ્ય ઠરાવ્યા વિના એની મહેનત પ્રમાણે થયેલા પૈસાથી વધારે પૈસા આપવામાં આવે તો તે પૈસાનો ઉપયોગ વ્યસનમાં કરે. પૈસા આપનારે આ પૈસા જિનબિંબ ઘડવા માટેના છે એમ કલ્પીને આપ્યા હોવાથી તે પૈસા દેવદ્રવ્ય કહેવાય. દેવદ્રવ્યનો વ્યસનમાં ઉપયોગ કરનારને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે. તેનાં કટુફળો આવે છે. આથી શિલ્પીના હિત માટે તેને મહેનતથી વધારે પૈસા ન આપવા. નક્કી કરેલા પૈસા પણ જેમ જેમ કામ થતું જાય તેમ તેમ ટુકડે ટુકડે આપવા. કારણ કે એકી સાથે પૈસા આપવામાં આવે તો તેનો ઉપયોગ વ્યસનમાં કરે. ટુકડે ટુકડે આપવામાં તેટલા પૈસા પોતાની જીવનજરૂરિયાતમાં વપરાઈ જવાથી વ્યસનમાં ઉપયોગ ન કરી શકે. તથા વ્યસનવાળા કારીગરોને પહેલાથી પૈસા આપી દેવાથી પછી કામ ન કરે અથવા અમુક સમયમાં જેટલું થવું જોઈએ તેટલું કામ ન કરે, એટલે કામ કર્યા વિના પૈસા લેવાથી તેને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે.) [૧૧૩૧]
णिप्फण्णस्स य सम्मं, तस्स पइट्ठावणे विही एसो ।
सट्ठाणे सुहजोगे, अभिवासणमुचिअपूजाए ॥ ११३२ ॥ वृत्तिः- 'निष्पन्नस्य च 'सम्यक्' शुभभाववृद्ध्या 'तस्य प्रतिष्ठापने विधिरेषः'वक्ष्यमाणलक्षणः, ‘स्वस्थाने' यत्र तद् भविष्यति, 'शुभयोगे' कालमधिकृत्य, 'अभिवासना' क्रियते 'उचितपूजया' विभवानुसारत इति गाथार्थः ।। ११३२ ।।
ઘડાઈને તૈયાર થઈ ગયેલા જિનબિંબની શુભભાવની વૃદ્ધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવવાનો વિધિ આ પ્રમાણે છે- જ્યાં જિનબિંબની સ્થાપના કરવાની હોય ત્યાં સારા મુહૂર્ત વૈભવ પ્રમાણે પૂજા કરવાપૂર્વક અધિવાસન કરવું. (અધિવાસન એટલે જિનબિંબને તેના મંત્ર વડે મંત્રવું.) [૧૧૩૨]
चिइवंदण थुइवुड्डी, उस्सग्गो साहु सासणसुराए ।
थयसरण पूअकाले, ठवणा मंगलगपुव्वा उ ॥ ११३३ ॥ दारगाहा ॥ વૃત્તિ - “ચૈત્યવના' સખ્ય “સ્તુતિવૃદ્ધઃ', તત્ર “યો : “સાધુરિમૂઢ: 'शासनदेवतायाः' श्रुतदेवतायाः, तत्र 'स्तवस्मरणं' चतुर्विंशतिस्तवस्य, 'पूजा' जातिपुष्पादिना, 'स्थापना उचितसमये 'मङ्गलपूर्वा' नमस्कारपूर्वेति गाथार्थः ॥ ११३३ ॥
વિધિપૂર્વક ચૈત્યવંદન કરવું, પછી વર્ધમાન સ્તુતિ બોલવી, પછી શાસનદેવતાની આરાધના કાઉંસમાં જે ભાવાર્થ લખ્યો છે તે માટે ટીકામાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. પણ આઠમા પંચાશકની સાતમી, આઠમી અને નવમી ગાથાનો સંબંધ જોવાથી મને જે ભાવ જણાયો છે તે ભાવ અહીં કાઉંસમાં આપ્યો છે. આમાં મારી ગેરસમજ થતી હોય તો વાચકો મને જણાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org