________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[૬૦૧
(પ્રધાન દ્રવ્યસ્તવમાં દ્રવ્યપણાની સિદ્ધિ-)
પ્રશ્ન- ભાવસ્તવનું કારણ બનનારાં જિનભવનાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ છે એ વાત મગજમાં ઠસી ગઈ. હવે ભાવસ્તવનું કારણ બનનારાં જિનભવનાદિ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ કેમ? ભાવસ્તવ કેમ નહિ ? એ પ્રશ્ન થાય છે. કારણ કે સાધુઓના ગ્લાનસેવા, સ્વાધ્યાય વગેરે યોગો ભાવસ્તવ છે અને ભાવસ્તવના કારણ રૂપ બનનારાં જિનભવનાદિ અનુષ્ઠાનો પણ આHકથિત હોવાના કારણે વિહિત ક્રિયારૂપ હોવાથી સાધુના યોગો જેવા જ છે. અર્થાત જેમ સાધુના યોગો આપ્તકથિત હોવાના કારણે વિહિત ક્રિયારૂપ હોવાથી શુભ છે, તેમ જિનભવનાદિ અનુષ્ઠાનો પણ આHકથિત હોવાના કારણે વિહિતક્રિયા રૂપ હોવાથી શુભ છે. સાધુના યોગોની જેમ જિનભવનાદિ અનુષ્ઠાનો શુભ હોવાથી દ્રવ્યસ્તવ કેવી રીતે ? અર્થાત્ ભાવસ્તવ કેમ નહિ ?
ઉત્તર- સાધુના સ્વાધ્યાયાદિ યોગોથી થતા શુભ અધ્યવસાયની અપેક્ષાએ જિનભવનનિર્માણ વગેરે વિહિત અનુષ્ઠાનોથી શુભાળ્યવસાય અલ્પ થતો હોવાથી તે દ્રવ્યસ્તવ છે. [૧૧૪૯]. एतदेव स्पष्टयति
जिणभवणाइविहाणबारेणं एस होइ सुहजोगो । __उचियाणुढाणं चिअ, तुच्छो जइजोगओ णवरं ॥११५० ॥ वृत्तिः- 'जिनभवनादिविधानद्वारेण'-द्रव्यानुष्ठानलक्षणेन 'एष भवति 'शुभयोगः' शुभव्यापारः, ततश्चोचितानुष्ठानमपि' च सन्नेष 'तुच्छो यतियोगतः' सकाशात् 'नवरमिति' પથાર્થઃ || ૧૫૦ ||
આ જ વિષયને સ્પષ્ટ કરે છે–
યદ્યપિ જિનભવનનિર્માણ આદિ દ્વારા થતો દ્રવ્યસ્તવ સાધુના યોગોની જેમ શુભ વ્યાપાર છે અને આ કથિત હોવાના કારણે ઉચિત અનુષ્ઠાન રૂપ પણ છે, તો પણ સાધુના યોગોની અપેક્ષાએ તુચ્છ-અસાર છે. [૧૧૫૦] तथा चाह
सव्वत्थ णिरभिसंगत्तणेण जइजोगमो महं होइ ।
एसो उ अभिस्संगा, कत्थऽवि तुच्छेवि तुच्छो उ॥११५१ ॥ वृत्तिः- 'सर्वत्र निरभिष्वङ्गत्वेन' हेतुना 'यतियोग' एव महान् भवति' अतः सकाशाद्, 'एष तु'द्रव्यस्तो ऽभिष्वङ्गात्' कारणात् क्वचित्तुच्छेऽपि' वस्तुनि तुच्छएव' भवतीति गाथार्थः ॥ ११५१॥
ભાવસ્તવની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતાનું કારણ કહે છે–
સાધુ દ્રવ્ય, ક્ષેત્ર આદિ બધામાં આસક્તિરહિત હોવાથી તેના યોગો દ્રવ્યસ્તવની અપેક્ષાએ મહાન-ઉત્તમ છે. દ્રવ્યસ્તવ કરનારાઓ અસાર પણ શરીર, સ્ત્રી, સંતાન, ઘર, મિત્ર આદિ ઉપર આસક્તિવાળા હોવાથી તેમનો દ્રવ્યસ્તવ સાધુના યોગોની અપેક્ષાએ અસાર જ છે. [૧૧૫૧] ૧. ત્યપ્રવૃત્તિ વૈ માવિત્રી વ્યસ્તવઃ (લલિતવિસ્તરા અરિહંત ચેઈઆણં સૂત્રની વૃત્તિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org