________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[
૨
(અન્ય જીવોના પ્રતિબોધની ભાવનાનું ફળ જણાવે છે–)
૧૧૨૮મી ગાથામાં જણાવેલ “બીજા જીવો પણ પ્રતિબોધ પામશે એ ભાવથી ઉપાર્જિત કર્મથી મોક્ષનું અનન્ય કારણ એવા ભાવચારિત્રનો સ્વીકાર અવશ્ય થાય છે. આ ભાવચારિત્ર જ શુદ્ધ સંયમ છે. [૧૧૫૯]
भावत्थओ अ एसो, थोअव्वोचिअपवित्तिओ णेओ ।
णिरवेक्खाणाकरणं, कयकिच्चे हंदि उचिअंतु ॥११६० ॥ વૃત્તિ - “માવતવશેષ:' શુદ્ધઃ સંયમ:, કુતિ રૂાદ- “તોતવ્યોચિત પ્રવૃત્તેિ ' રાત્ 'विज्ञेय' इति, तथा हि 'निरपेक्षाऽऽज्ञाकरणमे'व 'कृतकृत्ये' स्तोतव्ये 'हन्धुचितं', नान्यत्, નિરપેક્ષત્નાવિતિ થાર્થ: / ૧૨૬૦ ||
આ શુદ્ધ સંયમ સ્તોતવ્ય વીતરાગ ભગવાન સંબંધી ઉચિત પ્રવૃત્તિ હોવાથી ભાવસ્તવ જાણવો. (મુખ્યતયા) અપેક્ષા વિના આજ્ઞાનું પાલન જ કૃતકૃત્ય એવા સ્તોતવ્ય વીતરાગ સંબંધી ઉચિત પ્રવૃત્તિ છે, અન્ય નહિ. કારણ કે વીતરાગ ભગવાન અપેક્ષાથી રહિત છે. (જિનભવનનિર્માણ આદિમાં પણ આજ્ઞાનું પાલન છે, પણ તેમાં ધનાદિની અપેક્ષા રહે છે. ધનાદિ વિના જિનનિર્માણ આદિ ન થઈ શકે. શુદ્ધ સંયમમાં ધનાદિની અપેક્ષા=જરૂર નથી. આથી મુખ્યતયા શુદ્ધ સંયમ ઉચિત પ્રવૃત્તિ છે અને તેથી તે ભાવસ્તવ છે.) [૧૧૬૦]'
एअं च भावसाहू, विहाय णऽण्णो चएइ काउं जे ।
सम्मं तग्गुणणाणाभावा तह कम्मदोसा य ॥ ११६१ ॥ वृत्तिः- 'एतच्च' एवमाज्ञाकरणं 'भावसाधु 'विहाय' मुक्त्वा 'नान्यः' क्षुद्रः ‘शक्नोति कर्तुमिति', कुत इत्याह- 'सम्यक्तद्गुणज्ञानाभावात्' इत्थमाज्ञाकरणगुणज्ञानाभावात् 'तथा ' તોષાવ્ય' વારિત્રમોદનીયર્માપરાધીક્વેતિ ગાથાર્થ ૨૬૭ |
(ભાવસાધુ જ નિરપેક્ષ આજ્ઞાપાલન કરી શકે એ કહે છે)
ભાવસાધુ સિવાય બીજો ક્ષુદ્ર જીવ આ પ્રમાણે (= અપેક્ષા વિના) આજ્ઞા પાલન કરવા સમર્થ નથી. કારણ કે બીજાઓને નિરપેક્ષ આજ્ઞાપાલનથી થતા લાભનું યથાર્થ જ્ઞાન નથી. જેમાં ભગવાનની આજ્ઞા વિસ્તારથી સમજાવવામાં આવી છે તે શાસ્ત્રના અભ્યાસ માટે ભાવસાધુ જ વિશેષ અધિકારી હોવાથી ભાવસાધુ જેવી રીતે નિરપેક્ષ આજ્ઞાપાલનના ગુણો જાણી શકે તેવી રીતે સમ્યગ્દષ્ટિ શ્રાવક વગેરે ન જાણી શકે. તથા બીજી વાત એ છે કે કદાચ નિરપેક્ષ આજ્ઞાપાલનના લાભનું થોડું જ્ઞાન થાય તો પણ ચારિત્રમોહનીય કર્મના ઉદય રૂપ દોષથી ભાવતિ સિવાય બીજો કોઈ તેને તે રીતે અમલમાં ન મૂકી શકે. [૧૧૬૧]
૧. આ ગાથા છઠ્ઠા પંચાશકમાં ૨૪મી છે. પણ ત્યાં શબ્દોમાં અને ભાવમાં પણ થોડો તફાવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org