________________
५०४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्तिः- 'तत्पूजापरिणामः' सङ्घपूजापरिणामः 'हन्दि महाविषय' एवं 'मन्तव्यः' सङ्घस्य महत्त्वात्, 'तद्देशपूजातोऽपि' एकत्वेन सर्वपूजाऽभावे, 'देवतापूजादिज्ञातेन' देवतादेशपादादिपूजोदाहरणेनेति गाथार्थः ।। ११३८ ।
(સંઘના એક દેશની પૂજાથી સંપૂર્ણ સંઘની પૂજા થઈ જાય છે...)
પ્રશ્ન-ચતુર્વિધ સંઘ તો સકલ મનુષ્યલોકમાં (૧૫ કર્મભૂમિમાં) રહેલો છે. તો તે સમસ્ત સંઘની પૂજા શી રીતે થઈ શકે ?
ઉત્તર-સંઘના એક દેશની પૂજા કરવા છતાં “હું સંઘની પૂજા કરું છું” એવા પૂજાના પરિણામ સંપૂર્ણ સંઘસંબંધી છે, અર્થાત્ ભાવ સંપૂર્ણ સંઘની પૂજા કરવાના છે. આથી સંઘના એક દેશની પૂજાથી સકલ સંઘની પૂજા થાય છે. દેવના કે રાજાના મસ્તક કે પગ વગેરે કોઈ એક અંગની પૂજા કરવા છતાં દેવની કે રાજાની પૂજા કરવાના પરિણામ હોવાથી દેવની કે રાજાની પૂર્ણ પૂજા થાય છે. [૧૧૩૮] विधिशेषमाह
तत्तो अ पइदिणं सो, करिज्ज पूअं जिणिंदठवणाए ।
विहवाणुसारगुरुई, काले निअयं विहाणेणं ॥ ११३९ ॥ वृत्तिः- 'ततश्च' प्रतिष्ठानन्तरं 'प्रतिदिनमसौ'-श्रावकः 'कुर्यात् 'पूजाम्' अभ्यर्चनरूपां 'जिनेन्द्रस्थापनायाः'-प्रतिमाया इत्यर्थः, 'विभवानुसारगुर्वीम्' उचितवित्तत्यागेन 'काले' उचित एव 'नियतां' भोजनादिवद्, 'विधानेन' शुचित्वादिनेति गाथार्थः ॥ ११३९ ॥
બાકીનો વિધિ કહે છે–
પ્રતિષ્ઠા થયા બાદ શ્રાવકે જિન પ્રતિમાની પૂજા ૧ દરરોજ, ર પોતાના વૈભવ પ્રમાણે એટલે કે ઉચિત ધનવ્યય કરીને ઉત્તમ, ૩ યોગ્ય કાલે, ૪ ભોજન વગેરેની જેમ નિયમિત રીતે અને ૫ શરીરશુચિ આદિ સાચવીને વિધિપૂર્વક કરવી. [૧૧૩૯] एतदेवाह
जिणपूआएँ विहाणं, सुईभूओ तीइ चेव उवउत्तो ।
अण्णंगमच्छिवंतो, करेइ जं पवरवत्थूहिं ॥ ११४० ॥ वृत्तिः- 'जिनपूजाया विधानमे'तत्- 'शुचीभूतः' सन् स्नानादिना 'तस्यामेव' पूजाया मुपयुक्तः'- प्रणिधानवान् 'अन्यदङ्ग'-शिरःप्रभृत्यस्पृशन् करोति यां' पूजां 'प्रवरवस्तुभिः'-सुगन्धिपुष्पादिभिरिति गाथार्थः ॥ ११४० ।। ૧. ટીકામાં પ્રવર્તેર સર્વપૂનાગATવે એ પદોનો અર્થ આ પ્રમાણે છે- સમસ્ત સંઘ એક હોવાથી સંપૂર્ણ સંઘની પૂજાના અભાવમાં. ૨. આથી જ દેવના કે રાજાના એક અંગની પૂજા કરી એમ નથી કહેવાતું, કિંતુ દેવની કે રાજાની પૂજા કરી એમ કહેવાય છે. તે પ્રમાણે
શક્તિ મુજબ કોઈ એક ગામના ચતુર્વિધ સંઘની, સાધુ-સાધ્વીની કે છેવટ શ્રાવક વગેરે એકાદ વ્યકિતની પણ પૂજા કરવાથી સકલ સંઘની પૂજા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org