________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४८५
એકાંત ભેદપક્ષમાં જો કે પિંડ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે, અને ઘટ રૂપે બની જાય છે, તો પણ કાર્ય-કારણ ભિન્ન હોવાના કારણે જેમ ઘટ પિંડથી ભિન્ન છે તેમ પટ પણ પિંડથી ભિન્ન છે, એથી પિંડથી જેમ ઘટ થાય છે તેમ પટ પણ કેમ ન થાય ? પટ પણ થવો જોઈએ એમ થાય તો પિંડથી ઘટ જ થાય, પેટ ન થાય એ નિયમ ન રહે.
(મન્વયતિત્વેિ વસ્તુનઃ =) કાર્ય-કારણ સ્વરૂપ વસ્તુમાં અન્વય-વ્યતિરેકિભાવ હોય છે. પણ એકાંતઅભેદપક્ષમાં અને એકાંતભેદપક્ષમાં આ ભાવ ઘટતો નથી. અભેદપક્ષમાં fપસત્વે ઘટસર્વ એમ અન્વય નથી. કારણ કે પિંડ પોતાના સ્વરૂપમાં જ રહે તો ઘટ બને જ નહિ. ભેદપક્ષમાં ઉપvમાવે પચાવ: એમ વ્યતિરેક નથી. પિંડ પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને ઘટરૂપે બને છે, એથી પિંડનો અભાવ થાય છે પણ ઘટનો અભાવ થતો નથી. [૧૦૮૮]. अतः सदसन्नित्यानित्यादिरूपमेव वस्तु, तथा चाह
एवंविहो उ अप्पा, मिच्छत्ताईहिँ बंधई कम्मं ।
सम्मत्ताईएहि उ, मुच्चइ परिणामभावाओ ॥ १०८९ ॥ वृत्तिः- ‘एवंविध एवात्मा'-सदसन्नित्यादिरूप: 'मिथ्यात्वादिभिः' करणभूतै बध्नाति 'कर्म' ज्ञानावरणादि, 'सम्यक्त्वादिभिस्तु' करणभूतैर्मुच्यते', कुत इत्याह-'परिणामभावात्' પરિણામસ્વાદ્રિતિ થાર્થ: II ૨૦૮૧ ||
આથી દરેક વસ્તુ સસ્તુ-અસતુ, નિત્ય-અનિત્ય ઈત્યાદિ રૂપ જ છે. ગ્રંથકાર તે પ્રમાણે જ કહે છે–
આવો (= સત-અસત, નિત્ય-અનિત્ય ઈત્યાદિ રૂપ) જ આત્મા મિથ્યાત્વાદિ 'અસાધારણ કારણોથી જ્ઞાનાવરણીય વગેરે કર્મ બાંધે છે, અને સમ્યક્ત્વ વગેરે અસાધારણ કારણોથી કર્મોથી મુક્ત થાય છે. કારણ કે આત્મા પરિણામી છે દ્રવ્યથી નિત્ય (એક સ્વરૂપવાળો) હોવા છતાં પર્યાયથી ભિન્ન ભિન્ન અવસ્થાને પામે છે. [૧૦૮૯]
सकडुवभोगोऽवेवं, कहंचि एगाहिकरणभावाओ ।
इहरा कत्ता भोत्ता, उभयं वा पावइ सयावि ॥ १०९० ॥ वृत्तिः- 'स्वकृतोपभोगोऽप्येवं'-परिणामित्वादात्मनि 'कथञ्चिदेकाधिकरणभावात्' चित्रस्वभावतया युज्यते, 'इतरथा' नित्यायेकस्वभावतायां 'कर्ता भोक्ता उभयं वा', वाशब्दादતુમય વા, ‘નોતિ સતાપિ', á સ્વભાવવાહિતિ પથાર્થ: // ૨૦૧૦ /
આત્મામાં સ્વકૃતકર્મનો ઉપભોગ પણ આત્મા પરિણામી હોવાથી ભિન્ન ભિન્ન સ્વરૂપવાળો હોવાના કારણે ઘટી શકે છે. કારણ કે પરિણામી હોવાના કારણે કર્મ અને ઉપભોગનું અધિકરણ (સ્થાન) કથંચિત એક છે. અન્યથા આત્મા નિત્ય વગેરે કોઈ એક સ્વરૂપવાળો માનવામાં આવે તો ૧. સીધા TTT TTTબૂ = અસાધારણ (મુખ્ય) કારણને કરણ કહેવામાં આવે છે. જેના વિના કાર્ય ન જ થાય છે કારણ અસાધારણ
કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org