________________
४८६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
આત્મા સદા ય કર્તા જ રહે, અથવા સદા ય ભોક્તા જ રહે, અથવા સદાય કર્તા-ભોક્તા રહે, અથવા સદા ય અકર્તા-અભોક્તા રહે. કારણ કે કર્તા વગેરે કોઈ એક જ સ્વરૂપવાળો માન્યો છે. [૧૦૯૦] एतदेव भावयति
वेएइ जुवाणकयं, वुड्ढो चोराइफलमिहं कोई ।
ण य सो तओ ण अन्नो, पच्चक्खाईपसिद्धीओ ॥१०९१ ॥ वृत्ति:- 'वेदयते' अनुभवति 'युवकृतं' तरुणकृतमित्यर्थः 'वृद्धश्चौर्यादिफलं'-बन्धनादि इह 'कश्चित्', लोकसिद्धमेतत्, 'न चासौ'-वृद्ध स्ततो'-यूनो 'नान्यः', किन्त्वन्यः, 'प्रत्यक्षादिप्रसिद्धेः' कारणादिति गाथार्थः ॥ १०९१ ।।
ण य णाणण्णो सोऽहं, किं पत्तो ? पावपरिणइवसेणं । __ अणुहवसंधाणाओ, लोगागमसिद्धिओ चेव ॥ १०९२ ॥
वृत्तिः- 'न च नानन्यः', किन्त्वनन्योऽपि, कथमित्याह-'सोऽहं किं प्राप्तो' बन्धनादि ? 'पापपरिणतिवशेन' चौर्यप्रभवेन 'अनुभवसन्धानात्' सोऽहमित्यनेन प्रकारेण, 'लोकागमसिद्धितश्चैव' सोऽयमिति लोकसिद्धिः, तत्पापफलमित्यागमसिद्धिरिति गाथार्थः ॥ १०९२ ॥
આ જ વિષયને વિચારે છે–
ચોરી આદિ કાર્ય યુવાન કરે છે, અને તેનું બંધનાદિ ફલ કોઈ વૃદ્ધ અનુભવે છે. આ બિના લોકમાં પ્રસિદ્ધ છે. વૃદ્ધ યુવાનથી અન્ય નથી એવું નથી, અર્થાત્ અન્ય છે. કારણ કે આ (= યુવાનથી વૃદ્ધ અન્ય છે એ) પ્રત્યક્ષાદિથી પ્રસિદ્ધ છે. [૧૦૯૧) તથા વૃદ્ધ અને યુવાન એક નથી એમ પણ નથી, અર્થાત્ એક પણ છે. કારણ કે યુવાવસ્થામાં કરેલી ચોરીની સજા વૃદ્ધાવસ્થામાં પામનારને એમ થાય છે કે તે હું બંધનાદિ કેમ પામ્યો? ચોરીના કારણે થયેલ પાપફળના કારણે તે હું બંધનાદિ પામ્યો એમ અનુભવનો અનુસંધાન થાય છે. લોકો પણ તેના માટે કહે છે કે તે આ (= જેણે પૂર્વે ચોરી કરી હતી તે આવે છે. તેણે જુવાનીમાં કરેલી ચોરીનું આ ફલ છે એમ આગમ (= શાસ્ત્ર) કહે છે. આમ વૃદ્ધ અને યુવાન એક છે એ અનુભવથી, લોકથી અને આગમથી સિદ્ધ છે. [૧૦૯૨)
इअ मणुआइभवकयं, वेअइ देवाइभवगओ अप्पा ।
तस्सेव तहाभावा, सव्वमिणं होइ उववण्णं ॥ १०९३ ॥ वृत्तिः- ‘एवं' वृद्धवद्'मनुष्यादिभवकृतं' पुण्यादि वेदयते' अनुभवति देवादिभवगतः' सन् 'आत्मा' जीव इति, 'तस्यैव' मनुष्यादेः 'तथाभावाद्' देवादित्वेन भावात्, 'सर्वमिदं' निरुपचरितं स्वकृतभोगादि 'भवत्युपपन्नं', नान्यथेति गाथार्थः ॥ १०९३ ॥
एगतेण उ निच्चोऽणिच्चो वा कह णु वेअई सकडं ? । एगसहावत्तणओ, तयणंतरनासओ चेव ॥ १०९४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org