________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३९५
તપ પ્રસ્તુતમાં (= સંયમમાં) ઉપયોગી છે એમ કહે છે–
આ લોકમાં તપ રૂપ અનુષ્ઠાન મુખ્ય વ્રતરક્ષક છે, અને તમરૂપ અનુષ્ઠાનથી અવશ્ય મોક્ષફલવાળી પ્રશસ્ત ગુણવૃદ્ધિ થાય છે, એમ જિનેશ્વરો કહે છે. [૮૪૩. तपउपधानस्वरूपमाह
सुहजोगवुड्ढिजणयं, सुहझाणसमन्निअं अणसणाई ।
जमणासंसं तं खलु, तवोवहाणं मुणेअव्वं ॥ ८४४ ॥ वृत्तिः- 'शुभयोगवृद्धिजनकं' शुभानुबन्धित्वेन 'शुभध्यानसमन्वित'मासेवनाकाले'ऽनशनादि' प्रवचनोक्तं 'यत् 'अनाशंसं' निरभिसन्धि 'तत् खलु'-अनशनादि 'तपउपधानं मन्तव्यं', न तु स्वाग्रहप्रकाममिति गाथार्थः ॥ ८४४ ।।
તપરૂપ અનુષ્ઠાનનું સ્વરૂપ કહે છે
આ લોકના સુખ આદિની આશંસાથી અને સ્વાગ્રહથી રહિત એવું જિનશાસનમાં જણાવેલ અનશનાદિ તપ રૂપ અનુષ્ઠાન સેવન કરતી વખતે શુભધ્યાનવાળું હોય છે, અને પછી પણ કુશલ કર્મનો અનુબંધ થતો હોવાથી શુભયોગોની વૃદ્ધિ કરનાર છે. [૮૪૪] . ओघत बाह्याभ्यन्तररूपं तप आह
अणसणमूणोअरिआ, वित्तीसंखेवणं रसच्चाओ ।
कायकिलेसो संलीणया य, बज्झो तवो होई ॥ ८४५ ॥ वृत्तिः- 'अनशनम्' इत्वरादिरूपम् 'ऊंनोदरता' अल्पाहारादिलक्षणा 'वृत्तिसक्षेपः' अटनगृहमानादिः रसपरित्यागः'विकृतिपरिहार: 'कायक्लेशः' ऊर्वस्थानादिना संलीनता च' इन्द्रियनोइन्द्रियगुप्तता, एतद् ‘बाह्यं तपो भवति', बाह्यमिव बाह्यं, सर्वलोकविदितत्वादेवेति गाथार्थः ।। ८४५ ॥
ઓઘથી (= સંક્ષેપથી) બાહ્ય-અત્યંતર તપ કહે છે–
બાહ્યતપના અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયફલેશ અને સંલીનતા એમ છે ભેદ છે.
અનશનના ઈવર વગેરે ભેદો છે. ઊણોદરી એટલે (ભૂખ કરતાં) ઓછો આહાર લેવો વગેરે. ભિક્ષામાં ઘર (કે દ્રવ્ય) વગેરેનું પ્રમાણ કરવું તે વૃત્તિસંક્ષેપ છે. રસત્યાગ એટલે વિગઈઓનો ત્યાગ કરવો. કાયફલેશ એટલે ઊભા રહેવું વગેરે રીતે કાયાને કષ્ટ આપવું. સંલીનતા એટલે ઇન્દ્રિય અને મન ઉપર સંયમ રાખવો (= ઈંદ્રિય અને મનને અશુભમાં ન પ્રવર્તવા દેવા.) આ તપ સઘળા લોકોમાં પ્રસિદ્ધ હોવાથી જ બાહ્ય કહેવાય છે.
[અનશન એટલે ભોજન ન કરવું. તેના યાવન્કથિક અને ઈરિક એમ બે ભેદ છે. ૧. ૮૪૫ અને ૮૪૬ એ બે ગાથાઓમાં [ ] આવા કાઉંસમાં આવેલું વિશેષ વર્ણન અન્ય ગ્રંથોના આધારે લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org