________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ ४२७
वृत्ति:- 'तथा’ऽन्तकृत्केवलिफलदं 'चरमशरीरत्वमनेकभवकुशलयोगतः '- अनेकजन्मधर्म्माभ्यासेन 'नियमात्' नियमेन 'प्राप्यते', किमित्येवमित्याह- 'यद्' यस्मात् 'मोह: ' असत्प्रवृत्तिहेतुः ‘अनादिमानिति' कृत्वाऽभ्यासतः सात्मीभूतत्वाद् 'दुर्विजयः', नाल्पैरेव भवैर्जेतुं शक्यत इति गाथार्थः ॥ ९२३ ॥
આ જ વિષયને સ્પષ્ટ કરે છે—
અંતકૃત્કવલિપણારૂપ ફલ આપનાર ચરમશરીર નિયમા અનેક જન્મો સુધી કરેલા ધર્મના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. કારણ કે અસત્પ્રવૃત્તિનો હેતુ મોહ અનાદિકાળથી છે, આથી ઘણા અભ્યાસથી આત્મા સાથે એકમેક થઈ ગયો હોવાથી મોહ અત્યંત દુર્જેય છે, અર્થાત્ થોડા જ ભવોથી જીતી શકાય તેવો નથી. [૯૨૩]
अत्राह
मरुदेविसामिणीए, ण एवमेअंति सुव्वए जेणं ।
साखु किवंदणिज्जा, अच्चंतं थावरा सिद्धा ॥ ९२४ ॥
वृत्ति:- 'मरुदेवीस्वामिन्याः ' प्रथमतीर्थकरमातुः 'नैवमेतत्' यदुतैवं, तथा चरमशरीरत्वमित्येवं, 'श्रूयते येन' कारणेनागमे, 'सा किल वन्दनीया', किलशब्दः परोक्षाप्तवादसंसूचकः, 'अत्यन्तं स्थावरा सिद्धा, कदाचिदपि त्रसत्वाप्राप्तेस्तस्या इति गाथार्थः ॥ ९२४ ॥
અહીં વાદી પ્રશ્ન કરે છે—
મરુદેવીમાતાને અંતકૃત્કવલિપણારૂપ ફલ આપનાર ચરમશરીર અનેક જન્મો સુધી ધર્મના અભ્યાસથી પ્રાપ્ત થયું ન હતું. કારણ કે આગમમાં સંભળાય છે કે વંદનીયા મરુદેવી માતા પૂર્વે ક્યારે પણ ત્રસપણાને પામ્યા વિના સ્થાવ૨૫ણામાંથી સીધા મનુષ્યભવમાં આવીને મોક્ષ પામ્યા. किल शब्द नहि भेयेस सातवाहनो सूर्य छे. [२४]
अत्रोत्तरमाह
सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्ते ।
अन्नेऽवि एवमाई, भणिया इह पुव्वसूरीहिं ॥ ९२५ ॥
वृत्ति: - 'सत्यमिदम्'- एवमेतत् 'आश्चर्यभूतं पुनः', नौघविषयमेव, 'भाषितमिदं सूत्रे' मरुदेवीचरितं, तथा च 'अन्येऽप्येवमादयो' भावा: आश्चर्यरूपा एव 'भणिता 'इह' प्रवचने 'पूर्वसूरिभि:' पूर्वाचार्येरिति गाथार्थः ॥ ९२५ ॥
૧. તીર્થંકર જેવા મહાપુરુષોને પણ અનેક ભવો સુધી વૈરાગ્યનો અભ્યાસ કર્યા પછી જ અંતિમભવમાં વૈરાગ્ય જન્મથી આત્મસાત્ થાય છે. આથી જ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે
पद्वभ्यासादरैः पूर्वं तथा वैराग्यमाहरः ।
यथेह जन्मन्याजन्म, तत सात्मीभावमागमत् ।। १० । १ ।
હે પ્રભુ ! આપે પૂર્વભવોમાં વૈરાગ્યને સારી રીતે સતત સેવનથી એવી રીતે આત્મસાત્ કર્યો કે જેથી તીર્થંકરના ભવમાં તે વૈરાગ્ય જન્મથી જ આત્મસાત્ બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org