________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[૪૨૬
પ્રશ્ન- મરુદેવીમાતાના વૃત્તાંતને શાસ્ત્રમાં આશ્ચર્યરૂપ કહ્યો નથી. કારણ કે આ દશ આશ્ચર્યોંમાં તે વૃત્તાંત સાંભળવામાં આવતો નથી.
ઉત્તર- તમારું કહેવું બરોબર છે. પણ આ દશ આશ્ચર્યો ઉપલક્ષણ છે. આ દશ આશ્ચર્યના ઉપલક્ષણથી અન્ય આશ્ચર્યો હોવામાં પણ વિરોધ નથી.
મરુદેવી માતાનો વૃત્તાંત આશ્ચર્યરૂપ છે એમ જે પૂર્વે કહ્યું છે તેનો અર્થ એ છે કે આવો વૃત્તાંત સતત બનતો નથી, કિંતુ અનંતા કાળે જ થાય છે. સંપૂર્ણ સંસાર સુધી વનસ્પતિકાયમાં રહીને વનસ્પતિકાયમાંથી સીધા મનુષ્યભવમાં આવીને સિદ્ધ થાય એવું અનંતા કાળે જ બને છે. [૯૨૮] किं न सर्वेषामेतदित्याह
तहभव्वत्ताऽभावा, पढममणुव्वट्टणादकालाओ ।
इत्तरगुणजोगा खलु, न सव्वसाहारणं एअं ॥ ९२९ ॥
वृत्ति: - ' तथा ' मरुदेवीकल्पित' भव्यत्वाभावात्' सर्वेषां तथा 'प्रथममनुवर्त्तनात् ' तद्वदेव 'अकालाच्च' तथाविधकालाभावाच्च तथा 'इत्वरगुणयोगाद्धेतोः ' अन्येषां 'न साधारणमेतत्'मरुदेव्युदाहरणमिति गाथार्थः ॥ ९२९ ॥
બધાઓની મુક્તિ આ રીતે કેમ થતી નથી ? એ પ્રશ્નનું સમાધાન કરે છે—
(૧) બધા જીવોનું મરુદેવીમાતા સમાન ભવ્યત્વ ન હોય, બધા જીવો વનસ્પતિકાયમાંથી સીધા મનુષ્યભવમાં ન આવે, બધા જીવોનો તેવો કાલ ન હોય, તથા બધા જીવોને (પહેલાં) ઇત્વર અલ્પકાલીન (ક્ષાયોપશમિકાદિભાવોના) ગુણોનો યોગ થાય છે, (અલ્પકાલીનગુણોનો અનેકભવોમાં અભ્યાસ કર્યા પછી જ શાશ્વત (= ક્ષાયિક ભાવોના) ગુણોનો યોગ થાય છે.) આ કારણોથી મરુદેવીમાતાનું દૃષ્ટાંત સર્વસાધારણ નથી, અર્થાત્ બધા જીવોને મરુદેવીમાતાની જેમ મુક્તિ ન થાય. [૯૨૯] प्रकृतयोजनामाह
इअ चरणमेव परमं, निव्वाणपसाहणंति सिद्धमिणं । तब्भावेऽहिगयं खलु, सेसंपि कयं पसंगेणं ॥ ९३० ॥
વૃત્તિ:- ‘ય' પૂર્વ ‘રળમેવ ‘પરમં’ પ્રધાન ‘નિર્વાપ્રસાધનમ્ ‘કૃતિ' વં ‘સિદ્ધमेतदि'ति, 'तद्भावे' चरणप्राधान्यभावे ऽधिकृतं खलु शेषमप्येतदर्थमेव, गुरुगच्छाद्यासेवनाद्यपि સિદ્ધ ‘વૃત પ્રસÌન’ પર્યાપ્તમાનુષિિત ગાથાર્થ: || ૨૩૦ ||
। તાં વારં સમ્મત્ત ।
=
પ્રસ્તુત વિષયની યોજના કરે છે—
આ પ્રમાણે ચારિત્ર જ મોક્ષનું મુખ્ય સાધન છે એ સિદ્ધ થયું. ચારિત્ર પ્રધાન હોવાથી પ્રસ્તુત ગુરુગચ્છસેવા વગેરે પણ ચારિત્ર માટે જ છે એ સિદ્ધ થયું. આનુષંગિક વર્ણન આટલું બસ છે. [૯૩૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org