________________
૪૪૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉપદેશને સાંભળનારા બીજાઓને તો લાભ થાય ને? બીજાઓને લાભ થાય તો તેનાથી પરંપરાએ તો લાભ થાય ને ?
ઉત્તર- તેનાથી પરંપરાએ બીજાઓને પણ લાભ ન થાય. પ્રશ્ન- આને શું કારણ?
ઉત્તર- અસદાગ્રહથી ભાવિતમિતિવાળા અતિપરિણત અને અપરિણત ઉપદેશકો દ્વારા શ્રોતાઓનો પણ શુદ્ધ પુરુષાર્થ થતો નથી. કારણ કે અતિપરિણત અને અપરિણત ઉપદેશકો શ્રોતાઓ આગળ મિથ્યા પ્રરૂપણા કરે. [૯૮૩] . एतदेवाह
अविअ तओ चिअ पायं, तब्भावोऽणाइमंति जीवाणं ।
इअ मुणिऊण तयत्थं, जोगाण करिज्ज वक्खाणं ॥९८४ ॥ वृत्तिः- 'अपि च 'तक एव' अतिपरिणामादिक एव 'प्रायो' मिथ्याभिनिवेशभावितमतेः सकाशात्, तस्य च भावः 'तद्भावो'-मिथ्याभिनिवेशभावो ऽनादिमानि ति कृत्वा 'जीवानां' भावनासहकारिविशेषाद्, 'इय' एवं 'मत्वा तदर्थं' तद्धितायैव 'योग्येभ्यो' विनेयेभ्यः 'कुर्याद् વ્યારાની' વિધતિ માથાર્થઃ || ૧૮૪ ||.
આ જ વિષયને કહે છે–
વળી જીવોમાં અનાદિકાળથી અસદાગ્રહનો ભાવ રહેલો છે, એથી જીવોની મતિ અસદ્ આગ્રહથી ભાવિત હોવાના કારણે જીવોમાં પ્રાયઃ અતિપરિણામાદિ રૂપ જ ભાવ રહેલો છે.
ભાવાર્થ- અતિપરિણત અને અપરિણત સાધુઓ મિથ્યાપ્રરૂપણા કરે છે અને પ્રાયઃ જીવો પણ મિથ્યા આગ્રહના સ્વભાવવાળા જ છે. એક તો જીવોનો મિથ્યા આગ્રહનો સ્વભાવ છે, અને તેમાં વળી અતિપરિણત અને અપરિણત સાધુઓની મિથ્યા પ્રરૂપણાનો સહકાર મળે એટલે શ્રોતાઓનો શુદ્ધ પુરુષાર્થ ન થાય.
આમ જાણીને ગુરુ તેમના (અયોગ્ય શિષ્યોના, શ્રોતાઓના અને યોગ્ય શિષ્યોના) હિત માટે જ યોગ્ય શિષ્યોને વિધિપૂર્વક વાચના આપે. [૯૮૪].
उवसंपण्णाण जहाविहाणओ एव गुणजुआणंपि ।
सुत्तत्थाइकमेणं, सुविणिच्छिअमप्पणा सम्मं ॥ ९८५ ॥ वृत्तिः- 'उपसम्पन्नानां' सतां 'यथाविधानतः' सूत्रनीत्या ‘एवं गुणयुक्तानामपि', नान्यथा, तदपरिणत्यादिदोषात्, कथं कर्त्तव्यमित्याह-'सूत्रार्थादिक्रमेण' यथाबोधं सुविनिश्चितमात्मना सम्यग्', न शुकप्रलापप्रायमिति गाथार्थः ॥ ९८५ ॥
ઉપર્યુક્ત ગુણોથી યુક્ત જે સાધુઓ ઉપસંપન્ન = ભણવા આવેલા) હોય તેમને પણ, પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org