________________
४२० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तथैतत्कर्त्तव्यम्
अणुमोएमो तेसिं, भगवंताण चरिअं निरइआरं ।
संवेगबहुलयाए, एव विसोहिज्ज अप्पाणं ॥ ९०५ ॥ वृत्तिः-'अनुमोदामहे तेषां' दशार्णभद्रादीनां भगवतांचरितं निरतिचार', यथोक्ताचारमित्यर्थः, 'संवेगबहुलतया एवम्' उक्तेन प्रकारेण सर्वत्र ‘विशोधयेदात्मानं' कर्ममलादिति गाथार्थः ॥ ९०५ ॥
તથા આ પણ કરવું કે- શ્રીદશાર્ણભદ્ર આદિ ભગવંતોના નિરતિચાર ચારિત્રને અનુમોદીએ છીએ. ઉક્ત રીતે અતિશય સંવેગથી કર્મમલને દૂર કરીને આત્માને શુદ્ધ કરે. [૯૦૫]. अत्रैव गुणमाह
इअ अप्पणो थिरत्तं, तक्कुलवत्ती अहंति बहुमाणा ।
तद्धम्मसमायरणं, एवंपि इमं कुसलमेव ॥ ९०६ ॥ वृत्तिः- ‘एवं' क्रियमाणे आत्मनः स्थिरत्वं' भवति, तथा तत्कुलवर्ती' दशार्णभद्रादिकुलवर्ती 'अहमित्य'स्माद् ‘बहुमानात् तद्धर्मसमाचरणं'-दशार्णभद्रादिधर्मसेवनं भवति, ‘एवमप्येतत्' परोपाधिद्वारेण विशिष्टानुष्ठानं 'कुशलमेवा'वस्थान्तर इति गाथार्थः ।। ९०६ ।।
__ अण्णेसिपि अ एवं, थिरत्तमाईणि होति निअमेणं ।
इह तो संताणो खलु, विकहामहणो मुणेअव्वो ॥९०७ ॥ वृत्तिः- 'अन्येषामपि चैवम्'-उक्तेन प्रकारेण 'स्थिरत्वादीनि भवन्ति, नियमेन' श्रवणात् सकाशाद्, एवं शुभ सन्तान एव', एवं तेभ्योऽपि तदन्येषां स्थिरत्वादिभावाद्, अयं च जन्मान्तरेऽपि 'विकथामथनो'विकथाविनाशनो 'मुणितव्यः', तदन्येषां तद्विनाशनेनेति गाथार्थः ॥ ९०७ ॥
પતિકથા કરવામાં થતા લાભને કહે છે–
આ પ્રમાણે (યતિકથા) કરવામાં આત્માની સ્થિરતા થાય, તથા “હું દશાર્ણભદ્ર આદિ જેવા મહાપુરુષોના કુલને પામ્યો છું” એવા બહુમાનથી દશાર્ણભદ્ર આદિના જેવું ધર્મસેવન કરવાનો ઉત્સાહ થાય. આ રીતે બીજાના આલંબનથી પણ વિશિષ્ટ અનુષ્ઠાન થાય તો તે અવસ્થાંતરમાં સારું જ છે. (યતિકથાને) સાંભળવાથી બીજાઓને પણ આ રીતે સ્થિરતા વગેરે અવશ્ય લાભ થાય. તેમનાથી ( શ્રવણની સ્થિરતાદિને પામેલાઓથી) પણ બીજાઓને સ્થિરતાદિ લાભ થાય. એમ શુભનો પ્રવાહ જ ચાલે. આ પ્રવાહ જન્માંતરમાં પણ વિકથાનો નાશ કરનારો જાણવો. કારણ કે
૧. અન્ય અવસ્થા તે અવસ્થાંતર. નિરાલંબન અવસ્થાથી અન્ય જે સાલંબન અવસ્થા તે અવસ્થાંતર, તેમાં જીવ જ્યાં સુધી નિરાલંબન
(=બીજાના આલંબન વિના સ્વયં જ વિશિષ્ટ ધર્મ કરે તેવી) અવસ્થા ન પામે ત્યાં સુધી આ રીતે આલંબનથી પણ વિશિષ્ટ ધર્મ કરે તે પણ ઉચિત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org