________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ ૩૬૩
एकस्य' दातुरपरिणतः, दानं समक्षयोरेवेत्यनिसृष्टाद् भेदः, 'लिप्तं वसादिना' गर्हितद्रव्येण, 'छर्द्दितं तु परिशातनावद्देयमिति गाथार्थः ॥ ७६५ ॥
હવે વિસ્તૃત અર્થ કહે છે—
(૧) શંકિત- શંકિત એટલે શંકાવાળું. જે આહારમાં (ઉદ્ગમના ૧૬ અને એષણાના શંકિત સિવાયના ૯ એમ ૨૫ દોષમાંથી) જે દોષની શંકા પડે તે આહાર લેવાથી (કે વાપરવાથી) તે જ દોષ લાગે.
[જેમ કે આહાર શુદ્ધ હોવા છતાં આધાકર્મની શંકા પડે છતાં તે આહાર લેવામાં આવે કે વાપરવામાં આવે તો આધાકર્મ દોષ લાગે, ઔદેશિકની શંકા પડે તો ઔદેશિક દોષ લાગે. જે જે દોષની શંકાપૂર્વક વહોરે કે વાપરે તે તે દોષ લાગે.
અહીં ગ્રહણ અને ભોજનને આશ્રયીને ચાર ભાંગા છે. તે આ પ્રમાણે- (૧) ગ્રહણ (= આહાર લેતી વખતે) અને ભોજન (= વાપરતી વખતે) એ બંનેમાં શંકિત. (૨) ગ્રહણમાં શંકિત, ભોજનમાં નિઃશંક. (૩) ગ્રહણમાં નિઃશંક, ભોજનમાં શંકિત. (૪) બંનેમાં નિઃશંક.
પહેલા ભાંગાની ઘટના- કોઈ સાધુને કોઈ ઘરે ઘણો આહાર જોતાં આટલો બધો આહાર કેમ છે ? કંઈક ગરબડ લાગે છે ! એવી શંકા થઈ, પણ લજ્જાળુ હોવાથી ગૃહસ્થને વધારે રસોઈ બનાવવાનું કારણ પૂછી શકે નહિ. શંકાપૂર્વક જ તે આહાર વહોરે અને શંકાપૂર્વક જ વાપરે.
બીજા ભાંગાની ઘટના- ઉપર કહ્યું તેમ શંકિત આહાર લાવ્યા પછી ભોજનની શરૂઆત કરતાં પહેલાં બીજા કોઈ સાધુ વગેરેના કહેવાથી ખબર પડી જાય કે હું જે ઘરેથી શંકિત આહાર લાવ્યો છું તે ઘરનો આહાર નિર્દોષ છે. આથી વાપરતી વખતે નિઃશંક છે.
ત્રીજા ભાંગાની ઘટના- કોઈ સાધુને કોઈના ઘરેથી નિઃશંક આહાર લાવ્યા પછી કોઈ કારણથી તેમાં શંકા પડે કે હું અમુક ઘરેથી જે આહાર લાવ્યો છું તે કદાચ દોષિત હશે. આવી શંકાપૂર્વક આહાર વાપરે.
ચોથા ભાંગાની ઘટના- શંકા વિના આહાર લે અને શંકા વિના વાપરે.
ગ્રહણ કરતી વખતે શંકિત હોવા છતાં વાપરતી વખતે નિઃશંક બની જાય તો તે આહાર શુદ્ધ ગણાય. આથી ચાર ભાંગામાં પહેલો અને ત્રીજો એ બે ભાંગા અશુદ્ધ છે, બીજો અને ચોથો એ બે ભાંગા શુદ્ધ છે.]
(૨) પ્રક્ષિત- પ્રક્ષિત એટલે યુક્ત (= ખરડાયેલ). સચિત્ત પાણી વગેરેથી યુક્ત હોય તે ખાખરો વગેરે આહાર લેવો તે પ્રક્ષિત દોષ છે.
[પ્રક્ષિતના સચિત્ત વસ્તુથી પ્રક્ષિત અને અચિત્ત વસ્તુથી પ્રક્ષિત એમ બે ભેદ છે. તેમાં સચિત્ત વસ્તુથી પ્રક્ષિત આહાર સર્વથા ન કલ્પે. આહાર, આહાર આપવાનું ભાજન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org