________________
રૂદ૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (૫) મત્ત-મદિરા પીને મત્ત બનેલાના હાથથી લેવાથી (૧) તે સાધુ સાથે આલિંગન કરે,
(૨) પાનું ફોડી નાખે, (૩) અથવા ઊલટી કરે, (૪) આથી સાધુનું શરીર કે પાત્ર ખરડાવાથી લોકોમાં “આ સાધુઓ આવા મત્ત પાસેથી ભિક્ષા લેતા હોવાથી અપવિત્ર છે” એમ શાસનની હીલના થાય, (૫) કદાચ તે દારૂના નશામાં સાધુને મારી પણ
નાખે, (આપવાની વસ્તુ ઢોળે...) ઈત્યાદિ અનેક દોષો છે. (૬) ક્ષિપ્તચિત્ત- ધનનાશ આદિથી ગાંડો બની ગયેલો. (૭) દીપ્તચિત્ત- અનેક વાર શત્રુપરાજય વગેરે કઠીન કાર્યો કરવાથી મારા જેવો કોઈ નથી
એમ માનીને છકી ગયેલો. (૮) યક્ષાવિષ્ટ- પિશાચના વળગાડવાળો.
ક્ષિપ્તચિત્ત આદિ ત્રણના હાથથી વહોરવાથી “મત્તમાં જણાવ્યા મુજબ યથાસંભવ દોષો લાગે. કરછિન્ન- જેના હાથ કપાઈ ગયા છે તે કરછિન્ન. કરછિન્ન મળ-મૂત્ર આદિની શંકા ટાળ્યા પછી પાણીથી શુદ્ધિ ન કરવાથી પ્રાય: અપવિત્ર હોય. આથી તેની પાસેથી લેવાથી (૧) લોકમાં “આ સાધુઓ આવા અપવિત્રની પાસેથી લેતા હોવાથી અપવિત્ર છે' એમ શાસનહીલના થાય, (૨) હાથ ન હોવાથી આપતાં આપવાની
વસ્તુ કે ભાજન નીચે પડી જાય તો છકાયની વિરાધના થાય. (૧૦) ચરણછિન્ન- જેના પગ કપાઈ ગયા હોય તે ચરણછિત્ર. તેના હાથથી વહોરવાથી
કરછિન્નમાં જણાવ્યા મુજબ યથાસંભવ દોષો થાય. તથા પગ ન હોવાથી ભિક્ષા
આપવા માટે ચાલવામાં પ્રાય: તે પડી જાય, તેથી છકાયની વિરાધના વગેરે થાય. (૧૧) અંધ અંધ દેખી ન શકવાથી વહોરાવવામાં છકાયની વિરાધના કરે. તે આ પ્રમાણે
(૧) ચાલવામાં પગ વડે, (૨) સ્કૂલના થતાં પડી જવાથી, (૩) વહોરાવતાં આહારાદિ સાધુના પાત્રની બહાર નાખવાથી, (વહોરાવ્યા પછી ભાજન નીચે
મૂકતાં...) એમ અનેક રીતે છ કાયની વિરાધના કરે. (૧૨) નિગડિત- બે પગમાં કે બે હાથમાં બેડી આદિથી બંધાયેલ હોય તે નિગડિત. આવો
દાયક (પ્રાય:) દેહની શુદ્ધિથી રહિત હોય, પડી જાય ઈત્યાદિ અનેક દોષો તેના
હાથથી લેવાથી સંભવે. (૧૩) કુષ્ઠી-કોઢિયાના હાથથી લેવાથી (૧) સાધુને પણ કોઢ રોગ થવાનો સંભવ છે, (૨)
તેનું શરીર અશુચિવાળું હોય છે. (૧૪) ગર્ભિણી- ગર્ભવતી બાઈના પાસેથી વહોરવાથી બેસવા-ઉઠવામાં ગર્ભને પીડા થાય. (૧૫) બાલવત્સા- જે સ્ત્રી ધાવણા બાળકને ધવડાવતી હોય, ખોળામાં બેસાડ્યું હોય, હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org