________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ રૂ૭૭
અને મોટું પાત્ર ઉત્કૃષ્ટ છે. [૭૨] અથવા પાત્રનું પોતાના આહારના માપ પ્રમાણે બીજું પણ પ્રમાણ છે. આ બીજા પ્રમાણવાળા પાત્રને કાલપ્રમાણસિદ્ધ અને ઉદરપ્રમાણ સિદ્ધ કહે છે. [૭૩] તે આ પ્રમાણે- સદ્રવ આહારથી ચાર આંગલ ન્યૂન પાત્ર ભરવામાં આવે અને તેટલું ભોજન જેઠ માસ વગેરે ઉષ્ણકાળમાં બે ગાઉ દૂરથી આવેલા અને એથી કાલ અને માર્ગથી થાકેલા સાધુને પુરું થાય, આ રીતે કાલપ્રમાણસિદ્ધ આ (આટલું) જ પ્રમાણ પાત્રનું છે. [૭૯૪] સાધુ સામાન્યથી આટલા પ્રમાણવાળું પાત્ર રાખે. અપવાદથી સ્વ-પરના અનુગ્રહ માટે આનાથી મોટા પ્રમાણવાળું પાત્ર પણ રાખે. જંગલમાં વિહાર કરવાનો હોય, ભિક્ષા મુશ્કેલીથી મળતી હોય, શત્રુએ નગરના કિલ્લાને ઘેરો ઘાલ્યો હોય, તથા અન્ય ભય ઉપસ્થિત થાય ત્યારે મોટું પણ પાત્ર રાખે. [૭૯૫] (આવા પ્રસંગે મોટા પાત્રમાં અધિક આહાર લાવીને બાલ, વૃદ્ધ આદિને આપવાથી સ્વ-પર ઉપર અનુગ્રહ થાય. ઓઘનિર્યુક્તિ ભાષ્યગાથા ૩૨૧ વગેરેમાં કહ્યું છે કે, વેયાવચ્ચ કરનાર સાધુ ઘણી કર્મનિર્જરા કરવા માટે મોટા પ્રમાણવાળું ઔપગ્રહિક નંદીપાત્ર રાખે, ઔધિક નહિ. વેયાવચ્ચ કરનાર સાધુ માટે આ વિશેષ (= અપવાદ) છે. બાકીના સાધુઓને તો પ્રમાણયુક્ત (ઉદરપ્રમાણ) જ પાત્ર હોય. [૭૯૬] નંદીપાત્રનું પ્રયોજન કહે છે– શત્રુએ નગરના કિલ્લાને ઘેરો ઘાલ્યો હોય વગેરે વિશેષ પ્રકારની આપત્તિમાં કોઈ નાવિક વગેરે શ્રીમંત પાત્ર ભરાય તેટલું વહોરાવે ત્યારે નંદીપાત્રમાં વહોરી શકાય, માટે નંદીપાત્ર રાખવાનું છે. બાકીના કાળમાં નંદીપાત્રનો ઉપયોગ કરવાનો નિષેધ છે. [૭૯૭]
पत्ताबंधपमाणं, भाणपमाणेण होइ कायव्वं ।
जह गंठिम्मि कयम्मी, कोणा चतुरंगुला होंति ॥ ७९८ ॥ वृत्तिः- 'पात्रबन्धप्रमाणं', किमित्याह-'भाजनप्रमाणेन' करणभूतेन 'भवति कर्त्तव्यं', किंविशिष्टमित्याह-'यावद् ग्रन्थौ कृते' सति 'कोणौ चतुरङ्गुलौ भवतः', त्रिकालविषयत्वात् सूत्रस्यापवादिकमिदं, सदा (तदा) ग्रन्थ्यभावादिति गाथार्थः ॥ ७९८ ॥
(૨) ઝોળીનું પ્રમાણ- ઝોળીનું પ્રમાણ પાત્રના માપ પ્રમાણે કરવું, અર્થાત (ઝોળીમાં પાત્ર નાખીને) ગાંઠ વાળતાં ખૂણા ચાર આંગળ વધે તેટલું કરવું. સૂત્રનો વિષય ત્રણે કાળ હોવાથી આ સૂત્ર અપવાદિક સમજવું. કારણ કે ઝોળીને સદા ગાંઠ ન હોય. (પૂર્વે ઝોળીમાં ગાંઠ વાળવામાં આવતી ન હતી. આચરણાથી હમણાં ઝોળીને ગાંઠ વાળવામાં આવે છે.) [૭૯૮]
पत्तगठवणं तह गोच्छओ अ पायपडिलेहणी चेव ।
तिण्हंपि ऊ पमाणं, विहत्थि चउरंगुलं चेव ॥ ७९९ ॥ वृत्ति:- 'पात्रस्थापनमूर्णामयं तथा गोच्छकश्च पात्रप्रतिलेखनी चैव'-मुहपोत्ती, एतेषां 'त्रयाणामपि' प्रमाणं प्रस्तुतं 'वितस्तिश्चतुरगुलं चैव' षोडशाङ्गुलानीति गाथार्थः ॥ ७९९ ।।
બે ગુચ્છા અને પાત્રની મુહપત્તિ (ચરવળી) એ ત્રણેનું પ્રમાણ એક વેંત અને ચાર આંગળ (= સોળ આંગળ) છે. [૭૯૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org